________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૫ તારું ઘર છે. તારા જાણવાના સ્વભાવમાં પરની મદદ હોય તો જણાય તેવો તારો સ્વભાવ નથી. તારા જાણવાના સ્વભાવમાં અનંત દ્રવ્યો જણાય પરંતુ અનંત દ્રવ્યોનું તું કાંઈ કરી શકે એવો તારો સ્વભાવ નથી. આ વાત સૂક્ષ્મ પડે એટલે લોકો એકાંત. નિશ્ચય.. નિશ્ચય કરીને કાઢી નાખે. પરંતુ માર્ગ આ છે પ્રભુ! શ્રી બનારસીદાસજી લખે છે
“સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી,
શેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા પરરૂપા ભાસી.” આહાહા ! પરને જાણવું એ તો પોતાના પર્યાયનો સ્વભાવ છે. પરમાં અનંત આત્માઓ અને અનંત રજકણોની સત્તા છે માટે તેને જાણવાનો અહીં પર્યાય પ્રગટે છે એમ નથી. સ્વપર પ્રકાશક એ તેનો પોતાનો જાણન સ્વભાવ છે. તેથી સ્વને જાણતાં પરને બીજા આત્માને હું સુખી કરી દઉં, આહાર, ઔષધ, અનાજ આપું એવું વસ્તુના સ્વરૂપમાં નથી. પરદ્રવ્ય જેવી રીતે છે તેવી રીતે તેને જાણવાનો તારો સ્વભાવ છે બસ.
અહીં શું કહે છે-“સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને શોભે છે.”(વાસ્તિ) શબ્દ છે ને ! એટલે ભગવાન આત્મા પોતે રાગથી ભિન્ન પડીને ચૈતન્યનો અનુભવ કર્યો તેથી હવે તે પરદ્રવ્યને જાણવાના સ્વભાવથી શોભે છે. પરદ્રવ્યનું કરે કે ઘણાં (બહારના) કામ કર્યા માટે મોટો તેમ નથી.
સંવત ૯૩-૯૪માં હીરાભાઈના મકાનમાં એક પ્રશ્ન કર્યો. પ્રશ્ન:- મહારાજ ! સિદ્ધ ભગવાન થયા તે શું કરે છે? ઉત્તર- એ તો આત્માનો અનુભવ કરે. તે કોઈનું કાંઈ ન કરે.
પ્રશ્ન- અમે નાના માણસ છીએ તો પણ પાંચ-પચીસ માણસનું કરીએ છીએ અને આવડા મોટા સિદ્ધ કોઈનું કાંઈ કરે નહીં?
આવડા મોટા ને કોઈનું કાંઈ ન કરે? અમે નાના છીએ તો પણ બીજાનું કરીએ છીએ.
ઉત્તર- અરે. ભગવાન! ભાઈ, તને શું કહીએ ! સિદ્ધપ્રભુ તો જાણનશીલ છે. તે સ્વપરને જાણે બસ. તુંય પરનું કરી શકતો નથી અને સિદ્ધ પ્રભુ ય પરનું કાંઈ કરી શકતા નથી. (તત્ત્વની) કાંઈ ખબર નહીં અને પૈસા હોય, મકાન હોય એટલે બહારમાં પોતાને મોટા માને. તું પરદ્રવ્યની સત્તાની હૈયાતિનો (માત્ર) જાણનશીલ છો. આહા! તેની સત્તા તેં કરી નથી. તેમ તેની સત્તામાં તું ફેરફાર કરી શકે તેવો નથી પરદ્રવ્યની સત્તામાં ફેરફાર થાય તેનો તું જાણનશીલ છો. આવો ઉપદેશ હવે.
તું ગમે તેટલો હોંશિયાર હો અવધિજ્ઞાની હો, કે ચાર-જ્ઞાનવાળો થા તોપણ તું પરદ્રવ્યને (માત્ર) જાણવાના સ્વભાવવાળો છે. અવધિજ્ઞાનમાં આ વસ્તુ છે તેમ જણાય, મન:પર્યયજ્ઞાનમાં આ વસ્તુ આમ છે તેમ જણાય પરંતુ અવધિ ને મનઃ પર્યય કોઈનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk