________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
કલશાકૃત ભાગ-૨ કાંઈ કરે નહીં. આહા! આવું સ્વરૂપ છે. આવા સ્વરૂપને જાણ્યા વિના દુઃખી થઈને રખડે છે. જેનાં દુઃખોને જોતાં રડવું આવે. અરેરે...! આ પ્રાણીઓ દુઃખી છે. તેને દેખનારને આંખમાંથી આસું ઝરઝર હાલે એવા દુઃખની તને ખબર નથી પ્રભુ! આત્મા બીજાના દુઃખને જાણવાના સ્વભાવવાળો છે.
આહાહા! અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવ છે તેનો આત્મા જાણવાના સ્વભાવવાળો છે. તેની દયાના ભાવ પાળવાવાળો નથી. આવો માર્ગ વીતરાગનો છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વીતરાગે કાંઈ કર્યું નથી. જેવું છે તેવું જાણું છે અને તેવું કહ્યું છે.
એમ કહે-વિશ્વમાં પ્રેમ રાખો. બધા સાથે પ્રેમ રાખો. અહીં કહે-બધા એક છીએ તે મિથ્યાત્વ છે. પ્રેમ શાનો? બધા છે તેનો જાણનારો છે એ પ્રેમ. બધા તત્ત્વો ભિન્ન ભિન્ન છે. કોઈની સાથે કોઈને કાંઈ સંબંધ નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. ધર્મી જીવ જાણે બસ. જેમ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે તેમ આ પરની સત્તા જે રીતે પલટતી હોય, બદલતી હોય તેને જાણે બસ. દુઃખીને દેખીને (તેનું) દુઃખ દૂર કરું એવો વિકલ્પ તેને આવે, તેનેય જાણે. (તે એમ માને કે) બીજાનું દુઃખ હું દૂર કરી શકતો નથી. આહા ! આવું સ્વરૂપ છે. કેટલાકને એવું લાગે કે આવો માર્ગ કાઢયો કયાંથી? અમે તો આટલા વર્ષોમાં આવું સાંભળ્યું નહોતું! બાપુ ! આ તો વીતરાગનો માર્ગ છે ભાઈ !
ત્રિલોકીનાથ પરમેશ્વર આમ ફરમાવે છે. આ વીતરાગી સંતોની વાણી છે. ભાવલિંગી સંત વીતરાગ ભાવમાં બિરાજમાન છે તે આમ ફરમાવે છે.
શ્રોતા- આમાં યત્નાચાર કયાં આવે છે?
ઉત્તર:- આત્માનો યત્નાચાર એ યત્નાચાર છે. પરમાં કાંઈ યત્નાચાર નથી. પર છે તેનો વિકલ્પ ઉઠે છતાં આત્મા તેનો જાણનાર છે. યત્નથી ચાલવું, યત્નથી (બોલવું). કોને કરવું છે બાપુ! ચાલવું એ રીતે શરીર થાય તેને જાણવાના સ્વભાવવાળો આત્મા છે. જાણવું એ આત્માની ક્રિયા છે એમ કહે છે.
શ્રોતા- તો તો બધા મતલબી-સ્વાર્થી થઈ જશે? ઉત્તર:- (જીવ) પોતાના પ્રયોજનને સાધે એવો જ એ છે.
બધાય સ્વાર્થી જ છે. અમે બીજાનું કરી દઈએ એ ઊંધી માન્યતા છે. પરનું કરવું એ મરવું છે. ન્યાલભાઈ સોગાનજીના દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં આવ્યું છે “કરના સો મરના હૈ.”
કહે છે-“નતિ: સાક્ષી વાસ્તિ”, એ ધર્મી જીવને જ્ઞાનસ્વરૂપ ભગવાનનો જ્યાં અનુભવ થયો ત્યારે તે જગતના સાક્ષી તરીકે શોભે છે. તે જગતની ચીજનો જાણનાર તરીકે શોભે છે. આહાહા ! બહુ ટૂંકુ છે.
“ભાવાર્થ આમ છે કે “જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પારદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે.” દ્રવ્યકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk