________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
કલશામૃત ભાગ-૨
શ્રોતાઃ- સમ્યગ્દર્શન થયા પહેલા આવે તો ખરાં ને?
ઉત્ત૨:- ૫હેલાં ઝેર આવે અને પછી અમૃત આવે એમાં પ્રશ્ન શું ? એ ભાવો તો ઝેર છે. અજ્ઞાનીને તત્ત્વની ખબર નથી. રાગ છે તે ઝેર છે તેને પુદ્ગલ કહ્યાં. એ તો પહેલાં પુદ્ગલ આવે અને પછી ચૈતન્ય જણાય એમ હશે ?
แ
શ્રોતા:- એમ કહેવું છે કે-અશુભ ટળીને શુભ થાય અને શુભ ટળીને શુદ્ધ થાય. ઉત્ત૨:- યોગસા૨માં યોગીન્દ્રદેવે શુભનેય પાપ કહ્યું છે. “ પાપને તો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યનેય પાપ કહે છે. ” પાપને પાપ તો ઘણાં-આખી દુનિયા કહે છે.. પરંતુ દયા-દાન, ભક્તિ-પૂજાના પરિણામને સમકિતી પાપ કહે છે. કેમકે પોતાના પવિત્ર સ્વરૂપમાંથી ખસી જઈને પાપમાં આવ્યો છે. સમયસારમાં પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે કહ્યું છે–શુદ્ધ ચિદાનંદ પ્રભુ ! આનંદનો દળ પ્રભુ તેનાથી ખસી જાય છે અને રાગ થયો તે પાપ છે. નિશ્ચયથી પુણ્ય પણ પાપ છે.
શ્રોતા:- આત્માનો પક્ષ કર્યા વિના (વગર) આત્મામાં જવાય કેવી રીતે ?
ઉત્તર:- પક્ષ એટલે અંદર આશ્રય કરવો. પક્ષ કરવો એ પણ એક વિકલ્પ છે. આ તો આકરી વાત છે બાપા ! સ્વનો આશ્રય કરતાં રાગથી ભિન્ન પડી જાય છે. રાગનો આશ્રય કરતાં ભગવાન ભિન્ન રહી જાય છે. ભગવાન જુદો રહી જાય છે, અને સ્વનો આશ્રય કરતાં રાગ ભિન્ન રહી જાય છે. આ એની રીત છે. મોંઘુ પડે પણ માર્ગ આ છે.
આપણે શીરાનો દાખલો ઘણાં વખતથી આપીએ છીએ. હલવો બનાવવા માટે પહેલાં લોટને ઘીમાં શેકે. લોટ ઘી પી જાય પછી ગોળ કે સાકરનું પાણી નાખે.. પછી શીરો-હલવો થાય. પરંતુ કોઈ ડાહીની દીકરી નીકળે કે-આ લોટ ઘી પી જાય છે માટે ગોળ કે સાકરનું પાણી પ્રથમ નાખી લોટને શેકવો.. પછી ઘી નાખવું. તેને કહે છે-તેમ કરવાથી પોટીશ પણ નહીં થાય.. તેને ખબર નથી. જેવી રીત અને વિધિ છે તેનાથી ઉંધું કરવા જઈશ તો મરી જઈશ. આવી વાતું છે.
,,
ભક્તિમાં આવે છે ને ! “ વીર પ્રભુ કે યે બોલ તેરા પ્રભુ તુઝમેં હી ડોલે ”. ભગવાન તો ભગવાન પાસે રહ્યા.. અને તારો ભગવાન અંદર છે ને પ્રભુ! તને ખબર નથી. આંગણે મોટો માણસ આવ્યો હોય અને તેની સામે ન જુએ અને બે ઘડી બાળક સાથે વાતોમાં કાઢી નાખે તો મોટો માણસ ચાલ્યો જશે. એમ અંદર ત્રણલોકનો નાથ ચિદાનંદ પ્રભુ હાજરા હજુર છે.. ભગવાન છે પ્રભુ તેની સામું ન જોતાં રાગ અને પુણ્યની સામે જોઈને અટકી ગયો છે. ભાઈ ! તેં તારા સ્વરૂપની હિંસા કરી છે. એ જીવતી જ્યોતને તેં તે રીતે ન સ્વીકારી, તેં રાગવાળી સ્વીકારી.
કહે છે–જેમ સૂર્ય પાસે અંધકાર હોઈ શકે નહીં તેમ રાગથી ભિન્ન પડતાં, ચૈતન્યસૂર્ય (આત્મદેવ ) જાગતાં, આત્માના જ્ઞાનનું તેજ થતાં રાગની એકતાબુદ્ધિનું અજ્ઞાન નાશ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk