________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૧ જાહેર કરે છે. આહા. હા! આવી વાત પ્રભુ બીજે કયાંય નથી. બધા ભલે ધર્મના નામ ધરાવતા હોય. પરંતુ એ વેદાંત અને શ્વેતામ્બરમાં આ વાત નથી. અત્યારે તો દિગમ્બર સંપ્રદાયમાં પણ ગોટા ઉઠયા છે. ઘરમાં આગ લાગી છે. અરેરે...!
અહીં કહે છે-“વનના” એટલે વિપરીત પ્રતીતિ-વિપરીત અનુભવ-અભ્યાસ. શું કહ્યું? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ કર્તા-કર્મનો વિપરીત અભ્યાસ. એટલે શું? અંદર પ્રભુ આત્મા છે તે અતીન્દ્રિય આનંદનો પિંડ છે અને અતીન્દ્રિય જ્ઞાનનો પુંજ છે તેને જીવદ્રવ્ય કહે છે. એવા જીવદ્રવ્ય સાથે આ રાગ મારો એવી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની બુદ્ધિ તે અજ્ઞાનસ્વરૂપ છે. અથવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અંદર પાઠમાં છે કે નહીં? અત્યારે તો લોકોએ આખી વાતને બહુ ફેરવી નાખી. અજૈન ધર્મને જૈનધર્મના નામે ગોઠવી દીધો. આ પડિમા લીધી, વ્રત લીધા, તપ કર્યા, આ બાયડી છોકરાં છોડ્યાં અને આ લુગડાં (કપડાં) ફેરવ્યા તો થઈ ગ્યો ધર્મ. ધૂળેય ધર્મ નથી સાંભળને હવે! અંદરમાંથી જે કાંઈ એકત્વબુદ્ધિ છોડવી જોઈએ તે તો છોડી નથી.
મુદ્દાની રકમમાં જોઈએ તો ચિદાનંદ પરમાત્મસ્વરૂપ આત્મા જે ધ્રુવ આનંદનો નાથ છે તેની સાથે કૃત્રિમ રાગની એકતા તો છોડી નથી. ઉલ્ટાનું તેણે એમ માન્યું છે કેઆ વ્રત, તપ, ભક્તિ આદિ રાગની ક્રિયા કરીએ છીએ તે ધર્મ છે. અને ધર્મનું કારણ છે આમ અજ્ઞાનીએ માન્યું છે. આવી વાત આકરી પડે પણ શું થાય ભાઈ ! મારગ તો આ છે.
અહીં તો કહે છે વિપરીત માન્યતાની ભાંગ પીધી છે. ભાગ્યશાળી હોય તે આ વાત સાંભળવા આવી જાય છે. પહેલાં સમ્યજ્ઞાન શું છે તેનો નિર્ણય તો કર... એ મૂળ રકમ છે.
અહીં કહે છે“નૈનાત” એટલે અનાદિનો તેને એવો ક્યો અનુભવ થઈ ગયો છે? શુભ વિકલ્પ જે રાગ છે તે મારી ચીજ છે તેવા અનાદિના સંસ્કાર અને અભ્યાસ થઈ ગયો છે. તેને લઈને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની બુદ્ધિ કે-આ રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એવી બુદ્ધિ અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે. મારગ બહુ જુદો બાપુ!
આહાહા ! લોકોને બીજે રસ્તે ચડાવ્યા એટલે આ વાત તેને કઠિન લાગે. આ કોણ કહે છે? ભગવાન કહે છે, શાસ્ત્ર કહે છે. તે કહે-સોનગઢવાળાએ એકલું નિશ્ચય અને નવું કાઢયું. વ્યવહારને ઊડાડ્યો.. અને નિશ્ચયાભાસ છે તેમ કહે છે. કહો બાપુ કહો.. તને તારી ખબર નથી પ્રભુ!
આહાહા ! એ આનંદકંદ પ્રભુ છે-જ્ઞાનનો સાગર છે. “ચિતૂપોડહું મારું સ્વરૂપ તો જ્ઞાનરૂપ છે. જ્ઞાનરૂપ સ્વ. રૂપમાં રાગના વિકલ્પની ગંધ નથી. આહાહા! રાગની ગંધ વસ્તુમાં કયાંથી હોય? તેમાં તો વીતરાગતા પડી છે. આત્માનો સ્વભાવ તો રાગ રહિત વીતરાગ મૂર્તિ છે.
રાગ સાથેના એકત્વનો અભ્યાસ છે. અરે! તેં અધ્યાસ કર્યો છે. તે તેને એકપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk