________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
કલશામૃત ભાગ-૨ પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે તેવું તેનું પરિણમન થયું-તેનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર છે. સમજાણું કાંઈ ?
“ કેવું થતું થકું જ્ઞાન (ચિદ્રૂપ શક્તિ ) પ્રગટ થયું ? આનંદનો નાથ પ્રભુ ! જ્ઞાન સાગર તેનું પર્યાયમાં પરિણમન થયું. જેવો સ્વભાવ છે તેવું પરિણમન થયું. અનાદિથી તો સ્વભાવથી વિરુદ્ધ પુણ્ય-પાપના વિભાવભાવનું પરિણમન હતું, એ મિથ્યાભ્રાંતિનું પરિણમન હતું. સમ્યગ્દર્શન થતાં એ ભ્રાંતિરૂપ પુણ્ય-પાપનું પરિણમન દૂર થયું. અને ચૈતન્ય સ્વભાવનું પરિણમન થયું. આહાહા ! શું કહે છે તે સમજાણું કાંઈ ?
આ શરી૨ (નોકર્મ ) તો કયાંય રહી ગયું; પરંતુ અંદરમાં થતાં પુણ્ય ને પાપના, દયા-દાન-વ્રત-ભક્તિના, કામ-ક્રોધના રાગાદિભાવ તે આત્માનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન પડી અને જે ચૈતન્યસ્વરૂપ છે તેનો સત્કાર અને સ્વીકાર થતાં જે રાગનું પરિણમન હતું તેના સ્થાનમાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થયું. આવી વાતો છે.
k
',
કેમ પ્રગટ થયું ? “ પરપરિગતિમ્ ઙાત્” જીવ કર્મની એકત્વબુદ્ધિને છોડતું થકું.” ૫૨ પરિણતિ એટલે કે પુણ્ય ને પાપના ભાવ એ આત્માની-સ્વની દશા નહીં. જયચંદજી પંડિતે શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે-‘૫૨ પરિણતિ એટલે વિભાવને છોડતું ' અહીં એમ કહ્યું કે–કર્મનાં સંબંધે થયેલા વિભાવને અને આત્માની એકત્વબુદ્ધિને છોડતું. શું કહ્યું ? શુદ્ધ નિત્ય ધ્રુવ ચૈતન્ય સ્વભાવ, તેનાં ઉ૫૨ દૃષ્ટિ પડતાં; અનાદિથી પર્યાયમાં જે રાગનું-વિકારનું પરિણમન હતું તેના સ્થાને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રનું નિર્વિકારી પરિણમન થયું તેનું નામ આત્માની પર્યાય અને ધર્મ થયો.
แ
વળી શું કરતું થકું? “મેવવાવાન્ જીન્દ્વયત્” (મેવવાવાન્) ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાન-ગુણવર્ડ અનુભવે છે, - ઇત્યાદિ અનેક વિકલ્પોને મૂળથી ઉખાડતું થકું.” આહાહા ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા ત્રણ ભેદ છે તેને છોડતું થકું. ચૈતન્યસ્વરૂપ ભગવાન તેનું અંદર ભાન થતાં એ સ્વભાવની પરિણતિ વિકા૨ને છોડે છે એટલે કે વિકાર મારામાં છે નહીં... હું તો શુદ્ધ ચૈતન્ય આનંદ છું. લ્યો ! આ સમ્યગ્દર્શન.
જગતને સમ્યગ્દર્શન એટલે કાંઈ નહીં. ભગવાનની શ્રદ્ધા કરો અને લઈ લ્યો વ્રતપડિમા. આહાહા ! બાપુ ! સમ્યક્ એટલે સત્ય દર્શન. સત્ય દર્શન એટલે ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ધ્રુવ જે સત્ય છે એનું દર્શન-પ્રતીત થવી તેનું નામ સત્ય દર્શન છે. તે કાળે સ્વભાવરૂપ જ્ઞાન પરિણમનમાં વિકારના પરિણામને છોડતું પ્રગટ થાય છે.
આહાહા ! ઉત્પાદ-વ્યય અને ધ્રુવ અર્થાત્ આત્મામાં નવી અવસ્થા ઉત્પન્ન થાય, જૂની અવસ્થા વ્યય થાય અને ધ્રુવપણે કાયમ રહે એવું ત્રણપણું છે, એવા ત્રણના ભેદને પણ લક્ષમાંથી છોડી દીધા છે, એક અખંડ આનંદદળ ઉપર તેની દૃષ્ટિ છે. આહાહા ! વસ્તુ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk