________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૩ શું કહ્યું? અનાદિ કાળથી જીવ આ પુણ્યના, દયા-દાન, વ્રત-ભક્તિ આદિના ભાવ તે કર્મના ભાવ છે તેને પોતાના માનીને કર્તા થઈને મિથ્યાત્વપણે પરિણમતો હતો. અંદરમાં થતા પુણ્ય-પાપના વિકારી ભાવ તે પુદ્ગલના નિમિત્તથી થયેલા હોવાથી પુદ્ગલ છે. , એ જીવનું કાર્ય નહીં. એ પુણ્યના પરિણામ મારું વ્યાપ્ય નામ કાર્ય અને હું કર્તા એ બુદ્ધિ મિથ્યાત્વ છે. તે હવે છૂટયું. રાગથી ભિન્ન મારી ચીજ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. આ તો હજુ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનની પહેલી સીઢીની વાત છે.
શુદ્ધ ચેતનનો અનુભવ થયો તો પ્રતીતમાં આવ્યું કે હું તો પવિત્ર શુદ્ધ ચૈતન્યઘન છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ છું. જેમ સક્કરકંદની ઉપર લાલ છાલ છે અંદર જે કસ છે તે સાકરની મીઠાશનો પિંડ છે. ઉપરની છાલ છે તે કાંઈ સક્કરકંદ નથી. તેમ પુણ્ય ને પાપના ભાવ તે લાલ છાલ છે તે આત્મા નથી. તો પછી આ શરીર.. (જડ)કર્મ, ધૂળપૈસા-લક્ષ્મી, બાયડી, છોકરા એ તો કયાંય રહી ગયા. ભિન્ન, તારે ને એને કાંઈ સંબંધ નથી.
અહીં તો રાગભાવને ને મારે સંબંધ છે એટલે સમ. બંધ છે અર્થાત્ હું રાગથી બંધાયેલો છું અને રાગ મારું કાર્ય છે તેવા મિથ્યાત્વભાવ રૂપે થયો. હવે તેનાથી ભિન્ન પડ્યો-જે રાગથી ભિન્ન ચીજ છે એ શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર પ્રભુ છે. તેને રાગથી ભિન્ન ચૈતન્યનો વિવેક થતાં શુદ્ધનો અનુભવ થયો. અહીં કહે છે કે જે અનુભવ થયો એ પર્યાય વ્યાપ્ય-કાર્ય અને આત્મા તેનો કર્તા થયો.
કોના વડમિથ્યાત્વ અંધકાર છૂટયો?“તિલામવિવેવસ્મરમદોમારે” જે કહ્યો છે, બળવાન છે એવા ભેદજ્ઞાનરૂપી સૂર્યના તેજના સમૂહ વડે.” અહાહા! હું શુદ્ધ પવિત્ર ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા એમ રાગ ઉપરથી દૃષ્ટિ ઉઠાવી અને શુદ્ધ ચૈતન્ય ઉપર દૃષ્ટિ જતાં, શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતાં મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે. અસ્તિપણે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને નાસ્તિપણે અંધકાર નાશ પામે છે. સમજાણું કાંઈ ?
જેમ સૂર્યના તેજ આગળ અંધકાર હોતો નથી તેમ રાગથી ભિન્ન પડતાં, વિકલ્પથી ભેદજ્ઞાન થતાં; બળવાન ભેદજ્ઞાનરૂપી સૂર્ય તેના તેજના સમૂહ વડે અંધકારનો નાશ થઈ જાય છે. રાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એવી અજ્ઞાનબુદ્ધિનો ત્યાં નાશ થાય છે. આવી વાતું છે! હજુ તો નિર્ણયની ખબર ન હોય, તો અનુભવ તો પછીની વાત છે. શું થાય? વીતરાગની વાત કોની સાથે કરે. ભાઈ ! ભગવાન તો વિકલ્પથી રહિત છે ને? એ વિકલ્પનું કાર્ય મારું અને હું કર્તા, વિકલ્પ મારી પર્યાય અને તેનો હું કર્તા–તે મિથ્યાત્વ છે ભાઈ !
આહાહા ! એ દયા-દાન, વ્રત-તપ, ભક્તિ-પૂજા એ બધા વિકલ્પ રાગ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk