________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૭ (અર્થાત) જડકર્મ, ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના ભાવ. ધર્મી જીવને દયા–દાન, વ્રતનો વિકલ્પ આવે છતાં તેનો જાણનશીલ સ્વભાવ છે એમ જાણે છે, તેનો કર્તા નહીં. સમજાણું કાંઈ?
શ્રોતા:- પુણ્ય-પાપને જાણે કે મટાડે?
ઉત્તર:- જાણે. મટતાય જાણે, રહેતાય જાણે. સમયસારની ૩૨૦ ગાથામાં છે કેઉદયને જાણે, બંધને જાણે, નિર્જરાને જાણે, મોક્ષને જાણે. નિર્જરાને કરે નહીં. નિર્જરાને જાણે એમ ૩૨૦માં છે. કેમકે આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે એમ અનુભવમાં સમ્યગ્દર્શનમાં આવ્યું છે. પરજીવની જે કાંઈ દશા થાય તેનો (માત્ર ) જાણનશીલ છે. પોતાના રાગના ભાવ થાય તેનો પણ જાણનશીલ છે. તે રાગનો કર્તા નથી તેમ રાગનો ટાળનારેય નથી. થાય તેને જાણે, ટળે તેને જાણે. થોડા શબ્દોમાં તો કેટલું ભર્યું છે. આ તો વીતરાગી દિગમ્બર ગણધર-સંતોની વાણી છે. તે પરમેશ્વર તુલ્ય છે. શ્રી નિયમસારમાં આવે છે કે જે મુનિ અને પરમેશ્વરમાં કાંઈ ફેર માને તે જડ છે.
(ધર્મી જીવને) રાગાદિ છે, શરીર છે તેને જાણવાનો સ્વભાવ છે. આહા.. હા! આ ભોજન ત્યે છે તેને જાણવાનો સ્વભાવ છે. ભોજન લેતા નથી, ભોજન ખાતા નથી. પેલા લોકો કહે ચર્ચા કરો..., શું કરીએ ભાઈ ! આવી ઉગમણી આથમણી જેવી વાતો છે. એ રીતે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ઉદાસીનપણું થાય છે. પ્રવચન નં. ૫૮
તા. ૪-૮-'૭૭ આ કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. તે જરી સૂક્ષ્મ છે. શ્રી કુંદકુંદાચાર્ય દેવ સંત સંવત ઓગણપચાસમાં થયા. તે દિગમ્બર સંત, વર્તમાનમાં સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા અને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. ત્યાર પછી (૧OOO વર્ષ બાદ) અમૃતચંદ્રાચાર્યે સમયસારની ટીકા બનાવી અને તેના આ કળશો છે. કળશ ૪૮ ફરીથી
આ કળશમાં અહીંયા ધર્મ કેમ થાય છે અને ધર્મીનું લક્ષણ શું છે તે કહે છે. ધર્મી કોને કહે છે ધર્મને પ્રગટ કરવાવાળો તે ધર્મી. હવે ધર્મ કેવી રીતે પ્રગટ થયો તે કહે છે. “પુમાન” એટલે જીવ દ્રવ્ય”-પુરુષ. આ દેહ તો જડ-માટી છે. તેનાથી તું ભિન્ન છો. અંદર આઠકર્મ-જ્ઞાનાવરણાદિ છે તે પણ જડ-અજીવ છે. અને અંદરમાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ અચેતન છે.
જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપ છે. તે ચૈતન્યનો પુણ્ય-પાપના ભાવમાં અંશ નથી. પુણ્યપાપના ભાવ જે રાગ છે તે પોતાને જાણતા નથી અને બીજા દ્વારા જાણવામાં આવે છે તે કારણે રાગને અચેતન કહેવામાં આવે છે. તે ચૈતન્યનું સ્વરૂપ નહીં અચેતનથી ચૈતન્યદ્રવ્ય ભિન્ન છે. આહાહા ! આવો મારગ છે! નિર્ણય કરવા માટે નિવૃત્તિ કયાં?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk