________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૦
૮૩
પણ અઢી શે૨નો કોથળો ખાવામાં કામ આવે ? તેમ જીવને રાગવાળો, પુણ્ય-પાપના ભાવવાળો કહેવામાં આવે પણ પુણ્ય ને પાપવાળો જીવ નથી. આવી વાતું છે.
આ દેહ તો માટી છે–ધૂળ છે. આપણે ખીલી વાગે ત્યારે નથી કહેતા કે મારી માટી પાકણી છે.. તેથી પાણી અડવા દેશો નહીં. ભાષામાં એમ બોલાય કે-મારી માટી પાકણી છે. દેહને માટી કહે છે અને શરીર મારું કયાંથી થઈ ગયું ? જેમ દારૂ પીધેલને કાંઈ ભાન નથી તેમ મિથ્યાર્દષ્ટિને કાંઈ ભાન નથી. છોકરાને કહે–જા ! સામાવાળાને ઘે૨, તું છો તે હું જ છું ને ! પોતાને જાવું ન હોય એટલે છોકરાને મોકલે. જા ને ભાઈ ! તું તે હું જ છું ને.. ! તું ધૂળેય નથી. તું જુદો અને છોકરો બીજો તે બન્ને એક કયાંથી થઈ ગયા. તને આ શું થયું ? તને પાગલપણું થયું ? તને શું થયું ?
ભાઈ ! આ તમારું વાણિયાનું પોકળ બહુ. બોલવામાં બોલે એમ બધા કે–આ સ્ત્રી મારી અર્ધાંગના છે. અડધું અંગ એનું અને અડધું અંગ મારું એમ બે થઈને એક હશે ? આ તને શું થયું ? પાગલપણું થયું કે તને શું થયું ? દુનિયામાં બધું પોકળ ચાલે છે. અહીં કહે છે–એમ વ્યવહારે કહેવાય.
વ્યવહા૨ે ઘીનો ઘડો કહેવાય તેથી ઘડો ઘીનો થઈ ગયો ? ચોખાનો કોથળો કહેવાય તેથી ચોખાનો કોથળો થઈ ગયો ? કેસ૨નો ડબ્બો એમ નથી કહેતા ! હવે કેસ૨ મોંઘું થઈ ગયું પહેલાં તો સોથું હતું. મુંબઈમાં કેસ૨ના મોટા ગોડાઉન તેમાં પાંચ-પાંચ હજાર ડબ્બા પડયા હોય. અમે તો માલ લેવા જતા ને, ત્યારે જોયું છે. કહે છે-કેસ૨ કેસ૨માં ૨હી અને ડબ્બો ડબ્બામાં રહ્યો. વ્યવહા૨થી કથન કરે છે તેને તું સાચું માની બેઠો છો–તું સૂંઢ છો.
જેણે ઘડાને જુદો કોઈ દિ' જોયો નથી તેને ઘડાને જ્યારે ઓળખાવવો હોય ત્યારે એમ કહેવાય.. કે પેલો ઘીનો ઘડો છે તે માટીનો છે. ખાલી ઘડો જોયો ન હોય તે ઘીનો ઘડો કહ્યા સિવાય ઘડાને તે જાણી શકતો નથી. તેમ એકલો રાગ વિનાનો જીવ તો તેણે
કદી જોયો નથી, તેથી તેને ઓળખાવ્યો, જો ભાઈ ! આ દયા-દાનના પરિણામ થયા ને દયાના પરિણામવાળો જીવ એમ કથન કર્યું, પણ.. તે જીવ છે નહીં. જીવ તો અંદર અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એ પામરને પ્રભુતાની પ્રતીત નથી. પર્યાયમાં જેણે પામરતાને સ્વીકારી છે તેને આ પ્રભુતા અંદર બિરાજે છે. સિદ્ધ ભગવાન જેવો જ આ ચૈતન્ય ભગવાન અંદર છે.
નાટક સમયસારમાં આવે છે-“સિદ્ધ સમાન સદા પદ મેરો ” શ્રીમમાં આવે છે. ‘સર્વજીવ છે જ્ઞાનમય જે સમજે તે થાય ” સમજે તે ઉપશમ ભાવે થાય. ખ્યાલ આવ્યો ! “ સમજે તે થાય ” તે પર્યાયથી વાત કરી. જીવ તો વિજ્ઞાનઘન છે પરંતુ તેને ગુણસ્થાનથી ઓળખાવવો પડે છે. એ બધા નિમિત્તના કથન છે, એટલે કે એમ છે નહીં. આહાહા ! આત્મા તો અતીન્દ્રિય આનંદનું દળ છે. પરંતુ તેને ખબર કયાં છે? એ તો
י
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk