________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
કલશામૃત ભાગ-૨ માન્યું છે પણ એક છે નહીં. એ શું કહ્યું?-તે રાગના વિકલ્પનો અભ્યાસ કર્યો છે કે આ મારાં છે. અભ્યાસ કર્યો છતાં (રાગ અને આત્મા) એક થયા નથી. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે કદી રાગરૂપ થયો જ નથી. સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું ને ! આ દયાદાન, વ્રત આદિ પુણ્યના વિકલ્પ છે તે તો અજીવ અને અચેતન છે. જ્ઞાયકભાવ જો પુણ્ય-પાપરૂપે થાય તો જડ થઈ જાય. ગજબ વાતો કરી છે. ભાઈ પરમાત્માનો સંદેશ છે તે ઝીણો છે. સમજાણું કાંઈ?
એ જ્ઞાયકભાવ જાણક સ્વભાવથી ભરેલો પ્રભુ છે. આ પુણ્ય-પાપના વિકલ્પો છે તે તો અચેતન-જડ છે. આ મહાવ્રતના પરિણામ, દયા-દાનના પરિણામ અચેતન છે એટલે તેમાં ચૈતન્યનો કોઈ અંશ નથી. રાગાદિભાવ તે તો અંધારૂ છે. ધવલના પહેલા ભાગમાં અને તેરમા ભાગમાંથી ગઈ કાલે કાઢયું હતું કે મહાવ્રતના પરિણામ એ તો રાગનો અનુભવ છે. તે રાગની ભક્તિ છે. સમયસાર તો કહે પણ આ ધવલ એ તો વ્યવહારનો ગ્રંથ તેમાં બે ઠેકાણે છે.
ધવલામાં પાઠ છે-“જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે પરમાત્મા જગતની ગતિઅગતિને જાણે છે. જગતના પ્રાણી રાગને ભોગવે કે મહાવ્રતને ભોગવે તે બન્ને રાગનો ભોગવટો છે. અશુભભાવને ભોગવવું તે અશુભરાગનો અનુભવ છે મહાવ્રતનો અનુભવ તે શુભરાગનો અનુભવ છે.પણ, છે બન્ને રાગ. મહાવ્રતનું બરોબર પરિપાલન એટલે કે બરોબર પાળવું તેવો અનુભવ તે ભક્તિભાવ છે.” પરમાત્મા તારી વાતુ દુનિયાથી નિરાળી છે.
શ્રોતા- ભક્તિભાવનો અર્થ રત્નત્રયનો રાગ થાય છે? ઉત્તર- રત્નત્રયનો રાગ છે. તે રાગને ભુક્તિ કહે છે.
વ્યવહાર રત્નત્રયનો જે શુભભાવ આવ્યો ને! દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતના પરિણામનો રાગ તે બધો ભુક્તિ રાગ છે. તારી ચીજને તે અયોય નથી. તે એક માનીને અભ્યાસ કર્યો છે.
શ્રોતા- રત્નત્રયને તો જીવના પરિણામ કહ્યા છે તો તે કેવી રીતે નીકળે? કેવી રીતે જીવથી જુદા પડે?
ઉત્તર- એ તો અભિન્ન રત્નત્રયને સ્વરૂપ કહ્યું છે. અભિન્ન રત્નત્રય એ તો આત્માનું સ્વરૂપ છે. તેમાં તો આનંદનો અનુભવ છે. ભેદરત્નત્રયમાં દુઃખનો અનુભવ છે. પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે. તેની અતીન્દ્રિય આનંદરૂપ પ્રતીતિ તે સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર તે ત્રણેય તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જે નિશ્ચય (રત્નત્રય) છે તે તો આનંદસ્વરૂપ છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે દુઃખસ્વરૂપ છે. એક પરાશ્રિત ભાવ છે અને એક સ્વાશ્રિત ભાવ છે. આવી આકરી વાતું છે નાથ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk