________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦
કલશામૃત ભાગ-૨ અર્થાત્ મારા કર્તાનું એ કાર્ય એમ અનાદિથી મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો.. ત્યારે તેને (નિજ) પ્રભુના વિ૨૭ હતા.
ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ છે. અંદરમાં અતીન્દ્રિય આનંદના દરિયા ઉછળે છે. એવા સ્વ સ્વરૂપ ભગવાન આત્માની સાથે તેને રાગના, પુણ્યના પરિણામ મારા અને હું તેનો કર્તા ( એવા અભિપ્રાય ) તેને (નિજ )ભગવાનના અંતર પડી ગયા હતા.
આહાહા ! ઝીણી વાત છે ભગવાન! શું કહે છે–નિત્યાનંદ પ્રભુ એવો ભગવાન સ્વરૂપ આત્મા તેને આ રાગાદિના કાર્યમાં રોકતાં તેનો એને વિરહ પડી ગયો હતો. એ ૫૨ના કાર્ય તો કરી શકતો નથી.. પણ રાગના કાર્ય કરું એમ માની શકે છે. આહાહા..! આ તો કર્તાકર્મ અધિકાર છે ને ! બહુ અલૌકિક વાત છે.
.
શું કહે છે ! ‘ મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો તે જ જીવ ’, ભાષા આમ લીધી. ‘ તવા સ પુત્ર ' જે જીવ પુણ્ય-પાપના ભાવ રાગ તે મારું કાર્ય-વ્યાપ્ય અને હું તેનો વ્યાપક–કર્તા એવા જે મિથ્યાત્વરૂપે પરિણમતો હતો તે જીવ હવે, ગુલાંટ ખાય છે. તે હવે વિવેક કરે છે– ભેદજ્ઞાન કરે છે. અરેરે..! કયાં શ૨ી૨, કયાં વાણી, કયાં કર્મ, કયાં સ્ત્રી ને કુટુંબો–તેની સાથે તેને કાંઈ લેવા દેવા નથી. રખડતા બન્ને ભેગા થયા.
સંવત ૧૯૮૭માં કારતક મહિને અમારું ચોમાસું અમરેલી હતું. ત્યારે કુંવરજીભાઈના મનસુખનું ચિત્તલ સગપણ ક૨વા આણંદજીભાઈ આવ્યા હતા. આણંદજીભાઈ કુંવ૨જીભાઈના ભાગીદાર હતા. તેને દીકરા-દીકરી ન હતા. તે બન્ને પતિ-પત્નિ જ હતા. તેમણે પૂછ્યું-મહારાજ ! આ છે શું ! કયાંનો પુરુષ ને કયાંની સ્ત્રી તે બન્ને ભેગા થાય.. આ બધું શું ? મેં કહ્યું; જુઓ ભાઈ ! એવું છે કે–એક જીવ આવે થો૨માંથી અને એક આવે કીડામાંથી.. પછી બન્ને પતિ-પત્નિ તરીકે ભેગા થાય. એક-બીજાના મેળમાં આવો સંયોગ કર્મના ( ઉદયે ) થાય. ઓલો જીવ આવે કીડેથી અને બીજો જીવ આવે થો૨માંથી અને અહીં થઈ જાય પતિ પત્નિ. શેના પતિ-પત્નિ. કોણ પતિ ! કોણ પત્નિ ! ધૂળ-ધાણી ને ધૂમાડાનાં બાચકા છે. ધૂમાડાને પકડે તો પકડાય ? ધૂમાડાને ભરો કોથળામાં.. અરે ! ધૂમાડાના બાચકા ન ભરાય બાપુ!
તેમ આ ૫૨દ્રવ્યો તા૨ા નહીં પ્રભુ ! એની વાત તો કયાંય રહી ગઈ. કર્મ તારા નહીં. એ વાત પણ કયાંય રહી ગઈ. કર્મના લક્ષે અને તારી કમજોરીથી થતા પુણ્ય ને પાપના ભાવ એ તારું કાર્ય નહીં. તારે અને રાગાદિ કાર્યને કાંઈ સંબંધ ન હોવા છતાં રાગની સાથે સંબંધ માને છે. આહાહા ! ત્રિલોકનો નાથ આનંદમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ.. તે એમ માને છે કે રાગ સાથે મારે સંબંધ છે.. તેથી રાગ મારું કાર્ય અને તેનો હું કર્તા છું આવો મિથ્યાત્વભાવ-અનંત સંસા૨નું કારણ છે.
,,
મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો તે જ જીવ એમ પાઠ છે. “ તૃત્વ શૂન્ય લસિત:'
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk