________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૧ આ રાગનું કાર્ય મારું નહીં. રાગના કાર્યથી ભિન્ન પડી ગયો. (મિથ્યાત્વ) કર્મથી રહિત થયો. આહાહા..! આનું નામ ભેદજ્ઞાન અને ધર્મની પ્રથમ સીઢી છે. આવી વાત છે બાપુ!
હમણાં તો એવું સાંભળીએ છીએ કે-પરીક્ષામાં નાપાસ થાય અને પાણીમાં પડીને મરી જાય. યુવાન વીસ વર્ષનો છોકરો બી. એ. માં નાપાસ થયો. પિતાજીને કાગળ લખ્યો-હું નાપાસ થયો તેથી કયાંય મને ગોઠતું નથી. હું આ ફાની દુનિયા છોડીને જાઊં છું. અહીંયા ખોડિયાર પાસે તળાવ છે તેમાં પડતું મૂકીને મરી ગયો. પાણી મોંમા જાય અને ગૂંગળાઈ–મૂંઝાઈને મરી જાય.
તેમ અનાદિથી પુણ્ય ને પાપના રાગમાં ઝંપલાવી, રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા માનીને આત્માને મારી નાખ્યો છે. મારી નાખ્યો એટલે કે-સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ છે તેનો અનાદર કર્યો અને રાગનો આદર કર્યો છે. તે ભગવાનને ભૂલી ગયો અને રાગની માળા ગણી તે જીવ કર્તૃત્વ શૂન્ય થયો. હવે તે જીવ ગુલાંટ ખાય છે.
એ રાગના ભાવ મારું કાર્ય અને હું તેનો કર્તા એ મારું સ્વરૂપ નહીં. પરમેશ્વરનો જે વિતરાગ માર્ગ છે તેવો કયાંય છે નહીં. આ તો ત્રણલોકના નાથનો પોકાર છે. દિવ્યધ્વનિમાં પ્રભુનો પોકાર છે.
શું કહે છે? તું વિકાસના કાર્યમાં રોકાઈ ને તે તારા આત્માનું ખૂન કર્યું. આહાહા! હવે એકવાર તો ગુંલાટ ખા ! “તે જ જીવ કર્મ કરવાથી રહિત થયો.” આ પુણ્ય ને પાપના ભાવ તેનાથી ભેદજ્ઞાન થતાં તે કાર્ય મારું તેવી ભ્રાંતિથી રહિત થયો. ભાઈ ! સમજાય છે ને? ગુજરાતી ભાષા તો સાદી છે. છોકરાઓને સમજાય એવું છે.
ભગવાન તું કોઈ પદાર્થ છો કે નહીં? કોઈ વસ્તુ છો કે નહીં, તું મોજૂદ ચીજ છો કે નહીં? વસ્તુ તો ભગવસ્વરૂપ છે. એ તો આનંદરૂપ સચ્ચિદાનંદ પ્રભુ છે. આવી ચીજને દૃષ્ટિમાં ન લેતાં, પુણ્ય-પાપના ભાવ વર્તમાનમાં મોજૂદ છે. તે ચીજ હું છું તેમ માનીને વિકારી કાર્યનો કર્તા થાય છે. તે સ્વભાવને અજ્ઞાનમાં ઝંપલાવે છે. હવે તે જ જીવ ગુંલાટ ખાય છે-પલટો ખાય છે. એ કર્તુત્વથી હું શૂન્ય છું. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. એ રાગના કાર્યથી મારું કર્તાપણું જુદું છે.
કેવો છે જીવ? “જ્ઞાનીમ્ય તમ: મિન્વેન” અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એક પર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું” વ્યવહાર રત્નત્રય કહેવાય છે તે રાગ તે કર્મ છે. પ્રભુ! અહીં કહે છે–એ કર્મ તારું નહીં.. ભગવાન ! તને ખબર નથી. જો એ તારું કાર્ય હોય તો તે દરેક અવસ્થામાં હોવું જોઈએ.
અજ્ઞાન અવસ્થામાં એ જીવ રાગ અને આત્માના એકત્વ સ્વરૂપે પરિણમતો હતો. હું દ્રવ્ય અને રાગની પર્યાય મારી. આ રાગ મારા દ્રવ્યની પર્યાય છે એમ જે માને છે તેણે આત્માને અશુદ્ધ માન્યો. પર્યાયવાન હું દ્રવ્ય અને રાગ મારી પર્યાય એમ માનતો હતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk