________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
કલશામૃત ભાગ-૨ ઉત્પન્ન કરી તેનો અર્થ જ ટીકામાં એવો કર્યો કે-એ અજ્ઞાનરૂપ જ છે. (આત્મા) કર્તા અને અજ્ઞાન કર્મ એમેય નહીં.
આનંદનો નાથ ભગવાન તેને રાગથી ભિન્ન પાડીને. આત્માનો અનુભવ કરવો તે આનંદનો અધ્યાસ છે-એ ધર્મનો અધ્યાસ છે. રાગની સાથે એકતાબુદ્ધિ તે અજ્ઞાનનોદુઃખનો અધ્યાસ છે.
પૈસામાં મને ઠીક પડે છે એવું જે દુ:ખ તેનો તેને અભ્યાસ થઈ ગયો છે. અહીં કહે છે–પૈસામાં, બાયડીમાં, આબરૂમાં, કીર્તિમાં કયાંય સુખ નથી. એ તો બધા પરણેયો છે. તેના ઉપર લક્ષ જતાં તો રાગ થાય છે.
શ્રોતા- એ બધા દુઃખના નિમિત્તો તો ખરા ને?
ઉત્તરઃ- દુઃખના નિમિત્તનો અર્થ તો આપણે કર્યો હતો. નિમિત્ત એટલે કંઈ કરે નહીં. તેનું નામ નિમિત્ત. દુઃખની દશા તો જીવ પોતે અજ્ઞાનભાવે કરે છે તેમાં આ બધા નિમિત્ત છે. નિમિત્ત એટલે કાંઈ કરતું નથી.
શ્રોતા- એ ચર્ચા તો ઘણી આવી. નિમિત્ત કંઈ કરતું નથી એ તો મોટી ભ્રમણા છે.!
ઉત્તર- નિમિત્તથી થાય તેમ માને એ મૂઢ મિથ્યાષ્ટિ છે. તે દ્રવ્યની તે ક્ષણે પોતાથી ઉત્પન્ન થવાવાળી પર્યાય તે નિમિત્તને લઈને થઈ, નિમિત્ત હતું માટે થઈ તે તદ્ન મિથ્યા ભ્રમણા અજ્ઞાનીની છે. શ્રી બનારસીદાસે દોહામાં કહ્યું છે-“ઉપાદાન કો બલ જહાં નહીં નિમિત્તકો દાવ.” જ્યાં પોતાની પર્યાય પોતાથી થાય છે ત્યાં ઉપાદાનનું બળ છે. નિમિત્તનો દાવ કયારેય આવ્યો જ નથી. આહાહા.! આવી વાત કોણ માને ભાઈ ! અત્યારે તો પ્રરૂપણા પણ એવી અને સાંભળનારા પણ એવા બધા. આહા ! આ તો માર્ગ જ જુદો છે ભાઈ !
વળી કેવી છે જીવવસ્તુ? “તિ પર્વ સમ્પતિ પરદ્રવ્યક્તિ પર નિવૃત્તિ વિર વચ્ચે સ્વં શાસ્તિનુવાન:” આટલા પૂર્વોક્ત પ્રકારે વિદ્યમાન પર વસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી સર્વથા ત્યાગબુદ્ધિ મૂળથી કરીને “સ્વ”ને અર્થાત્ શુદ્ધ ચિતૂપને આસ્વાદતી થકી.” શું કહે છે? એક બાજુ ભગવાન આત્મા આનંદનો નાથ છે અને એક બાજુ પુણ્ય-પાપના ભાવ, વાણી, મન પર વસ્તુ છે તે આકાશના ફૂલની પેઠે નથી એમ નથી એમ કહે છે. પરવસ્તુ એટલે જડ દ્રવ્યકર્મ, ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ-શુભ જોગ આદિ અને નોકર્મ એટલે શરીર, વાણી, મન તેનાથી સર્વથા ત્યાગ બુદ્ધિ. -અનંતવાર બહારનો એવો ત્યાગ કરીને મરી ગયો. ભાષા જુઓ! ‘નિવૃત્તિ ' સ્વરૂપની ગ્રહણબુદ્ધિ અને રાગની ત્યાગબુદ્ધિ તેનું નામ નિવૃત્તિ. સમકિતીને તો આ બધામાં સર્વથા ત્યાગબુદ્ધિ હોય છે. દયા-દાન, વ્રત, ભક્તિના પરિણામ એ બધા પદ્રવ્ય છે. ગજબ વાત છે ને!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk