________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૭ સમજને! સાચા ખોટાના ઝગડા મૂકી દે.
અહીં પ્રભુ શું કહે છે! શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને તેની પર્યાય શુદ્ધ છે તે તેનું સત્ત્વ છે. શું કહ્યું? દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને તેની વીતરાગી પર્યાય શુદ્ધ થાય છે તે તેનું સત્ત્વ છે. આત્મા શુદ્ધ તે કર્તા અને રાગ અશુદ્ધ તે એનું સત્ત્વ જ નથી. બેની સત્તા જ ભિન્ન છે. આવું છે.
અરેરે...! રાગ પુદ્ગલ છે-અનાત્મા છે. રાગને પુગલના પરિણામ કહીને પછી પુદગલ કહી દીધું. એ રાગ અજીવ છે. એટલે જીવ નહીં. રાગ અચેતન છે તેથી ચેતન નહીં. રાગ જડ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય દળ છે. ચૈતન્ય સૂર્ય છે. શુદ્ધ હોય તે તેના પરિણામ છે. કેમકે ત્રણેયનું સત્ત્વ એક છે. રાગની સત્તાનું સત્ત્વ અશુદ્ધ જડઅજીવ છે. જીવના સત્ત્વથી તેનું સત્ત્વ ભિન્ન છે. શબ્દો તો ઘણાં સાદા છે પરંતુ ભાવ તો છે તે છે.
આ ચોરાશી લાખના અવતાર કરી કરીને. એ બધું ભૂલી ગયો. નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ! એ શું છે? એની પર્યાયમાં કેટલું દુઃખ હશે? નિગોદના અનંત જીવો વસ્તુએ તો પૂર્ણ છે. પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ એક અક્ષરના અનંતમા ભાગે રહી ગયો. નારકીના સંયોગ દેખીને લોકો દુઃખ માને છે. પણ, અહીં પર્યાયમાં જ્ઞાનની હીનતા થઈ તેનું દુઃખ છે તેનું માપ કરતાં આવડતું નથી. સમજાણું કાંઈ?
એક અક્ષરના અનંતમા ભાગની પર્યાય રહી ગઈ નિગોદમાં. જ્યારે મનુષ્યપણામાં હતો ત્યારે ચૈતન્યની મહા સત્તાનો અનાદર કર્યો. તેને આળ આપી. આવડો નહીંઆવડો (મોટો) નહીં. તેથી એવી સ્થિતિએ ગયો કે જગત જીવ માને તેવી સ્થિતિએ ન રહ્યો.
લસણની રાઈ જેવડી એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં સિદ્ધ કરતાં અનંતગુણા જીવ. આહાભવિષ્યકાળના સમય કરતા અનંતગુણા જીવ રહ્યા. એ દ્રવ્ય તો બધા ભગવાન સ્વરૂપ શુદ્ધ જ છે, પરંતુ પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે વિકાસ રહ્યો. એને તો હું જીવ છું તેવી ખબર નથી. પરંતુ બીજો તેને જીવ માને તેવી સ્થિતિમાં ગયા નથી. અરે..! બાપુ! કોનું શરણું કરવું-કોને રાજી રાખવા ! કોનાથી રાજી થવું!
અહીં કહે છે-ભેદબુદ્ધિ કરવામાં આવે તો એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. આ થોડું ઝીણું કહ્યું! શું કહે છે પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા વ્યાપક અને વીતરાગી પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમ ભેદબુદ્ધિ કરીએ તો ભેદ પડે છે. નિર્મલ પરિણામ આત્માનું વ્યાપ્ય છે એવી ભેદબુદ્ધિ એક સત્ત્વમાં હોય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk