________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
કલશામૃત ભાગ-૨ સમજાણું કાંઈ? ભાષા તો જુઓ!
અહીં આચાર્યદેવ કહે છે કે આ ટીકા કરવાનો જે વિકલ્પ ઊઠયો છે તે દુઃખ છે. તેનાથી અમે નિવૃત્ત છીએ. શ્રી કુંદકુંદાચાર્ય મુનિરાજ દિગમ્બર સંત! અતીન્દ્રિય આનંદને પ્રચુર વેદનારા. તેઓ સમયસારની પાંચમી ગાથામાં કહે છે. અમારા અનુભવની મ્હોર છાપ શું? ટ્રેડમાર્ક શું? આત્માનું સમ્યગ્દર્શન થાય અને તેનો અનુભવ થયો તેની મ્હોર છાપ શું? અતીન્દ્રિય આનંદનું વેદન થયું તે અનુભવની મ્હોર છાપ છે. તે સમ્યગ્દર્શનની મ્હોર છાપ છે. દિગમ્બર સંતોને, વીતરાગી મુનિઓને પર્યાયમાં અતીન્દ્રિય આનંદ ઉછળી ગયો છે. તે કહે છે કે પુણ્યનો વિકલ્પ છે તેનાથી અમે નિવૃત્ત છીએ. અતીન્દ્રિય આનંદના વેદનમાં અમને કલેશ નથી.
કેવો છે કલેશ? જ્ઞાનોસ્થિત વર્તુર્મવેત્તનાત્” (અજ્ઞાન) જીવ-કર્મના એક સંસ્કારરૂપ જૂઠા અનુભવથી (સ્થિત) નીપજી છે (વર્તુર્મતનાત્) “જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ” એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે.” ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. અને આ પુણ્ય-પાપના ભાવ રાગ સ્વરૂપ છે. તેને કર્મસ્વરૂપ કહો કે રાગસ્વરૂપ કહો તે બન્ને એક (જાત) છે. આ દયા-દાનનો જે વિકલ્પ ઊઠયો એ અને આત્મા એક છે તેવા જૂઠા અનુભવથી (વિપરીત પ્રતીતિ) નીપજી છે.
શું કહે છે? રાગ અને આત્માની એકત્વબુદ્ધિથી અર્થાત્ જીવ કર્તા અને રાગ તેનું કાર્ય તેવા જૂઠા અનુભવથી નીપજ છે-ઉત્પન્ન થઈ છે વિપરીત પ્રતીતિ.
જ્ઞાનાનંદ પ્રભુનો જ્ઞાતાદેષ્ટા સ્વભાવ અને આ દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા, તપ-અપવાસ આદિ રાગરૂપ વિકલ્પો ઊઠે છે. તે બન્નેની એકત્વબુદ્ધિ તે અજ્ઞાન છે. જેને વસ્તુની ખબર નથી તેને જીવ કર્તા અને રાગનો ભાવ મારું કર્મ એવી વિપરીત પ્રતીતિ જેનું લક્ષણ છે તે અજ્ઞાનરૂપ જ છે પુણ્યના ભાવ અને આત્મભાવ બન્નેને એક માને તે અજ્ઞાનનું જ સ્વરૂપ છે.
અહીં તો અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ છે એમ સિદ્ધ કરવું છે. આત્મા જ્ઞાનાનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ છે. આવે છે ને... “સિદ્ધ સમાન સદા પદ મેરો”, એવા ચૈતન્યસ્વરૂપની સાથે રાગની એકતાબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે. અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે કર્તાકર્મની પ્રવૃત્તિ તે અજ્ઞાનભાવ જ છે. હવે આમાં પહોંચી શકે નહીં એટલે બિચારા બહારમાં ઝગડા ઉભા કરે. તે એમ કહે છે કે- શુભ ઉપયોગને હેય માને તો મિથ્યાત્વ છે. અહીં એમ કહે છે કે શુભ ઉપયોગને પોતાનો માને એ મિથ્યાત્વ છે-અજ્ઞાન છે. આહાહા ! ભગવાનનો મારગ આવી છે. બાપુ!
અહીંયા જિનેશ્વરદેવ પરમાત્માના કથનો દિગમ્બર સંતો આડતીયા થઈને જગતને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk