________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
કલશામૃત ભાગ-૨ પથ્થરમાંયે સોનું છે. એકવાર પ્રયોગ કર્યો હતો. પ્રયોગ કરતાં ખર્ચ સો રૂપિયાનો થયો અને સોનું એસી રૂપિયાનું નીકળ્યું એટલે પછી બંધ કર્યું. આમ પથ્થરમાં સોનું દેખાય છે. ઝગ... ઝગ. ઝગ.. થતું હોય છે. એને કાઢવા જાય તો સો રૂપિયાનો ખર્ચ થાય. સોનું અને પથ્થર બન્ને ભેગા હોય તેમાં અગ્નિનો પ્રયોગ કરે તો સોનું ને પથ્થર બેય જુદા પડી જાય. સમજાણું કાંઈ ?
તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી. સોનું અને પથ્થર છે તો બન્ને ભિન્ન. તેમ ભગવાન આત્મા જાણક તે જ્ઞાચકરસ અને રાગ અચેતનરસ બે ભિન્ન જ છે, પરંતુ પ્રગટ ભિન્ન નથી. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું છે ને! જે જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય. ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ એવો જ્ઞાયકભાવ તે પુણ્ય-પાપના ભાવપણે થયો જ નથી. કેમકે પુણ્ય ને પાપના ભાવ તે અજીવ છે. જીવ નથી. તેથી જ્ઞાયકભાવ જો પુણ્ય-પાપપણે થાય તો જડ થઈ જાય. આવો મારગ છે તેને લોકોએ બહારથી માન્યો છે. વ્રત કરીએ તો થાય, જાત્રા-ભક્તિ કરીએ તો થાય, શાસ્ત્ર બહુ વાંચીએ તો આત્મજ્ઞાન થાય તેમ નથી.
પ્રશ્ન:- બહુ વાંચે તો ન થાય અને થોડું વાંચે તો ધરમ થાય?
ઉત્તર- સત્ય અધ્યાત્મ શું છે તે તેણે સાંભળ્યું જ નથી. ઓધે-ઓધે બાહ્ય ક્રિયામાં ધર્મ છે એમ માનીને પંથ ચલાવ્યો. એમાં આ વાત એકદમ બહાર આવી એટલે લોકો એકદમ ભડક્યા. બહુ વાંચીએ તો ધર્મ થઈ જશે એમેય નથી બાપુ! આ વાંચન ને એ બધા તો વિકલ્પ છે. આવી વાતું એટલે લોકો એકાંત કહે. આ તો અમૃતચંદ્રાચાર્યના એક હજાર વર્ષ પહેલાંના કળશ છે. એનો સાર તો કુંદકુંદાચાર્યની ગાથામાં છે. આ અભિપ્રાય તો ત્રિકાળ છે-અનાદિનો છે.
તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવકર્મ ભિન્ન-ભિન્ન છે. તોપણ શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના પ્રગટપણે ભિન્ન-ભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધ સ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્ન-ભિન્ન થાય છે.
ખાણમાં જેમ સોનું અને પથ્થર અનાદિના છે તેમ કર્મ અને આત્મા અનાદિના એક સાથે ચાલ્યા આવે છે. તોપણ અગ્નિના સંયોગ વિના પથ્થર અને સોનું પ્રગટ જુદા પડે નહીં. તેમ કર્મ અને જીવ છે તો ભિન્ન-ભિન્ન પણ તે ધ્યાનાગ્નિ વિના તે પ્રગટ જુદા પડે નહીં.
શ્રોતાઃ- સમ્યગ્દર્શન પણ ધ્યાનમાં જ પ્રગટ થાય છે.
ઉત્તર- દ્રવ્યસંગ્રહમાં લીધું છે ૪૭ ગાથામાં “તુવિદં પિ મોવવાંક્ષાને પાકવિ નં મુળી ળિયનાએટલે કે આત્માના અંતર ધ્યાનમાં જાય છે ત્યારે તેને પર્યાયમાં નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન થાય છે. તે ધ્યાન કાળમાં જે રાગ બાકી રહ્યો છે તેને વ્યવહારનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk