________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૯ તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે પરંતુ પામરને તેની ઓળખાણ નથી. સત એટલે શાશ્વત જ્ઞાન ને-આનંદનો ભંડાર આત્મા છે. આ ભંડારી અટક હોય છે ને? આ આત્મા ભંડારી છે. જેમાં જ્ઞાનનો ભંડાર પડ્યો છે. અનંત જ્ઞાન, અનંત અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શ્રદ્ધા, અનંત શાંતિ-વિતરાગતા, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. પણ એની કિંમત કયાં છે! નજરુંમાં એ નિધાનને કયાં લ્ય છે. નજરમાં રાગ, પુષ્ય ને પાપ છે. આ સંયોગ-શરીર, પાંચ-પચીસ લાખ, કરોડ બે કરોડ માટી-ધૂળ છે તેની ઉપર નજર કરે છે પણ, અંદર આનંદ કંદ પ્રભુ લક્ષ્મી છે, અતીન્દ્રિય આનંદનું દળ આત્મા છે તેને પોતાના આનંદની દશા દ્વારા અનુભવ કરતો નથી. અહીં તો કહે છે-અંદર ભગવાન આનંદકંદ પ્રભુ છે તે આનંદ સ્વભાવનો પોતાથી પોતે, પરની અપેક્ષા રાખ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા ! આવી આકરી વાતુ ભારે બાપા! શું થાય પ્રભુ મારગ તો આ છે. વાણીયાને બેસે ન બેસે (શું થાય)! આખો દિ' વેપાર-ધંધામાં મશગુલ. ભગવાન શું કહે છે તે નિર્ણય કરવાની ફુરસદ નહીં. અરેરે! મનુષ્યપણા ચાલ્યા જાય છે. આયુષ્ય તો જેટલી મુદત છે એટલું રહેશે. ક્ષણ-ક્ષણ જાય છે તે મૃત્યુની સમીપ જાય છે.
અહીં જિનેશ્વરદેવ પરમાત્મા મહા સિદ્ધાંત કહે છે. પોતાના આનંદ સ્વભાવથી આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે છે. (પાઠ છે)-“પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો”, એટલે અંદર તાકાત પ્રગટ કરી. રાગ અને પુણ્ય-પાપનો અનુભવ કરતો હતો તે અધર્મનો અનુભવ હતો.
પોતાનો અતીન્દ્રિય આનંદ આકુળતા રહિત છે. અનાકુળતા તે પોતાના જીવદ્રવ્યનો સ્વભાવ છે. તે સ્વભાવથી સ્વયં પોતે શુદ્ધતાનો અનુભવ કરે છે–તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. તે ધર્મનું પહેલું સોપાન છે. નીસરણીમાં જેમ પગથિયાં હોય તેમ સમ્યગ્દર્શન પહેલું પગથિયું છે.
આહાહા ! દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. દિગમ્બર સંતો એટલે કેવળજ્ઞાનના કેડાયતો. તેમણે કેવળજ્ઞાનને ખડું કર્યું છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. અંતરમાં અતીન્દ્રિય અનાકુળ આનંદ છે. અંતરમાં અતીન્દ્રિય સર્વદર્શી સ્વભાવ છે. આહાહા ! કહે છે કે આવા સ્વભાવનો પોતાની પર્યાયમાં અનુભવ કરવાને સમર્થ થયો. આવી વાત છે પ્રભુ! જન્મ-મરણથી છૂટવાનો પંથ તો આ છે. બાકી જન્મમરણ કરી કરીને મરી ગયો... પણ થાક લાગ્યો નહીં.
ઓહોહો ! નારકીના ભવ અનંતા કર્યા. પશુ-તિર્યંચના ભવ અનંતા કર્યા. મનુષ્યમાં અબજોપતિ અનંતવાર થયો.. અને સો વખત માગે અને એક વખત મળે તેવો ભિખારી પણ અનંતવાર થયો. સ્વર્ગનો દેવ અનંતવાર થયો-તેમાં શું થયું! નવમી રૈવેયકે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk