________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
નિમિત્ત કહેવામાં આવતું નથી, નહીંતર તો તે ઉપાદાન થઈ ગયું.
“ ભાવાર્થ આમ છે કે-જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનભવ થાય છે ત્યારે સકળ ૫૨દ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે.” જુઓ, ભાવકર્મને ૫૨દ્રવ્ય કહ્યું. દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ તે ૫૨દ્રવ્ય છે. તે પોતાનું સ્વરૂપ નહીં. અહીં ત્રણે ૫૨દ્રવ્ય છે. (૧) નોકર્મ-શરીર, વાણી તે ૫૨દ્રવ્ય. ( ૨ ) દ્રવ્યકર્મ-આઠ કર્મ જડ તે ૫દ્રવ્ય. (૩) ભાવકર્મ-પુણ્ય-પાપના ભાવ તે ૫રદ્રવ્ય.
ધર્મી જીવને સંયોગમાં ૫૨ ચીજ હોય છે પરંતુ તે તેનાથી ઉદાસીન છે. તે હું નહીં. મારું આસન તો રાગથી, કર્મથી, દેહથી ભિન્ન છે. મારી સત્તા તેનાથી ભિન્ન છે.
૧૮૭
આહાહા ! દયા-દાન, વ્રતના પરિણામને અહીંયા ૫૨દ્રવ્ય કહ્યું છે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવને અહીંયા ૫દ્રવ્ય કહ્યું છે. કેમકે પુણ્ય છે તે રાગ (આસ્રવ ) છે. અત્યારે આ ચાલતું નથી એટલે લોકોને આકરું લાગે. જીવોને સાંભળવા પણ મળતું નથી. શુભજોગ કરતાં-કરતાં ધર્મ થાય તેવી વાતો ચાલે છે... લોકો બિચારા શું કરે ? અહીં તો કહે છે–શુભ જોગ છે તે ૫૨દ્રવ્ય છે. શુભભાવ નીકળી જાય છે તેથી તે કયાં એની ચીજ છે ! સિદ્ધ થયો તો પુણ્ય કયાં રહ્યું ? પુણ્ય-વિકલ્પ બધું ૫દ્રવ્ય છે અને ધર્મી તેના પ્રત્યે ઉદાસીન રહે છે.
પ્રવચન નં. ૫૯
તા. ૫-૮- ’૭૭
જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. ” શું કહે છે–આત્મા શુદ્ધ પવિત્ર નિર્મળ છે.. એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થતાં આત્માનો અનુભવ થાય છે ત્યારે તેની દશામાં શાંતિનો, જ્ઞાનનો અનુભવ થાય છે.. ત્યારે તે સમ્યગ્દષ્ટિ થયો. ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપે શુદ્ધ અને પવિત્ર છે; તેની પ્રતીત અને અનુભવ થતાં તે ધર્મી દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મથી ઉદાસીન થયો. ભાવકર્મ પ્રત્યે પણ ઉદાસીન થયો. અહીં દયા-દાન-વ્રતભક્તિનો પુણ્યભાવ અને હિંસા-જૂઠ-ચોરી વિષયભોગના પાપભાવને ૫૨દ્રવ્ય કહ્યાં છે. હવે તેને દ્રવ્યકર્મ-નોકર્મ અને ભાવકર્મ પ્રત્યે આદર રહેતો નથી. અરે ! તે ભાવકર્મ પ્રત્યે પણ ઉદાસીન છે એમ કહે છે.
66
ચૈતન્ય સત્તા જ્ઞાયકભાવના અંતરના આશ્રયથી થયેલી એવી અંતર્દશા પ્રગટ થતાં તેને શુદ્ધ ચૈતન્ય આત્મા હવે ઉપાદેયપણે રહે છે. જડકર્મ, દયા-દાન, પુણ્ય-પાપના ભાવ તેના પ્રત્યે તે ઉદાસીન રહે છે એટલે કે તેનો જાણનાર છે. એ જાણનાર થયો તે ૫૨ને પોતાનું માનતો નથી. ૫૨ને પણ ઉદાસીન રીતે જાણે છે. આનું નામ ધર્મ છે.
આનંદસ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ એટલે શાશ્વત; જ્ઞાન ને આનંદનો ભંડાર છે. આવા પ્રભુ ઉ૫૨ દૃષ્ટિ આપતાં... એટલે કે ૫૨થી વિમુખ થઈ અને પૂર્ણ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk