________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૭ પ્રકૃતિ નિમિત્ત તરીકે છે. અભવી-ભવી બધાયને પાંચેય પ્રકૃતિ નિમિત્ત તરીકે છે. તેનો અર્થ એ થયો કે બધા જીવો કેવળજ્ઞાનના કંદ છે. એમને એમ ન ચાલે. ન્યાયથી બેસવું જોઈએ ને!? અને શાસ્ત્રો પણ કહે છે.
પ્રશ્ન:- પ્રવચનસારમાં આવે છે કે-અશુદ્ધતા વખતે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે.
ઉત્તર- કોણ કહે છે એમ? પર્યાયમાં અશુદ્ધ થાય છે દ્રવ્ય કયાં અશુદ્ધ થાય છે? એ હમણાં મખનલાલજી કહે છે કે જ્યારે પર્યાયમાં પુણ્ય-પાપની અશુદ્ધતા છે ત્યારે દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય છે. આ વળી હમણાં નવું કાઢયું. પ્રભુ! તમારે શું કરવું છે?
તમારા એ.. ભાઈ પણ કહેતા કે-પર્યાયમાં અશુદ્ધતા હોય ત્યારે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. કેમકે પ્રવચનસારમાં છે કે-શુભ વખતે શુભરૂપ અને અશુભ વખતે અશુભરૂપ. ભાઈ, એ તો પર્યાયની વાત છે. દ્રવ્ય તો ત્યારે પણ ત્રિકાળ શુદ્ધ છે. તે તો આનંદનો નાથ ત્રિકાળ ભગવત્ સ્વરૂપ છે. ભાઈ ! આવી વાતું છે બાપુ!
વસ્તુ છે તે તો વસ્તુ છે. એ તો સંસ્કૃત ટીકામાં પાઠ છે-એકેન્દ્રિયથી માંડી ને પંચેન્દ્રિય સુધીના જીવો વસ્તુએ, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. તેની પર્યાયમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય પણું છે તે કાંઈ વસ્તુ નથી. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઇન્દ્રિય તે કાંઈ આત્મા નથી. એતો પંચાસ્તિકાયની ૧૨૧ ગાથામાં છે-“જે જ્ઞાનસ્વરૂપ છે તે આત્મા છે,
એકેન્દ્રિય આદિ તે આત્મા નથી.” આવી વાતું છે. અજાણ્યા માણસને તો એમ લાગે કે આ કયાંની વાત કરે છે? આપણા જૈનધર્મની વાત છે? આપણે તો અત્યારે છે કાયની દયા પાળવી અને વ્રત કરવા ઉપવાસ કરવા એ બધું સાંભળ્યું છે. એ બધા ગપે ગપ્પ છે. કોણ પરની દયા પાળે અને દયા પાળવાના ભાવને કોણ પોતાના માને? સમજાણું કાંઈ?
આહાહા..! દ્રવ્ય ઉપચારમાત્રથી પણ કર્તા નથી. નિશ્ચયથી તો રાગનો ઉપચારમાત્રથી પણ કર્તાકર્મ નથી. નિર્મળ પરિણામ તે કર્મ અને આત્મા કર્તા તે ઉપચારમાત્રથી ભેદ છે. આહા.. હા! ગજબ વાત છે. બાપુ! વીતરાગની સાચી વાત કાને પડવી તે કોઈ ભાગ્ય જોઈએ, ભાગ્ય વિના મળે તેમ નથી. આ પૈસાના-ધૂળના ભાગ્ય તો અનંતવાર થયા.
આહાહા! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એ રાગનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી એટલે વ્યવહારથી પણ નથી એમ કહે છે. વ્યવહારથી કહીએ તો ફક્ત વીતરાગી પરિણામનો કર્તા આત્મા અને વિતરાગી પરિણામ તે એનું કાર્ય એ વ્યવહારથીઉપચારથી છે. અરે! આવી વાત સાંભળવા કયાં મળે!
અહીં.. પરમાત્માના વિરહ પડયા, ભગવાન મહા વિદેહમાં બિરાજે ત્યાં ધર્મની ધમધોકાર પેઢી ચાલે છે. ભગવાન પાસે ધર્મની પેઢી ચાલે પરંતુ અહીં ભરતક્ષેત્રમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk