________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૯ આદર કરે તેને આત્માનો આદર નથી. એ જ દુઃખ છે. એ તો સમજાવવામાં કહેવાય કેઆ હેય છે. પણ રાગને જ્યાં હેય કરવા જાય ત્યાં તો વિકલ્પ ઉભો થાય છે. અહીંયા તો કહે છે-શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ પ્રભુ એવા ભગવાનના અંદર જ્યાં ભેટા થયા.... (ત્યાં રાગ હેય થઈ ગયો.)
પૂર્ણ પરમાનંદની મૂર્તિ પ્રભુ! અનાદિ અનંત એવો જે ભગવાન તેની અંતષ્ટિમાં જ્યાં ભેટા થયા તો એ કલેશથી નિવૃત્યો. દુઃખથી નિવૃત્યો. એક બાજુ દુઃખથી નિવૃત્યો તેમ કહે અને એક બાજુ એમ કહે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ નથી ત્યાં સુધી તેને દુઃખના ભાવ આવે છે. અને તે દુઃખને વેદે છે. હવે તેને દુઃખનું સ્વામિત્વપણું નથી પરંતુ દુઃખને વેદે છે. દુઃખ તેની પર્યાયમાં છે. એ કઈ અપેક્ષાએ? તેની કમજોરીથી ઉત્પન્ન થયેલો વિકલ્પ છે અને એ પર્યાયમાં દુઃખને વેદે પણ છે. (હવે તે જ સમયે) વસ્તુની દૃષ્ટિ તરીકે જુઓ તો (સાધક આત્મા ) દુઃખના ભાવથી નિવૃત્ત છે. વસ્તુના સ્વભાવથી અને વસ્તુની દૃષ્ટિથી જ્યાં જોઈએ તો.... દેષ્ટિના વિષયમાં વિકલ્પનું દુઃખ આવતું નથી. આવી વાતો તેને લોકો બિચારા કોની સાથે મેળવે!
લોકો તો આ (શરીરમાં) રોગ આવે અને નિર્ધનતા હોય તેને દુઃખ ગણે છે. એ દુઃખ નથી. એ તો દુઃખના નિમિત્તો છે. નિમિત્ત તેને કહીએ જે દુઃખ ઉપજાવે નહીં. બહારમાં નિર્ધનતા, શરીરમાં રોગ, કુટુંબનો નાશ થઈ જવો, એકલા રહેવું એ કોઈ દુઃખ નથી. દુઃખ તો અંદર પુણ્ય ને પાપના ભાવ ઉઠાવે છે તે દુઃખ છે.
આહાહા! અહીંયા કહે છે કે જેને સમ્યગ્દર્શન થયું તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આદર થયો તેને (આત્મા) ઉપાદેય થયો. તે પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ આદિના વિકલ્પોને દુઃખરૂપ જાણે છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો ભેટો થતાં વર્તમાન પર્યાયમાં આનંદ આવ્યો. તે અપેક્ષાએ વ્રત-ભક્તિ, દયા-દાન, પુણ્યના વિકલ્પ કરવા એ પણ દુઃખરૂપ છે. અને સાધક એ દુઃખથી નિવૃત્ત છે. કેમ કે આનંદનો નાથ જ્યાં તેને અનુભવમાં આવ્યો હવે તે ( સાધક ) દુઃખથી નિવૃત્ત છે. એ તો અતીન્દ્રિય આનંદના વેદન સહિત છે અને દુઃખના વેદનથી રહિત છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ હવે.! અહીં તો હજુ સમ્યગ્દર્શન શું છે તેનું ભાનેય ન મળે અને પડિમા ને મહાવ્રત લઈને બેસી જાય. (સર્વજ્ઞ તેને) બાળવ્રતને બાળતપ કહે છે. તે દુ:ખરૂપ દશા છે.
અહીં પરમાત્મા જિનેશ્વરદેવ કહે છે-આત્મા વીતરાગ સ્વભાવે બિરાજમાન છે. જેનો વીતરાગી અતીન્દ્રિય આનંદ સ્વભાવ છે તેવો પ્રભુ આત્માનો જેને અનુભવ થયો તેને આનંદનું વેદન થયું. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં તે કલેશથી નિવૃત્ત થયો. તે હવે આનંદથી સહિત છે અને દુઃખથી રહિત છે–આ અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk