________________
૧૭૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
અરેરે...! અનંતકાળ થયા તેને પુણ્ય-પાપને કરું એવી કર્મચેતનાનો અને રાગને વેદવું તેવી કર્મચેતનાનો જ અનુભવ છે. દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે રાગ છે અને રાગનું વેદન તે કર્મચેતના છે. રાગનો અનુભવ દુઃખરૂપ હોવાથી ઝેરનો અનુભવ છે એ કર્મફળચેતના છે તે સંસારમાં રખડવાનું જડ-મૂળિયું છે.
જુઓ, આત્મવસ્તુ છે ને ? વસ્તુ છે તો તેમાં રહેલી-વસેલી કાંઈ શક્તિઓ છે કે નહીં ? આહાહા ! આત્મામાં અનંત શક્તિઓ વસેલી–૨હેલી છે. આત્મા શુદ્ધ શક્તિનો ભંડાર છે.
ભગવાન આનંદનો નાથ પ્રભુ ! જ્ઞાનના અનંત અપરિમિત સ્વભાવથી ભરેલો, અતીન્દ્રિય અનાકુળ આનંદની બેદ શક્તિથી ભરેલો, વીતરાગ સ્વભાવથી ભરેલો છે. તેને પોતાના અનુભવ દ્વારા અર્થાત્ સ્વરૂપ સન્મુખ થઈને અનુભવમાં સમર્થ થયો તેનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. માર્ગ તો આ છે.. પ્રભુ !
આ પંચોતેર ગાથા પછીનો કળશ છે. પંચોતેર ગાથામાં ધર્મી થયો તે કેવો હોય છે તેની વાત કરે છે. અનાદિથી અધર્મની વાતોમાં આનંદકંદપ્રભુ ભગવાન એક બાજુ રહી ગયો. અનાદિથી આત્માને છોડીને પુણ્ય-પાપના ભાવોનો કર્તા થઈને દુઃખનું વેદન કર્યું. અજ્ઞાની ભલે માને. પરંતુ તે પણ ૫૨નો કર્તા તો છે જ નહીં. પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે તે વૃત્તિનું ઉત્થાન છે. ચૈતન્ય ગંજ પ્રભુમાં વૃત્તિનું ઉત્થાન છે.. નહીં.
જીવે નિજ સ્વરૂપને ભૂલીને રાગનું કરવું અને દુઃખનું ભોગવવું-વેદવું અર્થાત્ કર્મચેતનાનું કરવું અને કર્મફળચેતનાનું-હર્ષ-શોકનું વેદવું અનંતવા૨ કર્યું છે. અરે..! આવો માર્ગ છે. લોકો કહે આ તો નિશ્ચયની વાત છે. અરે !નિશ્ચયની વાત એટલે સાચી અને વ્યવહારની એટલે આરોપિત-ઉપચારની વાત.
આચાર્યની શૈલી તો જુઓ ! ટૂંકી અને તત્ત્વની મહત્તાને બતાડનારી છે. અહીં શું કહે છે? “ પોતે પોતાથી સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો ”, એટલે... ત્રિકાળી આત્માનું જે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તેનો અનુભવશીલ થયો. આહાહા ! દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજાના વિકલ્પથી અર્થાત્ રાગથી ભિન્ન વીતરાગસ્વરૂપ આત્માને જાણ્યો. આવે છે ને...
“જિન સોહી હૈ આતમા, અન્ય સોહિ હૈ કર્મ; યે ઠ્ઠી વચન સે સમઝલે, જિન પ્રવચન કા મર્મ. ”
આવી વાત કોઈ દિ ’ લક્ષમાં લીધી ન હોય તેને કેમ બેસે ? આત્મા આવો છે તેમ સાંભળવા મળ્યું નથી, જોયું નથી, જાણ્યું નથી. આહા ! એ તો ચૈતન્ય રતન છે... ચૈતન્ય હીરલો છે. હી૨ાને જેમ સેંકડો પાસા હોય છે તેમ આ ચૈતન્ય હીરો અનંત શક્તિરૂપ ગુણોથી ભરેલો છે. ભગવાન ! તારી વાત તો આવી છે પ્રભુ !
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk