________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૨
કલશામૃત ભાગ-૨ તે મિથ્યાત્વભાવ હતો.
શ્રોતા- અજ્ઞાનીને આ દ્રવ્ય ને આ પર્યાય તેવો ખ્યાલ ક્યાંથી હોય?
ઉત્તર:- તેણે ઘણું વાંચ્યું છે. અગિયાર અંગ ભણ્યો છે. દ્રવ્યલિંગી અગિયાર અંગ ભણ્યો નથી? જૈનવાડામાં જન્મ્યો હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયના નામ તો આવડતા જ હોય ને? અત્યારે તો એનાય કયાં ઠેકાણા છે! દ્રવ્ય-ગુણ-પર્યાયનીય ખબર નથી. આ તો ઉધે કાંધે કરો વ્રત ને કરો તપ અને લ્યો પડિમા. આ બધા મિથ્યાત્વના સેવન છે.
સત્ય મારગ તો આ છે ભાઈ ! આખા જન્મ-મરણને ફેરવી નાખવાની વાત છે. આહાહા.! સત્યને માનનારા થોડા હોય તેથી સત્ય કાંઈ ઓછું થતું નથી. વધારે માનનારા હોય માટે સત્ય સત્ય કહેવાય એમ છે કાંઈ? કોઈ માનનાર ન હોય તોયે સત્ય તો સત્ય જ છે. સત્યને માનનાર ફક્ત એક પોતે જ હોય તો પણ શું!
આહાહા ! કહે છે-મિથ્યાત્વરૂપ પરિણમતો જીવ, કર્મ એટલે રાગને અને જીવને તે બન્નેને એક પર્યાયસ્વરૂપ માનતો પરિણમે છે. જાણે કે આ દયા-દાનના પરિણામ તે મારી પર્યાય છે અને તે પર્યાયનો કરનારો હું દ્રવ્ય છે તેમ માનતો હતો. ભાષા તો સાદી છે, બહુ આકરી નથી. ભાવ ભલે ઝીણા હોય!
તે અનાદિથી એક પર્યાયરૂપ પરિણમતો હતો તે હવે છૂટયું. એ દયા-દાન, કામક્રોધના ભાવ તે મારી પર્યાય છે અને હું તેનો કર્તા દ્રવ્ય છું એવો જે મિથ્યાત્વભાવ હતો તે છૂટયો. સમજાણું કાંઈ ? આવી વાત છે પ્રભુ શું થાય? વાદ-વિવાદ-ચર્ચા કોની સાથે કરવાં? જે તારી ચીજ છે તેની તો તને ખબર નથી અને રાગથી તું લાભ માને છે તો તું કોની સાથે ચર્ચા કરીશ?
શુદ્ધ ચેતન-અનુભવ થયો, એમ થતાં મિથ્યાત્વરૂપ અંધકાર છેદતો થકો.” શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. આ રાગ તે મારી પર્યાય નહીં, મારી પર્યાય તો નિર્મળ હોય એમ રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યને અનુભવે છે. શુદ્ધ ચૈતન્ય તે જ હું છું.. આવો અનુભવ તેનું નામ સમ્યગ્દર્શન; તેનું નામ ભેદજ્ઞાન છે. જેમાં જન્મ-મરણના અંત આવી ગયા. જેમાં અનંત આનંદરૂપી મુક્તિની પ્રાપ્તિની શરૂઆત થઈ ગઈ. આવો મારગ છે. બહારમાં ધમાધમ અને હો હા કર્યા કરે. આ વ્રત કર્યા, તપ કર્યા અને પડિયા લીધી. ભાઈ ! તું કોણ છો તેની ખબર વિના એ બધા વિકલ્પો છે. એને પોતાનું કાર્ય માને છે ત્યાં સુધી તો એ મૂઢ-મિથ્યાષ્ટિ જીવ છે.
આહા..! હવે ગુંલાટ ખાય છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એ બુદ્ધિ છૂટી.. શુદ્ધ ચેતનનો અનુભવ થયો. રાગ તે અશુદ્ધતા હતી અને હું તો શુદ્ધ ચૈતન્ય છું. અશુદ્ધતાના ભાવથી, એ પુદ્ગલના ભાવથી ભગવાનને ભિન્ન જાણ્યો ત્યારે તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk