________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
કલશાકૃત ભાગ-૨ હોઈએ તો રહેવાય ન હૈ.
હમણાં ફલટનમાં તેમણે કહ્યું કે-ટોડરમલ અને બનારસીદાસ તેઓ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરેરે... પ્રભુ! આ તું શું કહે છે. ભાઈ ! ટોડરમલ્લે અને બનારસીદાસે અધ્યાત્મની ભાંગ પીધી જેથી તેમણે આત્માના અનુભવની જ વાત કરી, તેમ જ રાગાદિના ત્યાગની વાત કરી. આહાહા ! ટોડરમલ્લ તો આચાર્યકલ્પ જેવા છેતેઓ આચાર્ય કે મુનિ નથી.
શ્રોતા:- આ બધા પંડિતો ટોડરમલ્લજીની ટીકા વાંચીને જ પંડિત બન્યા છે.
ઉત્તર- હા, વાંચીને બન્યા છે. ગોમ્મસારના અર્થ તેમણે (સમ્યજ્ઞાન ચંદ્રિકા) ટીકામાં કરેલા છે. મોક્ષમાર્ગ પ્રકાશક પણ તેમણે વાંચ્યા છે. હવે જ્ઞાનીઓને આવા ઠરાવે.. તેને કોઈ પૂછનાર ન મળે ! વીતરાગના વિરહ પડયા, કેવળજ્ઞાનની ઉત્પત્તિનો અભાવ થયો.
ત્રણ વાત કરી. (૧) રાગ ને આત્માની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનભાવરૂપ કર્તાકર્મની બુદ્ધિ.
(૨) જીવવસ્તુ સર્વથા પરદ્રવ્યથી અર્થાત્ દયા-દાનરૂપ ભાવકર્મ, જડકર્મ એટલે દ્રવ્ય કર્મ અને નોકર્મ તેનાથી સર્વથા ત્યાગબુદ્ધિરૂપ અને સ્વ સ્વભાવના આસ્વાદરૂપ છે.
(૩) જેમાં આનંદનો આસ્વાદ આવે છે તે સ્વ ચીજ છે. તે કેવી છે? એ તો વિજ્ઞાનઘન શુદ્ધજ્ઞાનનો સમૂહ છે.
એ વિજ્ઞાનઘન સ્વભાવ કેવો છે? જીવ વસ્તુ આત્મા તે શુદ્ધજ્ઞાનનો સમૂહ છે. એ “સ્વભાવમ્” જેનું સર્વસ્વ છે. વિજ્ઞાનઘન જ જેનું સર્વસ્વ છે. આહાહા ! એ દયા-દાનવતના વિકલ્પો એનું સ્વરૂપ જ નથી. એનામાં છે જ નહીં.
વળી કેવો છે “સ્વ”? “પરમ” સદા શુદ્ધ સ્વરૂપ છે.” આત્મા તો સદાય શુદ્ધ પવિત્ર પ્રભુ છે. પુણ્ય-પાપના ભાવ તો અશુદ્ધ અને મલિન છે. જીવ છે તે તો સદા શુદ્ધ સ્વરૂપ છે અને પુણ્ય-પાપના ભાવ તો અશુદ્ધ છે-મલિન છે.
“સમયાન્ત” (જીવ વસ્તુ શુદ્ધ ચિતૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. જેમાં કોઈ ભય નથી તેવો ભગવાન આત્મા શુદ્ધ છે. તેવા આત્માને સાત ભયથી રહિત અનુભવે છે-આસ્વાદે છે તેવો જીવ છે. તેને અહીંયા આત્મા કહીએ, જીવ કહીએ. ગઈ કાલે કોઈનો પ્રશ્ન આવ્યો તો ! તમે ઘડીકમાં આત્મા કહો છો. ઘડીકમાં વસ્તુ કહો છો... ઘડીકમાં જીવ કહો છો. તો શું છે ? એ આત્માને વસ્તુ (પણ) કહીએ.. , આત્માને જીવ (પણ) કહીએ. આત્માને આત્મા કહીએ, અને આત્માના ત્રિકાળ સ્વભાવને પરમાત્મા પણ કહીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk