________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૩ આગમમાં પણ એમ સિદ્ધાંત છે. ઇન્દ્ર ને-ઇન્દ્રાણી બન્ને એક ભવાવતારી છે. એક ભવ પછી પતિ-પત્નિ બન્ને મોક્ષ જવાવાળા છે. તે ભગવાનની વાણી સાંભળવા આવે છે તે વાણી કેવી હોય બાપુ!
મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ પરમાત્મા એવા શ્રી સીમંધર ભગવાન બિરાજે છે. તેમને ૫૦૦ ધનુષ્યનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. ભરતક્ષેત્રના મુનિસુવ્રત ભગવાન વખતે સીમંધર પ્રભુએ દિક્ષા લીધેલી. ભરતક્ષેત્રમાં આગામી ચોવીસીના તેરમા તીર્થંકર અહીંયા થશે ત્યારે તેઓ મોક્ષ પામશે. મહાવીર ભગવાન અત્યારે ણમો સિદ્ધાર્ણ થઈ ગયા. સીમંધર ભગવાન ણમો અરિહંતાણમાં છે. અત્યારે તેમને શરીર છે, વાણી છે. તેમને ચાર ઘાતિકર્મનો નાશ થયો છે અને ચાર અઘાતિકર્મ બાકી છે. આ એક ભવાવતારી ઇન્દ્ર ને ઇન્દ્રાણી અત્યારે સીમંધર ભગવાન પાસે તેમની ઓમ્ ધ્વનિ સાંભળવા જાય છે. એક ભવ પછી બન્ને મોક્ષે જવાના તે પાકું થઈ ગયું છે. તેઓ મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાનના ધારી છે. તે ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા જાય તે વાત કેવી હોય બાપુ! ધર્મની કથા અલૌકિક છે બાપુ! આ દયા પાળો ને તે કરો ને. તે તો કુંભાર પણ કહે. ભાઈ ! તરવાના મારગડા જુદા છે.
અહીં આચાર્ય ભગવાન શું કહે છે... જુઓ, જ્ઞાની થયો તે હવે જગતનો સાક્ષી થઈને શોભે છે. એટલે શું કહેવા માગે છે? ભગવાન આત્મા જ્યારે (પર્યાયમાં) આત્મજ્ઞાન પામે છે ત્યારે તે રાગભાવ, પુણ્યભાવ, વ્રતાદિના ભાવથી ભિન્ન પોતાની ચૈતન્ય લક્ષ્મી જે પુંજીનું નિધાન છે તેના ઉપર નજર હોય છે આત્મજ્ઞાન થતાં હવે તે જગતનો જાણનાર રહે તે તેની શોભા છે. જગતની કોઈ પણ ચીજ હો! પછી તેમાં તીર્થંકર પ્રભુ મારા છે તેવી માન્યતા જૂઠી છે.
અહીં તો જ્યાં બે પાંચ લાખ મળે ત્યાં માને કે અમે મોટા થઈ ગયા... પૈસાવાળા મોટા. અરે.. ભગવાન ! એ ધૂળ તારી ચીજ કયાંથી થઈ. પૈસા એ તો માટી છે– રજકણપરમાણું છે. તે રાખ થઈને વિંખાઈ જશે-ઊડી જશે. તે કાંઈ તારી ચીજ નથી. તે તારામાં નથી, તું તેમાં નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. જે ભાગ્યવાન હોય તેને આ પરમ વીતરાગની વાણી સાંભળવા મળે આ એવી ચીજ છે. બાકી બહારમાં તો ધૂળધમાહા ચાલે છે.
કહ્યું? “સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને,” સકળ દ્રવ્ય સ્વરૂપ એટલે અનંત આત્માઓ, અનંત પરમાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્ય કાલાણુઓ.... આ રીતે જાતિએ છ દ્રવ્યો ભગવાને જોયા છે.
જ્યારથી આત્માને પોતાના જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ આત્માનું ભાન થયું ત્યારથી તે જ્ઞાની-સમ્યગ્દષ્ટિ જીવ જગતની ચીજોનો સાક્ષી થયો. તે જગતની ચીજનો જાણનાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk