________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
કલશામૃત ભાગ-૨ જણાયો તો પ્રકાશનું પરિણમન થયું, એ પ્રકાશમાં રાગ મારો અને હું તેનો કરનારો એવી વિપરીતબુદ્ધિ કયાં છે હવે! સૂર્યના પ્રકાશમાં અંધકાર ન હોય. આહાહા! ચૈતન્યના પ્રકાશમાં રાગ મારું કર્તવ્ય એવું અજ્ઞાન ત્યાં હવે ક્યાં છે.
અહીંયા તો અત્યારે બધે એ પ્રરૂપણા ચાલે છે. દયા કરો, દાન કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો.. એ કરતાં-કરતાં ધર્મ થશે. આમાં શેઠિયાઓ ખુશી થાય કે-ઠીક, આટલેથી પત્યું.
આહા! મારગ બાપુ આવા છે. ભાઈ ! જુઓ તો દાખલા કેવા આપ્યા છે. આગળ કહ્યું હતું-વિપરીત બુદ્ધિનો અવસર કયાં છે? હવે કહે છે સૂર્યના પ્રકાશમાં અંધકાર કયાં છે? તેમ ભગવાન ચૈતન્ય સ્વરૂપની પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાનનો પ્રકાશ થયો તો તેને આ રાગ મારું કર્તવ્ય એવા અજ્ઞાનનો પ્રવેશ કયાં છે. ચૈતન્યના પ્રકાશમાં અંધકારનો પ્રવેશ-રાગનો પ્રવેશ હવે કયાં છે.
આહાહા! પરદ્રવ્યને ન કરે એમ જે માને તે દિગમ્બર નથી. આવી તો પ્રરૂપણા ચાલે છે. અહીં કહે છે-રાગ મારો એમ માને તે મિથ્યાષ્ટિ છે.
આહાહા! એક-એક શ્લોક તો જુઓ! દિગમ્બર સંતો-વીતરાગી મુનિઓની વાણી તો જુઓ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો વીતરાગી ઝુલામાં ઝુલતા હતા.
આહાહા! અરે પ્રભુ! તું જ્યાં અંદર જાગ્યો. ત્યાં તો જ્ઞાન ને આનંદ તે હું છું એવો પ્રકાશ આવ્યો. એ પ્રકાશમાં હું રાગનો કર્તા અને રાગ મારું કાર્ય એવી મિથ્થાબુદ્ધિનો પ્રવેશ કયાં છે?
અમે આ કરીએ, પુણ્યના પરિણામ અમે કર્યા, અમે દયા પાળી, વ્રત પાળ્યા, ભક્તિ કરી એવા રાગનો કર્તા થઈને ધર્મ માને એ તો મિથ્થાબુદ્ધિ છે. આવી ગજબની વાતો છે. આ પરમ સત્ય છે. સત્ય સૂર્ય જ્યાં પ્રગટયો તેમાં અસત્ય તેવી વિપરીત બુદ્ધિનો પ્રવેશ કયાં છે? ઝીણી વાતો છે બાપુ!
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે?” અહીં પ્રશ્ન થયો કે તમે તો એમ કહ્યું કે સમ્યગ્દર્શન થતાં, સમ્યજ્ઞાન થતાં રાગ મારો એ કર્તાબુદ્ધિ જાય છે એટલે કે વિપરીત બુદ્ધિ જાય છે. હવે અહીંયા વ્યવહાર રત્નત્રય છે એ શુભરાગ છે, એ મારું કર્તવ્ય છે એ વિપરીત બુદ્ધિ છે. અરે! મધ્યસ્થ થઈને વાંચે પણ નહીં. શું ચીજ છે તેની ખબર નહીં અને હાલ્યું જાય બફમમાં. આત્માનું જ્ઞાન થતાં વિપરીતબુદ્ધિ ટળે છે પણ કર્મબંધન મટે છે કે નહીં એમ કહોને? (માત્ર) વિપરીતબુદ્ધિ મટે છે કે સાથે કર્મબંધન પણ મટે છે?
“ઉત્તર આમ છે કે- વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે.” સમ્યગ્દર્શન થયા પછી એ અલ્પ રાગને, અલ્પ બંધનને એણે ગણ્યો નથી. એ રાગ તો કર્મધારામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk