________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
કલશામૃત ભાગ-૨ “ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, ચેષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે.”
કહે છે! સોનાનું સર્વ અને પીળાશ, ચીકાશ અને વજનનું સત્ત્વ હોવાપણું તે બન્ને એક છે. તેમ ભગવાન આત્મા જેવદ્રવ્ય જ્ઞાતાદેષ્ટા અને જ્ઞાતાદેષ્ટાના ભાવપરિણામ એમ કહેવા માટે છે પરંતુ તે એક વસ્તુ છે. જ્ઞાતાદેખાના પરિણામનો આત્મા કર્તા અને જ્ઞાતાદેખાના પરિણામ તે આત્માનું કાર્ય તેમ કહેવા માટે છે પરંતુ તે એક સત્ત્વ છે. આહાહા ! જાણવા-દેખવાના પરિણામ અને જાણનાર-દેખનાર તે એક સત્ત્વ છે. જાણનાર દેખનાર વ્યાપક અને રાગ તેનું કાર્ય તેમ બે સત્ત્વ એક નથી. તે બેના સત્ત્વ તÁ જુદા છે.
એ પ્રમાણે એક સર્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય-વ્યાપકતા હોય છે.”શું કહે છે? આત્મા જ્ઞાતાદેષ્ટા અને જ્ઞાતાદેખાના પરિણામ તે બધું એક સત્ત્વ છે. એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. આત્મવસ્તુ છે તે કર્તા-વ્યાપક-પ્રસરનાર અને નિર્મળ પર્યાય તેનું વ્યાપ્ય-કાર્ય એમ તો હોઈ શકે છે. વીતરાગ માર્ગ ઝીણો ભાઈ ! સર્વજ્ઞ પરમેશ્વરની વાતો તો અત્યારે બહુ લોપ થઈ ગઈ છે. બધો ફેરફાર... ફેરફાર. અત્યારે તો ચોર કોટવાલને દંડે તેવું થઈ ગયું છે. તે કહે છેઆ તો એકલી નિશ્ચયની જ વાતો કરે છે. નિશ્ચયાભાસની–એકાંતની વાતો છે. અરે ! સાંભળ પ્રભુ! સમ્યક્ એકાંતની વાતો છે.
શ્રોતા- વસ્તુ બંધ પડી હતી તે આપના દ્વારા ખુલી થઈ.
ઉત્તર:- વસ્તુની સ્થિતિ જ આવી છે. અનંત કેવળી ભગવાન તીર્થંકરો પોકાર કરી ગયા છે. મહાવિદેહમાં ભગવાન આ પોકાર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દિગમ્બર સંત હતા. બે હજાર વર્ષ પહેલાં પ્રભુ પાસે ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. એ વાણી અહીં આવી છે.
પરમાત્માનું ફરમાન છે, ભગવાનનો એ સંદેશ છે કે-કર્તા ને કર્મ વ્યાપક અને વ્યાપ્ય એક સત્ત્વમાં હોય છે. ભિન્ન સત્ત્વમાં કર્તાકર્મપણું હોઈ શકે નહીં. લ્યો આવી વાત છે. એક રજકણ પણ ફેરવી શકે નહીં. આંખની પાંપણ ફરે છે એ પરમાણુની પર્યાય છેપરમાણુનું કાર્ય છે. તારું નહીં. એ તો દૂર રહી ગયું. પરંતુ ભગવાનનું સ્મરણ કરવાનો વિકલ્પ આવ્યો તે જીવનું વ્યાપ્ય અને જીવ વ્યાપક તેમ નથી. કારણ કે બેનું સત્ત્વ એક નથી. તે બન્નેનું હોવાપણું જુદું છે. અરે ! આવી વાતો કયાં મળે?
પરમાત્મા સિવાય આવી વાતો કયાંય છે નહીં. વેદાંતમાં ઝીણી વાતો ભલે કરી હોય પણ, આ વાત કયાંય નથી. દિગમ્બર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે જ નહીં. દુઃખ લાગે પણ શું થાય? શું અમારો સંપ્રદાય ખોટો? ભાઈ ! બાપુ.. સત્યને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk