________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૧૯૯ અર્થાત્ કાર્ય છે. કુંભાર તેનો વ્યાપક-કર્તા અને ઘડો તેનું કાર્ય એમ નથી પ્રભુ ! ઘડો છે તે માટીનું કાર્ય છે પરંતુ કુંભારનું કાર્ય નથી. કુંભારે ઘડો કર્યો જ નથી. બન્ને દ્રવ્યો ભિન્નભિન્ન છે. ભિન્ન-ભિન્ન દ્રવ્યના કાર્યનો કર્તા ભિન્ન દ્રવ્ય હોઈ શકે નહીં.
“તે કાળે” એમ પાઠમાં શબ્દ છે ને? “તે કાળે”નો અર્થ-જે કાળે રાગને વિકલ્પના ભાવથી ભિન્ન પડે છે-ભેદજ્ઞાન કરે છે તે કાળે તે જીવ કર્મથી રહિત થાય છે.
T પુમાન” જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો. અનાદિકાળથી તે એમ માનતો હતો કે આ રાગ મારું કર્તવ્ય અને એ રાગાદિનો હું કર્તા તે મિથ્યાત્વભાવ હતો. મિથ્યા એટલે જૂઠી દૃષ્ટિપણે થયો હતો. હવે તે જ જીવ “તે કાળે” મિથ્યાત્વથી ભિન્ન પડે છે. માર્ગ ઘણો સૂક્ષ્મ અને અપૂર્વ છે. ભાઈ ! અનંતકાળથી ચોરાશીના દરિયામાં ભવસિંધુમાં રખડયો, જેને પરમાત્મા ભવાબ્ધિ કહે છે. ભવરૂપી અબ્ધિ અર્થાત્ સમુદ્ર. ઓહોહો....! તેણે કયાં-કયાં ભવ કર્યા! કેવા કેવા દુઃખના ભાવથી તે રખડી મર્યો છે.. એમ પ્રભુ કહે છે.
આ વાત એકવાર સાંભળ પ્રભુ ! આ રાગના ભાવ મારું કાર્ય છે અને તે રાગનો હું કર્તા છું એવું મિથ્યાત્વપણે પરિણમન હતું. હવે તે કાળે તેનાથી ભિન્ન પડે છે. ભાઈ ! ઝીણી વાત છે. શું થાય! અત્યારે તો આ વાત લોકોને આકરી પડે છે.
પ્રશ્ન- આ દયા-દાન, વ્રત-તપ કરીએ તો ધર્મ થાય?
ઉત્તર- અરે... પ્રભુ! સાંભળ ભાઈ ! એ દયા-દાન, વ્રત-તપનો વિકલ્પ એવો રાગ તે મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એ મિથ્યાત્વપણે પરિણમન છે. આવી વાત છે ભાઈ ! શું થાય!
અરે...! ભરતક્ષેત્રમાં પરમાત્મા નહીં. ભગવાનના વિરહ પડ્યા. ભગવાન તો એ પોતે જ છે એનો એને વિરહ હતો. આ પુણ્યને પાપના ભાવ મારું કર્તવ્ય-કાર્ય છે એમ માનવાથી તેને ભગવાનનો વિરહ હતો. કયા ભગવાનનો ? પરમાત્મા તો ત્યાં છે, તેને આ આત્માનો વિરહ હતો. તેને અનાદિથી પોતાના ચિદાનંદ પરમાત્મ સ્વરૂપનો વિરહ છે ને? અનાદિકાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો. તેથી અરેરે તેને આત્માના વિરહ પડ્યા 'તા. રાગનો સંયોગ હતો. સંયોગી એવો રાગભાવ મારું કર્તવ્ય છે એમ કર્તા થઈને મિથ્યાત્વરૂપે પરિણમતો હતો. ભાષા તો સાદી છે.
આ શેઠ કહે છે. હવે બરોબર પકડાઈ છે. આ તો પકડાઈ એવી વાત છે બાપા! આ કોઈ પક્ષની વાત નથી. આ વાતને ખ્યાલમાં લઈ એના જ્ઞાનમાં નિર્ધાર તો કરે... કેરાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એ તો મિથ્યાત્વભાવ છે. કેમકે રાગ છે તે તો નિશ્ચયથી પુગલના પરિણામ છે; પુદ્ગલ જ છે. ગજબ વાત છે.
રાગ અર્થાત પુણ્યના દયા-દાન, વ્રત-ભક્તિ આદિના ભાવ એ મારું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk