________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
કલશામૃત ભાગ-૨
( સ્વખ્તયત્) ખંડી નાખે છે–તોડી નાખે છે.
“ મૂળથી ઉખાડતું થકું ”.. તેનો અર્થ ચાલે છે. મૂળથી એટલે આ ગાયો ઘાસ ખાય તે ઉ૫૨-ઉ૫૨થી ખાય છે એને ગોચર કહે છે. ગોચર હોય તે મૂળિયેથી ન ઉખેળે. જ્યારે ગધેડા ઘાસ ખાય તે મૂળથી ઉખેડીને ખાય. ઘાસનું મૂળિયું જમીનમાં ન રહે તેમ ખાય. અહીં કહે છે-એ ગધેડો છે ને આ પંડિત છે. આહાહા ! તેણે પુણ્ય-પાપના (એકત્વના ) મૂળિયાં તોડી નાખ્યા છે. હવે આવો ઉપદેશ સાંભળવાયે ન મળે ! ત્યાં તો આ કરોને.. તે કરો તેવી પ્રવૃત્તિની વાત છે.
અહીં તો કહે છે–એ ભાવને છોડે છે. સમ્યગ્દષ્ટિ અભેદને લક્ષમાં લેતાં દૃષ્ટિમાંથી ભેદને છોડે છે તો પછી રાગને છોડે છે તે પ્રશ્ન જ કયાં રહ્યો. આ તો જન્મ-મરણના અંતની ઝીણી વાતુ છે બાપુ !
જુઓને ! આ યુવાન માણસ અહીં બેસતો હતો તે મરી ગયો. તેને શું થયું કોણ જાણે ? બપોરે અહીં બેસતો અને સવારે ત્યાં આમ બેસતો. પાંત્રીસ વર્ષની યુવાન અવસ્થા હતી.. તેમાં એકાદ બે ઓછા વત્તા હશે ! રાત્રે બારણા બંધ કરીને સૂતો... આ બધું એવું છે.
હમણાં અમેરીકામાં આપણો કાઠિયાવાડી એક છોકરો મરી ગયો. તે છવ્વીસ વર્ષનો હતો. અમેરીકામાં બધા વિષયમાં ૯૦% એ પાસ થયો. તેને આજુબાજુમાં તેના મોટાભાઈ પાસે જવું હતું.. અને પછી દેશમાં આવવું હતું. ત્યાંના કાઠિયાવાડી લોકો કહે–અમે તને ન જવા દઈએ, અમે તારું અહીં સન્માન કરીશું. તેને ત્યાં રાત્રે ૧૧ વાગ્યા સુધી ખૂબ માન-સન્માન આપ્યું.. સવા૨ે તો નીકળી જવાનો હતો. રાત્રે અગિયાર વાગ્યે સુતો અને સવારે જુએ તો મરી ગયેલો. તે જલગાંવવાળા વજુભાઈની બહેનનો દીકરો હતો.
અમેરીકામાં લાખો છોકરાવમાં ૯૦% (માર્કસથી ) પાસ થયો. એના ભાઈને મળી અને અહીં પરણવા આવવાનો હતો. તેને હાર્ટફેઈલ થયું હશે ! દેહની સ્થિતિ તેના કાળે પૂરી થાય તેને કોઈ રાખી શકે નહીં. ઇન્દ્રનો આત્મા પણ તેને બચાવી શકે નહીં. મુદત પૂરી થયે ખલાસ.. ઇન્દ્રના શ૨ી૨ની ચોરાશી હજાર દેવો સેવા કરે છે. એનો દેહ જ્યારે છૂટે છે ત્યારે અંગરક્ષક પણ આમ મોઢું ફાડીને ઉભા હોય છે. ઇન્દ્રનો આત્મા ગયો અને શ૨ી૨ પડયું રહે છે. દેહ ને આત્માનો સ્વભાવ તદ્દન ભિન્ન ભિન્ન છે. તેને કાંઈ લેવા-દેવા નથી. ખરેખર તો શરીર છે તે રજકણો જ છે ને ! અહીંયા ૫૨મ દિવસે વીંછી નીકળ્યો 'તો. પહેલાં અહીં બહુ વીંછી નીકળતા... કા૨ણ કે, અહીં તો જંગલ હતું ને ! એ વીંછીના ડંખના રજકણો આ (શરીર) રૂપે આવ્યા છે. પહેલાં તે રજકણો વીંછીના ડંખપણે થયા હતા. હવે તે રજકણો અહીં (શરીરરૂપે ) આવ્યા... તો તેને મારા માને છે. જ્યારે તે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk