________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
કલશામૃત ભાગ-૨ ખંડનું રાજ્ય હતું, છન્નુ હજા૨ સ્ત્રીઓ હતી, છન્નુ કરોડ ગામ હતા. સોળ હજાર દેવ તેમની સેવા કરતા.. પરંતુ તેઓ જાણતાં કે આ ચીજ મારી નથી. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. સમજાણું કાંઈ ?
ભગવાનની વાણી તો જુઓ! કેટલી સહેલી છે. નવ તત્ત્વો છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેમાં અજીવ, પુણ્ય તત્ત્વ, પાપ તત્ત્વ અને આત્મતત્ત્વ ભિન્ન-ભિન્ન છે.
(૧) આ શ૨ી૨, વાણી, મન, કર્મ તે અજીવ છે તેથી તે અજીવ તત્ત્વમાં ગયા. (૨) હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ-વાસના, તે પાપ તત્ત્વમાં ગયા. (૩) દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા તે પુણ્ય તત્ત્વમાં ગયા.. અને આ બધાથી ભિન્ન રહ્યો છે તે આત્મા છે.
**
જુઓ, ભાષા કેવી છે! “ સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને શોભે છે.” આમાં શું કહે છે? પરદ્રવ્યો મારા છે તેવી માન્યતા તો અશોભનીય હતી.. મિથ્યા ભ્રાંતિરૂપ હતી. હવે પોતાના અનાદિ અનંત જ્ઞાનાનંદસ્વરૂપ, સચ્ચિદાનંદસ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ તેનું જ્યારે ભાન થયું.. ત્યા૨થી ૫૨દ્રવ્યોનો હવે જાણનશીલ ( જાણના૨ ) રહ્યો તેમાં તેની શોભા છે. ૫૨દ્રવ્યોને મારા માનતો હતો તે તો તેની અશોભા હતી. પરદ્રવ્યોનો (માત્ર ) જાણનાર રહ્યો તે તેની શોભા છે. ભગવાન ! આ તારી વાત તો જો !
શ્રોતા:- આવી વાત કયાં સાંભળવાય મળે છે?
ઉત્ત૨:- નથી મળતી. શું કહીએ... અરેરે ! કયાંથી આવી ગયા અને કયાં પડયા છે બાપુ ! મારગડા કાંઈ જુદા છે. આહાહા ! જિનેશ્વરદેવનો આ પોકાર છે. આવી વાત તો અત્યારે કયાં છે ? અત્યારે તો બહા૨માં આ કરો ને... આ કરો તે ચાલે છે. વસ્તુ શું છે તેના ભાન વિના જન્મ મરણના અંત નહીં આવે. અરે ! તારા જન્મ મરણના અંતની રીત તો આ છે. ચારે ગતિ દુઃખરૂપ છે. દેવગતિ પણ દુઃખરૂપ છે.. કેમકે ત્યાં રાગ છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી વચ્ચે જે રાગ છે તે દુઃખ છે, તે દુઃખી છે-તે સુખી નથી.
દેવલોકમાં જે સૌધર્મ ઇન્દ્ર છે તે બત્રીસ લાખ વિમાનનો સ્વામી છે. કોઈ વિમાનમાં થોડા દેવ છે બાકી ઘણાં વિમાનમાં તો અસંખ્ય દેવો છે. તે એકાવતારી છે. તે એક ભવ કરીને મોક્ષે જવાવાળા છે. તે સમ્યગ્દષ્ટિ-આત્મજ્ઞાની છે. તે એમ જાણે છે કે–આ બત્રીસ લાખ વિમાન તો ૫૨ છે. હું તો તેનો જાણનશીલ છું. તે ૫દ્રવ્યો મારા છે તેમ માનવું તે મારી શોભા નથી. હું તો તેનો જાણનાર છું તેમાં મારી શોભા છે.
સૌધર્મ ઇન્દ્રની જે ઇન્દ્રાણી-સ્ત્રી છે તે ઉત્પન્ન થઈ ત્યારે મિથ્યાર્દષ્ટિ હતી. સ્ત્રી મિથ્યાર્દષ્ટિ તરીકે જ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન ન થાય. તે ઇન્દ્રાણી પછીથી આત્મજ્ઞાન પ્રગટ કરે છે. ભગવાન જિનેન્દ્રદેવ આમ કહે છે અને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk