________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
આદિ બધા મિથ્યામાર્ગ છે.
કલશામૃત ભાગ-૨
શ્રોતા:- નિમિત્તમાં બે ભેદ કર્યા.. (૧) ઉદાસીન (૨) પ્રેરક.
ઉત્તર:- ખરેખર તો એકની એક જ વાત છે. એ તો જે દ્રવ્ય ઇચ્છાવાન તેમ જ ક્રિયાવાન તે જે નિમિત્ત થાય તેને પ્રે૨ક નિમિત્ત કહેવાય છે. બાકી પ્રેરક નિમિત્ત પણ ઉદાસીન છે. શ્રી પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશમાં પાંત્રીસ નંબરની ગાથામાં કહે છે કેબધા નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે. નિમિત્ત ૫૨માં કાંઈ કરે એવું છે નહીં. જ્યારે જીવ અને શરીર ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તને લઈને જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેમ નથી. અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો છે.
અહીં તો કહે છે આ ધજા ફરકે છે તેમાં પવન છે તે નિમિત્ત છે.. પરંતુ પવનથી ધજા ફરકતી નથી. ધજાની પર્યાયનો ફરકવાનો કાળ છે ત્યારે તેમાં પવનને નિમિત્ત કહેવામાં આવે છે. પવનથી ધજા ફરકે છે.. તેવું ત્રણ કાળમાં બનતું નથી. એ તો ઇચ્છાવાન પ્રાણી કે ક્રિયાવાન દ્રવ્ય સ્વયં ગતિ કરતા હોય તેમાં જે નિમિત્ત થાય તેને પ્રે૨ક નિમિત્ત કહે છે. બાકી તો બધા નિમિત્ત ઉપાદાનમાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ છે. અમે બધી દુનિયા જોઈ જાણી છે ને ! અમને બધી ખબર છે. ચોસઠ વર્ષ તો દિક્ષા લીધી તેને થયા. આ શરીરને અઠ્ઠયાસીમું ચાલે છે. આ તો કોમળ શરી૨ છે અને સાથે પુણ્ય છે તો ઉંમર દેખાતી નથી.
અમારે પાલેજમાં દુકાન હતી. ત્યાં એક બ્રાહ્મણ વેદાંતી બહુ હોંશિયાર તે અમારી દુકાનનો ગ્રાહક હતો. તે વેદાંતની વાતો કરે.. તેના શિષ્યો તેને પગે લાગે. તે તદ્દન જૂઠો. તેને એક વખત મેં કહેલું કે–જૈન ૫૨મેશ્વરે કહેલો માર્ગ છે તે જ સાચો છે, તે સિવાય કોઈ માર્ગ સાચા નથી. આ તો સંવત ૬૫-૬૬ની વાત છે. એક વખત એક કબીરનો સાધુ અને એક વેદાંતનો સાધુ ધર્મશાળામાં આવેલા. પાલેજ અમારી દુકાન છે તેની પાછળ મોટી ધર્મશાળા છે ત્યાં મોટી ચર્ચા થઈ. અમે જૈન લોકો સાંભળવા ગયેલા. ત્યારે અમારી નાની ઉંમર ૧૭–૧૮ વરસની હતી. આ તો સીત્તેર વર્ષ પહેલાની વાત છે.
વેદાંતી કહે–આ સૃષ્ટિ ઈશ્વરે રચી છે.
કબીરનો સાધુ કહે ઈશ્વરે કયાં ઉભા રહી અને આ સૃષ્ટિ કરી છે.
ઉભા હતા તો કોઈ ચીજ તો હશે ને? તેના ઉપર ઉભા હશે ને ? અને ઇશ્વરને બનાવ્યા કોણે ?
વેદાંતી કહે-મારો શિષ્ય બને તો તને સમજાઉં!
કબીરનો સાધુ કહે-પહેલાં કહે તો ખરો કે શું છે ? એમને એમ ન ચાલે. અહીં તો ન્યાયથી વસ્તુની સ્થિતિ છે.
અહીં તો કહે છે–નિમિત્ત હોય પણ તે પરમાં (ઉપાદાનમાં) કંઈ કરે તો તેને
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk