________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૧
ઇન્દ્રિયના વિષયનો પૂરો ભોગવનારો છે. સમજાણું કાંઈ ? આવી વાત સાંભળવી કઠણ પડે. ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ૫૨માત્માના પંથની આ રીત છે.
અહીં શું કહે છે? “ એક સત્ત્વમાં આવો ભેદ કરવામાં આવે તો થાય છે અને ન કરવામાં આવે તો નથી થતો. ” એ વીતરાગી પરિણામ જીવનું કાર્ય અને જીવ તેનો કર્તા એવો ભેદ પડયો, તો વસ્તુ સ્થિતિ એમ નથી. ધર્મના વીતરાગી પરિણામ થયા જે સમ્યગ્દર્શન જ્ઞાનનાં એ પોતાથી સ્વયં સિદ્ધ સ્વતંત્ર ષટ્કા૨ક પરિણમનથી થયા છે. આ બધી અવલ્લ દોમની વાતું છે. આ મોહમયી મુંબઈ નગરી એમાં આખો દિવસ હોળી સળગતી હોય ત્યાં તેમાં લુંટાઈ ગયા.
“ જીતવાત્મનિ અપિ ન વ” જીવ સત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, “નિશ્ચયથી વ્યાપ્ય વ્યાપકતા નથી.”
ભગવાન આત્માની જે હૈયાતિ છે તેનાથી કર્મની હૈયાતિ અર્થાત્ અસ્તિત્વ તદ્ન જુદું છે.. એમ આત્મા અને રાગનું સત્ત્વ પણ ભિન્ન છે–એમ કહે છે. ચૈતન્ય ભગવાન આત્માનું સત્ત્વ એટલે અસ્તિપણું અને દયા-દાન, પુણ્ય-પાપ, પૂજા-ભક્તિ, વ્રત-તપ તેનો વિકલ્પ તેનું સત્ત્વ, ચૈતન્ય સત્ત્વથી તદ્ન ભિન્ન છે. બન્નેની મોજૂદગી જ ભિન્ન છે તેમ કહે છે. ચૈતન્યનું સત્ત્વ તે રાગનું સત્ત્વ એમ નથી અને રાગનું સત્ત્વ તે આત્માનું સત્ત્વ છે તેમ નથી.
આ બહારગામથી જે માણસો આવ્યા છે તેમાંથી કોઈકની દલીલ એવી આવી છે કે–સાધારણ માણસો માટે શક્તિનું વર્ણન ઝીણું નહીં પડે? એવી દલિલ આવી છે. સાંભળતો ખરો બાપુ ! અહીંયા આટલા વરસથી આ વાત ચાલે છે. મૂળ શું ચીજ છે તે તેને સાંભળવામાં– દૃષ્ટિમાં ન આવે તો તે કયાં જશે ? કેટલાકનું તો આયુષ્ય પૂરું થવા આવ્યું. આ દેહ છૂટવાનો કાળ નજીક આવી ગયો અને હવે આત્માને નજીક નહીં કરે તો તેનું શું થશે ? એને આત્મા દૂર વર્તેતો છે. તેણે રાગના અને નિમિત્તના પ્રેમમાં આત્માને દૂર કરી નાખ્યો છે આહા... હા ! વેગળો કરી નાખ્યો છે. હવે આત્માને રાગથી ભિન્ન પાડીને પર્યાયથી પણ વેગળો-ભિન્ન છે એમ નક્કી કર ! સમજાણું કાંઈ ?
બાપુ! સર્વજ્ઞ વીતરાગી પરમેશ્વર.. તેનો પંથ કેવો હોય!? આ આલી-દુવાલી માને છે એ નથી બાપુ ! એકાવતારી ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ જેની વાણી સાંભળવા ભગવાન પાસે જાય છે તે વાત કેવી હોય ! અહીં પ્રભુ હતા ત્યારે એકાવતારી–એક ભવ પછી મોક્ષ જનારા ઇન્દ્રો આવતા હતા.... એ વાણીમાં ભાવ કેવા હોય બાપુ ! દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો એ તો કુંભારે કહે છે.
એ તો પહેલાં કહ્યું હતું ને કે–અમારે ઉમરાળામાં એવો રિવાજ હતો. ત્યારે મહાજનની છાપ મોટી. ત્યાં સ્થાનકવાસી મહાજન હતા. ત્યાંના નગરશેઠ ખાનદાન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk