________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૫ પ૨વ્યાત નિવૃત્તિ”. શુદ્ધ (ત્રિકાળ) ઉપાદાન એવો આનંદનો નાથ તે ઉપાદેય છે અને પર દ્રવ્યો જે દયા-દાન, વ્રતના પરિણામ તે પરદ્રવ્ય છે. તેનાથી સર્વથા નિવૃત્તિ છે.
શ્રોતા:- પહેલાં પરિણામને બહુ મંદ પાડે.. તો તેનો ત્યાગ થાય ને?
ઉત્તર- પરિણામને એ મંદ પાડે માટે છૂટે એમ નહીં. (અનુભવમાં) પરની અપેક્ષા છે જ નહીં. સમ્યગ્દર્શનમાં સ્વની અપેક્ષા છે અને પરની અપેક્ષા છે જ નહીં. આવી વાત આકરી પડે ભાઈ ! અત્યારે અભ્યાસ જ ઉંધો થઈ ગયો છે. “વાડા બાંધી બેઠા રે... પોતાનો પંથ કરવા રે...', વીતરાગ માર્ગ શું છે તેની ખબર નથી.
પહેલો શબ્દ છે (તિ) એટલે આટલા, (ર્વ) અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે (સઋતિ) વર્તમાન વિદ્યમાન છે. પરવસ્તુ. શું કહે છે-દ્રવ્યકર્મ એટલે જડકર્મ, ભાવકર્મ-પુણ્યપાપના ભાવ, અને નોકર્મ એટલે વાણી તેનો મૂળથી સર્વથા ત્યાગ કરીને. સમ્યગ્દષ્ટિએ રાગનો સર્વથા-મૂળથી ત્યાગ કર્યો છે અને સ્વરૂપને ઉપાદેય કર્યું છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપમાં પ્રવૃત્તિ છે અર્થાત્ તેનો આદર છે અને એ સિવાય જેટલા રાગાદિ છે તે સર્વે પરદ્રવ્ય છે. અને તેનાથી સર્વથા નિવૃત્તિ છે.
આહાહા ! સમ્યગ્દષ્ટિની સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ છે અને પરદ્રવ્યથી નિવૃત્તિ છે. લોજીકથી અને ન્યાયથી પકડે તો પકડાય એવું છે. આગ્રહ એવા (ઉંધા) પડયા છે અને પ્રરૂપણા પણ ઉંધી મિથ્યાત્વની ચાલે છે. વ્રત કરો, અપવાસ કરો અને પડિમા લ્યો તો ધર્મ થશે. પ્રરૂપણા જ મિથ્યાત્વની છે. આહાહા ! એ છે રાગની ક્રિયા અને તેને ધર્મ માનીને કરે છે. અહીં કહે છે-આવી ક્રિયાથી તો સમ્યગ્દષ્ટિને સર્વથા નિવૃત્તિ છે-તેમાં સર્વથા ત્યાગબુદ્ધિ છે. નિવૃત્તિનો અર્થ કર્યો ત્યાગબુદ્ધિ.
હવે (આત્માના) આદરની વાત કહે છે. (સ્વ) સ્વને અર્થાત્ શુદ્ધ ચિતૂપ જ્ઞાનરૂપ પવિત્ર ભગવાન તેના આનંદને આસ્વાદતી જીવ વસ્તુ.
જીવ વસ્તુ કેવી છે? જીવવસ્તુરૂપ જે ભગવાન આત્મા અર્થાત્ પોતાના સ્વરૂપના આનંદને આસ્વાદતી થકી વિદ્યમાન છે અને તેને રાગાદિના વિદ્યમાનપણાથી સર્વથા ત્યાગબુદ્ધિ છે. અતીન્દ્રિય આનંદના અનુભવને આસ્વાદતી જીવ વસ્તુ છે.
કેવો છે “'? વિજ્ઞાન સ્વભાવમ” શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે સર્વસ્વ જેનું એવો છે.” પહેલાં આનંદ નાખ્યો 'તો! હવે જ્ઞાન અને આનંદનો અનુભવ નાખ્યો. હવે આવો માર્ગ સાંભળવો કઠણ પડે તેથી એકાંત લાગે. એકાંત છે. એકાંત છે તેમ કરીને આત્માને કાઢી નાખે. કહે છે-ચીજ કેવી છે? એ તો વિજ્ઞાનઘન શુદ્ધજ્ઞાનનો સમૂહ છે. આત્મા તો એકલો જ્ઞાનનો પિંડ છે. તે જ્ઞાતાદેખાનો ભંડાર છે. વસ્તુમાં દયા-દાનનાં વિકલ્પનો તો અવકાશ જ નથી એ વસ્તુમાં છે કયાં? આહા ! આવી વાતું! વાડામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk