________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૫ બિચારા કેટલી હોંશે જતા હશે? દેહ છૂટતાં ચાલ્યા ગયા બીજા ભવમાં. એ દેહમાં આત્મા દેહને લઈને કયાં હતો ! પોતાની પર્યાયની યોગ્યતાને લઈને ત્યાં હતો. એટલી યોગ્યતા પૂરી થઈ તો આત્મા નીકળી ગયો. બીજા દેહમાં ચાલ્યો ગયો.
અહીં કહે છે આત્મા નિત્યાનંદ પ્રભુ છે. અભેદની દૃષ્ટિ કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે એવો ધર્મી જીવ તેને પણ પુષ્ય ને પાપના ભાવ આવે પણ તેનો હું કર્તા અને તે મારું કાર્ય એવો વિપરીત બુદ્ધિનો અવસર જ કયાં છે!
રાજમલ્લજીએ ટીકા પણ કેવી કરી છે, જોયું! તે શું કહે છે? જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ એ મારું કર્મ-કાર્ય અથવા રાગાદિ પુષ્ય ને પાપના ભાવ એ મારું કાર્ય એવી વિપરીતપણાની બુદ્ધિનો વ્યવહાર તેનો અવસર કેવો? એ ટાણા ગયા હવે એમ કહે છે.
વિપરીત બુદ્ધિથી જીવ કર્તા અને પુણ્ય-પાપ મારું કાર્ય એવો જે વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પંચ મહાવ્રતના પરિણામનો રાગ તેનો હું કર્તા અને એ મારું કર્તવ્ય એ વિપરીત બુદ્ધિનો ભાવ તેનો અવસર તો અત્યારે રહ્યો નથી. કેમકે જ્યાં સમ્યગ્દર્શન થયું, સ્વરૂપની દૃષ્ટિ સમ્યક થઈ–સત્ય થઈ તેને હવે જીવ કર્તા અને દયા-દાન-વ્રત-પૂજાના ભાવ મારું કાર્ય એવી વિપરીત બુદ્ધિનો અવસર કયાં છે? આહાહા ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરના મારગડા જુદા ભાઈ ! દુનિયાની સાથે કયાંય મેળ ખાય એમ નથી.
ટીકાકારે ભાષા કેવી કરી છે. કર્તકર્મ પ્રવૃત્તિ એટલે આત્મા કર્તા અને વિકારી પરિણામ કર્મ જડ એ બહારનું નિમિત્ત છે. એ જડને તો આત્મા અડે છે પણ કયાં! પુણ્યપાપના ભાવને તો પર્યાયમાં અડ્યો છે-સ્પર્શે છે. તે વિપરીત બુદ્ધિથી સ્પર્યો છે. હવે કહે છે-સમ્યગ્દર્શન થયું તો અવિપરીત જ્ઞાન સાથે થયું. હવે વિપરીત જ્ઞાન ગયું.
આહાહા! ચિદાનંદ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ! એ આનંદની ખાણનો જ્યાં સ્વામી થયો ત્યારે જીવ કર્તા અને પુણ્ય પરિણામ મારું કર્મ એ વિપરીતબુદ્ધિનો કાળ હવે કયાં છે? એ અવસર હવે કયાં છે? જુઓ તો ખરા ! એ કાળ હવે ગયા બધા તેમ કહે છે. આહા! સમ્યગ્દર્શન થતાં સમ્યકુબુદ્ધિ જ્યાં થઈ ત્યાં રાગ મારું કર્તવ્ય અને હું કર્તા એવી વિપરીત બુદ્ધિનું ટાણું નથી. કહો, સમજાય છે કે નહીં ? ભગવાનનો આવો મારગ છે! સાધારણ વેવલાની જેમ આ સમજાય એવું નથી. આ તો રાજમાર્ગ-સિંહમાર્ગ છે પ્રભુનો.
ભાવાર્થ આમ છે કે “જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી.” જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર નથી. તેમ ચૈતન્ય સૂર્ય ભગવાન સમ્યગ્દર્શન-જ્ઞાનમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk