________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૩ રજકણો વીંછીના ડંખ રૂપે હતા ત્યારે તેનાથી ડરીને ભાગતો હતો.
અહીં તો કહે છે શરીરને છોડવું એ ક્યાં છે? એ તો ભિન્ન જ છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લઈને અંદરમાં થતાં પુણ્ય ને પાપના ભાવને સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ... ચૈતન્યના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરતો-પરિણમન કરતો, સ્વભાવમાં ઉભો રહીને રાગના ભાવને છોડે છે એટલે કે તેનો સ્વામી થતો નથી. આહા.... હા ! પુણ્ય-પાપના ભાવ આવે ખરા પણ તેનો એ સ્વામી થતો નથી. સ્વામી તો તે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો છે. દૃષ્ટિ ત્રણ ઉપર નથી પરંતુ સ્વામી ત્રણનો છે. તેની દૃષ્ટિ એક અભેદ ઉપર છે. આહાહા ! આવી વાતું છે! જન્મ મરણથી છૂટવાની. ભવના અંતની રીત જ કોઈ અલૌકિક છે.
અહીં મોટા શેઠિયા હોય કરોડપતિ ને અબજોપતિ અને જ્યાં દેહ છૂટે તો મરીને ઢોરમાં જાય. ધર્મ તો ન કર્યો હોય પરંતુ સત્ સમાગમ, શાસ્ત્ર વાંચન આદિમાં બે-ચાર કલાક ગાળે એવું પુણ્યય ન કર્યું હોય તેથી મરીને બકરી-ગધેડીની કૂખે અવતરે. સંસારની આવી દશા છે. અહીં કહે છે-સંસારનો અંત લાવવાની આ પદ્ધતિ-રીત છે.
ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ! જે અભેદ વસ્તુ છે, જેમાં ભેદ પણ નથી તે ઉપર દૃષ્ટિ આપતાં તેનું પરિણમન શુદ્ધ અને આનંદનું થાય છે. ત્યારે તેને ઉત્પાદ-વ્યય-ને ધ્રુવ ઉપર પણ લક્ષ નથી. આહાહા ! દૃષ્ટિ તો અભેદ ઉપર હોય છે.
(હયત) મૂળથી ઉખાડતું થયું”, રાગની ઉત્પત્તિને મૂળથી તોડી નાખતો.. આનંદની ઉત્પત્તિ કરતો પર્યાય પ્રગટે છે. “રાગની ઉત્પત્તિને મૂળથી તોડે છે' ઉપદેશના વાકયો તો એમ જ હોય ને? આવું થાય ત્યારે રાગ ઉત્પન્ન થતો જ નથી તેને તોડી નાખે છે તેમ કહેવામાં આવે છે.
વળી કેવું છે? (વધું) પૂર્ણ છે. વળી કેવું છે?: હવામ(૩ળે:) અતિશયરૂપ પ્રચંડ છે અર્થાત્ કોઈથી વર્જનશીલ નથી.”
આત્મા જ્ઞાનસ્વરૂપથી અખંડ છે એટલે કે આત્મસ્વરૂપથી તે પૂર્ણ છે. ત્રિકાળી નિત્યાનંદ પૂર્ણ વસ્તુ છે. હવે તેની દશા જે પ્રગટ થઈ છે એ પણ આવી જ છે તેમ કહે છે.
આ શરીરની સુંદરતા, તેની કૃશ અને પુષ્ટ અવસ્થા તે બધી જડ-માટીની દશા છે. જ્યાં પુણ્ય-પાપ પણ તેની દશા નથી ત્યાં વળી આ યુવાન અવસ્થા, શરીરની સુંદરતા.. પછી તે હાથી જેવું કેમ શરીર ન હોય! પણ. પ્રભુ! એ તો માટી છે-અજીવ-ધૂળ છે. પૈસા એ પણ ધૂળ છે.
શ્રોતા- આપની દૃષ્ટિમાં ધૂળ અમારી દૃષ્ટિમાં પૈસો છે. ઉત્તર- પૈસાને મારા માને છે તે જુદી વાત છે પણ છે તો ધૂળ ને? અહીં તો કહે છે–સમ્યગ્દષ્ટિ હોય અને ચક્રવર્તીનું રાજ્ય હોય છતાં ય તેને મારું છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk