________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૧ શું કહે છે-“પોતાની મેળે જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં” આ દોઢ લીટીમાં ગજબ ભર્યું છે. પોતાનો સ્વભાવ પોતાની મેળાએ પોતાના અનુભવમાં આવે છે તેમાં વાણીની કે દેવ-ગુરુ-શાસ્ત્રની, કે વ્યવહાર રત્નત્રયના રાગની જરૂર નથી.
- બાપુ! શુભજોગ એ તો રાગ છે. અને રાગનો-વિકારનો અનુભવ તે તો દુઃખનો અનુભવ છે. રાગથી મોક્ષમાર્ગ કેમ પમાય પ્રભુ! તું આ શું કરે છે? શુભજોગ તો ધર્મીને જ્ઞાનીને પણ હોય. તેઓ જાણે છે કે શુભજોગ દુ:ખરૂપ છે. હું હજુ (સ્વરૂપમાં) પૂર્ણ સ્થિર થઈ શકવાને લાયક નથી એટલે કમજોરીથી તે ભાવ મને આવે છે, પણ તે જાણે છે કે-આ શુભભાવ બંધનું કારણ છે. આહાહા! ધર્મી જીવ પરની અપેક્ષા વિના આત્મસ્વરૂપને જેટલું અનુભવે છે તેટલી તો ધર્મધારા છે. પૂર્ણ નથી થયો તેથી વચ્ચે રાગાદિ આવે છે તે કર્મધારા હોવાથી બંધનું કારણ છે. ધર્મધારા છે તે અબંધનું કારણ છે.
વઢવાણમાં દસની સાલમાં એક ભાઈ ગાતા... કરી લેને આત્માની ઓળખાણી... એક દિન જાવું છે નિર્વાણી”
આ દેહ છૂટી જશે ભાઈ ! એક દિવસ નક્કી જાવું છે બાપા! પ્રભુ! આ દેહ કાંઈ તારી ચીજ નથી. આ જડ આવીને ઉભું છે તે તેને કારણે આવીને ઉભું છે. તારે કારણે આ દેહુ આવ્યો નથી.
પ્રશ્ન:- તો પછી આ બધા પૈસાનું શું કરવું?
ઉત્તર- આ પૈસા એના કારણે આવીને એના કારણે ઉભા છે, તારે કારણે નહીં. એ તારામાં નહીં અને એ તારાથી નહીં.
પ્રશ્ન:- પૈસા મળ્યા છે ને?
ઉત્તર:- ધૂળ મળ્યા છે... એને તો મળી છે મમતા. પૈસા બહારમાં આવ્યા તો (અજ્ઞાની) કહે મને મળ્યા. તેને તો મમતા મળી છે... (પૈસા કયાં મળ્યા છે ).
અહીં કહે છે-દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ એ રાગ છે. આમાં તો મોટા વાંધા ઉઠયા છે. મખ્ખનવાલજીએ ચેલેન્જ આપી છે. તેમણે લખ્યું છે.
મખ્ખનલાલજી કહે-શુભજોગ તે મોક્ષનો માર્ગ છે. કૈલાસચંદજી કહે એ જવાબ આપ્યો શુભજોગ તે તો બંધનું કારણ છે તેથી હેય છે. મખ્ખનલાલજી કહે-શુભજોગને હેય માને તે મિથ્યાષ્ટિ છે.
કૈલાસચંદજી કહે-શુભજોગને કુંદકુંદાચાર્ય હેય માને છે તો શું તે મિથ્યાષ્ટિ છે? આટલા વર્ષે હવે આવી ચર્ચા ઉભી થઈ. બાકી તો એમને એમ ચાલતું 'તું.
હીરાચંજી મહારાજ અમારા સંપ્રદાયના ગુરુ હતા. તેઓ બહુ શાંત અને નરમ હતા. ક્રિયા કડક પાળતા. નિર્દોષ આહાર-પાણી લ્ય. તેમના માટે બનાવેલ આહારપાણી બિલકુલ ન લે. દુકાને જાય તો કહે-કાંઈ અડશો નહીં. કોઈ ચાલશો નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk