________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં. ૬૧
કલશામૃત ભાગ-૨ તા. ૮-૮-'૭૭
“વિવરણ- વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે.”
વિવરણ એટલે કે જે વાત થઈ ગઈ છે તેને સ્પષ્ટ–ચોખ્ખી કરે છે. શું કહે છે? “વ્યાપક દ્રવ્ય પરિણામી”–આત્મા. આત્મા છે તે દ્રવ્ય છે. વસ્તુ છે અને પરિણામી અને વ્યાપક કહે છે. વ્યાપક એટલે પ્રસરનાર દ્રવ્ય.
પ્રશ્ન- દ્રવ્ય તો અપરિણામી છે ને?
ઉત્તર:- અહીંયા તો ભેદથી કથન છે તે વાત છે. અભેદથી પછી કહેશે. વ્યાપક દ્રવ્યપરિણામી આત્મા, પોતાના પરિણામનો કર્તા હોય છે.
શું કહે છે? આત્મા એ વસ્તુ છે. વ્યાપક અર્થાત્ તે કાયમ રહેનારી ચીજ છે... અને એના પરિણામ છે એ ધર્મના છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પરિણામ છે એ પરિણામીના પરિણામ છે. એ પરિણામી દ્રવ્યના પરિણામ છે. કર્મના પરિણામ થાય વિકારી, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ એ આત્માના પરિણામ નહીં. કારણ કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવનો પિંડ છે. ચૈતન્ય દ્રવ્ય દ્રવે તો તેમાંથી ચૈતન્યપણું આવે, રાગ પણું તેમાં કયાંથી આવે ?!
ચૈતન્ય વસ્તુ છે એ ઉપર જેની દૃષ્ટિ પડી એ ધર્મીના પરિણામમાં વિકાર પરિણામ હોઈ શકે નહીં એમ કહે છે. તેના પરિણામ તો નિર્મળ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે વીતરાગી પરિણામ તે પરિણામી દ્રવ્યના એ પરિણામ છે. દ્રવ્ય વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય નામ કાર્ય છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય તે વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા વ્યાપક નામ કારણ એમ નથી.
આહાહા!ચેતનદ્રવ્ય જે વસ્તુ છે તે અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એને જ્યારે પરિણામી કહીએ ત્યારે પોતાના (નિર્મળ ) પરિણામનો તે કર્તા કહેવાય છે. એ પરિણામ અંતરમાં જતાં, (સત્) દષ્ટિ થતાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે. આ તો વીતરાગી સંતોની વાણી છે ભાઈ !
આહાહા! વસ્તુ પોતે વ્યાપક નામ કર્તા અને સમ્યગ્દર્શન જ્ઞાન આદિ વીતરાગી પરિણામ તે તેનું વ્યાપ્ય નામ તેનું કાર્ય છે. દ્રવ્ય પરિણામી પોતાના પરિણામનો કર્તા અને વ્યાપ્ય-પરિણામ તેનું કાર્ય છે. જે વીતરાગી નિર્મળ પર્યાય થઈ તે કાર્ય અને દ્રવ્ય કર્તા આવો ભેદ કરવામાં આવે છે.
અહીં શું કહે છે! દ્રવ્ય વસ્તુ છે, નહીં બદલનારી ત્રિકાળી ચીજ છે. અને જે બદલે છે તે પરિણામ તેના છે. બદલનારો આત્મા નથી. તે તો ત્રિકાળ વસ્તુ છે. હવે જે આ પરિણામ છે તે એનું વ્યાપ્ય નામ કાર્ય છે. આવો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk