________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૩
બળદ ચાલે.. ઘોડા ચાલે.. મોટરું ચાલે.. તેનો કચ૨ઘાણ થાય છે. એ વનસ્પતિમાં ચૈતન્ય ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે વસ્તુ તો ભગવત્ સ્વરૂપે પડી છે.
૫રમાત્મપ્રકાશમાં કહ્યું છે–‘ સર્વ જીવો ભગવત્ સ્વરૂપ છે'. પર્યાયમાં અલ્પજ્ઞતા અને વિકા૨ હો પણ વસ્તુ છે એ તો ભગવત્ સ્વરૂપે પૂર્ણ છે. “ સર્વ જીવો, સર્વકાળે, સર્વ ક્ષેત્રે, પૂરણ સ્વભાવથી ભરેલા ભગવાન છે, તું આવી ભાવના કર.”
આ જે લીમડો દેખાય છે તે (એકેન્દ્રિય જીવ ) તેનું શરીર દેખાય છે.. તેનો અંદર આત્મા છે તે દેખાતો નથી. આ અસંખ્ય શરીર દેખાય છે. એક-એક શ૨ી૨માં એકેક જીવ છે. લસણ ને-ડુંગળીની રાઈ જેવડી કટકીમાં અસંખ્ય શરીર છે. એક-એક શ૨ી૨માં અનંત જીવ છે. વનસ્પતિમાં એક શરીરે એક જીવ અને લસણ-ડુંગળીમાં એક શરીરે અનંત જીવ છે. આ લસણની કળી અને ડુંગળીને ઘીમાં શેકીને ખાય છે ને ! એ રાય જેટલા ટૂકડામાં અસંખ્ય શરીર અને એકેક શ૨ી૨માં અનંતા જીવ છે. સિદ્ધ કરતાંય અનંત ગુણા જીવ છે તે બધા જીવ દ્રવ્યસ્વરૂપે તો શુદ્ધ જ છે, પર્યાયમાં ભૂલ છે. તે અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને રખડે છે.
શ્રીમદ્દ કહેતા-કોઈ શાક સમારતું હોય તો અમે જોઈ શકીએ નહીં. શાકમાં જીવની અસંખ્ય સત્તાને સ્વીકારી છે ને ! દૂધી તુરિયા તેને છરીથી કાપે છે, ઝીણા ટૂકડા કરે છે પણ એ રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર છે. એકેક શરીરે એકેક જીવ છે. પ્રભુ તું અનંતવા૨ તેમાં રહ્યો છો. ત્યાં તારું કોઈ ધણી નહોતું કે કોઈ રોનાર નહોતું.
આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાં સંપ્રદાયમાં એકવાર કહેલું કે-આ જીવનો
જેટલો સ્વભાવ છે તેટલો ન માનતાં તે અલ્પજ્ઞ ને રાગવાળો માને છે તે આત્માને આળ આપે છે. આળ આપતાં જીવ એવા ઠેકાણે ઉપજશે કે ત્યાં આ જીવ છે તેમ બીજા નહીં માને.
આ લસણમાં જીવ છે તેમ કોણ સ્વીકારે ? એમ કેમ થયું ? ચૈતન્યની જેવડી શક્તિ અને મહત્તા છે તેનો તેણે અનાદર કર્યો છે. અનાદર કરીને તેણે આળ આપી છે કે–હું તો રાગવાળો છું, હું તો પુણ્યવાળો છું, હું તો પાપવાળો છું, હું વિકા૨વાળો છું. જીવ એવો નથી છતાં આળ આપીને તેનો અનાદર કર્યો છે. હવે અહીંથી મરીને તે એવી જગ્યાએ જન્મશે કે ત્યાં આ જીવ છે એમ કોઈ નહીં માને. ભાઈ ! આવી વાતું છે.
જિનેશ્વર પરમાત્માએ પ્રત્યક્ષ જોઈને કહ્યું છે. ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં ત્રણલોકના નાથ ૫રમાત્મા જે ફરમાવતા હતા તે આ વાત છે. મારી સત્તા (પરમાત્મા જેવડી છે) તેમ અલ્પજ્ઞતામાં ભાસતું નથી. આહાહા ! પોતાની સ્વસત્તાની મહત્તા જેને ભાસે છે તેને ૫૨ની સત્તા એવડી જ છે તેમ ભાસે છે. આવી વાતું સાંભળવા મળવી મુશ્કેલ છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk