________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
કલશામૃત ભાગ-૨ તેમ માનતો નથી. એ છોડવા લાયક છે તેમ જાણીને તેનો જાણનાર રહે છે. કેમકે તેનું સ્વરૂપ તો જ્ઞાન ને આનંદ છે. તે વિભાવને છોડી તે જ્ઞાનમાં રહે છે-તે તેને પરશેય તરીકે જાણે છે. ધર્મી જીવ રાગને પોતાનો માનીને તેની સેવા કરતો નથી.
પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી.” શુદ્ધ ચૈતન્યઘનનો જ્યાં અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું તેને કોઈ પાડી દે કે તેને હેઠે ઉતારી દે, તેને પાછું પાડે તે તાકાત કોઈની નથી. કર્મનો ઉદય એવો આવે કે એને સમ્યગ્દર્શનમાંથી હેઠે પાડે? ના... ના... ના. એ અનુભવને હવે કોઈ વારી શકે કે ટાળી શકે એવો એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ ? આવી વાત છે.
“નનુ રૂદ સ્કૂર્મ પ્રવૃત્તેિ: થમ અવશ:” અહો શિષ્ય! અહીં શુદ્ધ જ્ઞાન પ્રગટ થતાં (છતૃર્મ પ્રવૃત્ત:) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો અવસર કેવો?”
ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવસ્વરૂપ છે. હવે પર્યાયમાં શુદ્ધપણે પરિણમન કરતાં જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ એવો વિપરીતપણે બુદ્ધિનો અવસર કેવો?
અહીંયા તો કહે છે-જ્યાં સમ્યગ્દર્શન થયું, શુદ્ધ ચૈતન્ય આનંદઘનનું ભાન થયું અને પ્રતીતિ થઈ, એનું પરિણમન થયું. તે હવે સ્વભાવનો અનુભવશીલ થયો. એ જીવને હવે રાગ મારો અને રાગનું કર્તવ્ય મારું તેનો અવસર કયાં છે! એ વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે. રાગ મારો અને રાગ મારું કાર્ય એ તો વિપરીત બુદ્ધિવાળાનું કાર્ય છે. અહીં એ વિપરીત બુદ્ધિનો અવકાશ જ કયાં છે એમ કહે છે. સ્ત્રી, કુટુંબ પરિવાર મારાં એવું તો છે જ નહીં પરંતુ અહીંયા અંદરમાં થતાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ આવે તેનો આત્મા કર્તા અને વિકારી કાર્ય મારું કર્મ એવો જે વિપરીત બુદ્ધિનો વ્યવહાર તે સમ્યગ્દર્શનમાં કયાં છે? આહાહા ! ભાષા તો સાદી છે ભાવ તો જે છે તે છે.
આવો માર્ગ અને હજુ સાંભળવા મળે નહીં એ બિચારા શું કરે? અરેરે ! ચોરાશીના અવતાર કરતાં કરતાં અનંતકાળ ગયો. બધા અવતાર ગધેડાની જેમ કર્યા છે. બધા અવતારમાં, અવતારનું કારણ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વભાવનો એણે સ્વરૂપની દૃષ્ટિ કરીને નાશ કર્યો છે. જેણે ભવ ને ભવના કારણરૂપ ભાવને છેદ્યો છે તેણે ભવના અભાવ સ્વરૂપ આત્માનું પરિણમન કર્યું છે. આત્મામાં ભવ ને ભવનો ભાવ નથી અને ચૈતન્ય સ્વભાવનું જે પરિણમન થયું તેમાં પણ ભવ ને ભવનો ભાવ નથી. આહા.. હા ! આવી વાતો છે.
ત્રણ દિવસ પહેલાં અહીં ખટારામાં ત્રણ વ્યક્તિ મરી ગયા. ખટારો વિલાયતી ખાતર લઈને આવતો હતો. ઉપર ત્રણ બેઠા હતા. આડ ગાય આવી તેને બચાવવા ગયો ત્યાં તો ખટારો ઉધો પડી ગયો. ત્રણેય જણાં ત્યાં દબાઈને મરી ગયા. આવી સ્થિતિ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk