________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
કલશાકૃત ભાગ-૨ કર્તા જીવદ્રવ્ય ” એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ૪-૪૯. પ્રવચન નં. ૬૦
તા. ૭-૮-'૭૭ કલશ-૪૯ : ઉપર પ્રવચન તવા જ yષ પુમાન કર્તૃત્વશૂન્ય: સિત.” તે કાળે જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ કર્મ કરવાથી રહિત થયો.”
આ અધિકાર જરા સૂક્ષ્મ છે. તેથી ધ્યાન રાખવું. આત્મા રાગથી અને કર્મથી તો ભિન્ન છે, પરંતુ દયા-દાન, પુણ્ય-પાપના ભાવ તેનાથી ભિન્ન પડેલો જીવ અર્થાત્ આત્માએ રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપનું ભેદજ્ઞાન કર્યું. ભગવાન ભેદજ્ઞાનથી ભિન્ન પડે છે. આહાહા ! આવી વાત છે.
અંદર પાઠમાં છે. જુઓ! “તિ ઉદ્દામ વિવેવસ્મરમદોમારે” અંદર રાગના ભાવથી એટલે કે જે પર્યાયબુદ્ધિ છે તેનાથી છૂટીને વિવેકપૂર્વક રાગથી ભિન્ન મહાભેદજ્ઞાન કર્યું. જ્યાં રાગથી ભિન્ન પડી પોતાના સ્વરૂપનો અંતર અનુભવ થયો તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. ઝીણી વાત છે બાપુ!
અરે! આ જીવો ચારગતિમાં દુઃખી છે એ દુઃખની દશામાં ડુબકી મારીને દુઃખી છે. આહાહા! જેમ પાણીમાં જીવતો માણસ અંદર પડે અને પછી ગૂંગળાય તેથી દુઃખ થાય.. તેમ અહીંયા રાગ-દ્વેષ ને મિથ્યાભ્રમમાં ડૂબકી મારી છે-વિકારમાં દુઃખ છે.
શ્રોતા- પૈસા ન હોય એ તો દુઃખી હોય ને? ઉત્તર:- અહીંયા પૈસાની વાતેય કયાં છે! એ તો ધૂળ છે.
આ શરીર, વાણી, પૈસા આદિ તેની તો વાતેય નથી. એ તો એના કારણે આવ્યા અને એના કારણે રહ્યાં છે. એ આત્માના છે જ કયાં? અહીં તો કહે છે–એ પુણ્ય ને પાપ, દયા–દાન, વ્રત-ભક્તિના ભાવ એ પણ પુદ્ગલના પરિણામ છે, તે આત્માના પરિણામ નહીં. આહાહા! જેને રાગથી ભિન્ન ભેદજ્ઞાન થાય છે તે તેને પુગલના પરિણામ માને છે. રાગના પરિણામ..નિમિત્તના લક્ષે થાય છે. તેના તરફના વલણથી થાય છે માટે તેના છે. મારો નાથ તો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન છે. આહાહા! આત્મા વ્યાપક છે તો તેનું વ્યાપ્ય તો નિર્મળ વીતરાગી પરિણામ છે. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે પ્રસરનારો-કરનાર. આહાહા! આત્મા વ્યાપક એટલે તે કરનાર અને તેનું કાર્ય તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ છે. તે આત્માનું વ્યાપ્ય છે.
અહીં પરમાત્મા એમ ફરમાવે છે કે માટી તે કર્તા-વ્યાપક અને ઘડો તેનું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk