________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૧
જે ત્રિકાળ છે તે દ્રવ્ય છે અને તેમાં જ્ઞાન-દર્શન-આનંદ તે તેના ગુણો છે, વર્તમાન દશા તે પર્યાય છે. એવા ત્રણભેદને પણ દૃષ્ટિમાંથી છોડતું, પોતાના અભેદ સ્વભાવ ઉપર દૃષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ ભેદ ઉપર નથી એમ કહે છે. આવી વાતો છે.
વસ્તુ જે ચિદ્રુપ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ પરિણમન થાય છે તેની દૃષ્ટિમાંથી પુણ્ય-પાપના વિભાવભાવનું એકત્વપણું છૂટે છે અથવા તેના લક્ષને છોડે છે-તેનો આશ્રય છોડે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા ત્રણ ભેદ છે એ ભેદ ઉ૫૨ લક્ષ જતાં તો રાગ થાય છે. ચિત્તૂપશક્તિ પ્રગટ થતાં એવા ભેદના લક્ષને પણ છોડી ધે છે. આવો ધર્મ છે.
પેલો ધર્મ તો સહેલો ને સટ હતો. ભગવાનની પૂજા કરવી, મંદિર બંધાવી દેવા. આ ભાઈ બેઠા તેમણે બેંગ્લોરમાં મોટું મંદિર બંધાવ્યું છે. આઠ લાખ નાખ્યા છે. એ ધર્મ હશે ? ના, ભાઈ ! એ શુભભાવ છે-એ મંદ રાગ છે. બાયડી, છોકરાં માટે પૈસા રાખવા તે પાપભાવ છે.
99
અહીં તો કહે છે–એ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે. તેનો દૃષ્ટિમાં સ્વીકાર થતાં તેની પરિણતિ જે શુદ્ધ થઈ તે રાગને, ભેદને (દૃષ્ટિમાંથી ) છોડે છે. હવે સમ્યગ્દષ્ટિનું લક્ષ ભેદ ઉ૫૨ નથી, તેનું લક્ષ અભેદ ઉ૫૨ છે. માર્ગ તો આવો છે બાપા ! (મેવવાવાન્) ગજબ વાત છે ને! “આત્માના જ્ઞાનગુણ વડે અનુભવે છે.’ આત્માને પોતાના જ્ઞાનવડે અનુભવે છે એ પણ એક વિકલ્પ છે. આત્માને... જ્ઞાન વડે એટલો ભેદ પડયો ને ! ભેદના ત્રણ પ્રકાર. ( ૧ ) ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ( ૨ ) દ્રવ્ય ગુણ ને પર્યાય (૩) આત્મા તેના જ્ઞાનગુણ વડે અનુભવે છે.
એક અખંડ વસ્તુ ભગવાન આત્મા તેમાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવ તેવા ત્રણ ભેદના વિચાર કરવા તે વિકલ્પ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરવા તે વિકલ્પ છે-રાગ છે. આત્મા જ્ઞાનગુણ વડે જણાય છે, જ્ઞાનવડે અનુભવાય છે એવો ભેદ પણ વિકલ્પ છે. આહાહા ! આ તો હજુ સમ્યગ્દર્શનની વાત ચાલે છે.
“ ઇત્યાદિ અનેક વિકલ્પોને મૂળથી ઉખાડતું થકું.” હું શુદ્ધ છું, ધ્રુવ છું એ પણ એક વિકલ્પ છે. એને (વન્દ્વયત્) મૂળથી ઉખાડતું થકું એટલે ભેદને મૂળથી છોડતું. પ્રભુ ! ચૈતન્ય ધ્રુવ એકલો તે અભેદ ઉ૫૨ દૃષ્ટિ નાખતો ભેદના વિકલ્પને છોડે છે.
આત્મા બાયડી છોડે છે, છોકરાં છોડે છે એમ નથી. એ તો છૂટા પડયા છે, અંદર ગયા છે કયાં ? તેણે પકડયા છે કયાં કે તેને છોડે ? તે તો જુદા જ છે. ૫૨નું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહીં. આત્માએ તેને ગ્રહ્યા નથી કે તેને છોડે! એ તો આત્માથી ભિન્ન ચીજ છે. પુણ્ય ને પાપના ભાવને તેણે પર્યાયમાં ગ્રહેલા છે.. અને અનાદિથી તેણે સ્વભાવને છોડયો છે. હવે તેને કહે છે કે-ચૈતન્યસ્વરૂપ જે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે તેને પકડતો અર્થાત્ અભેદ ઉ૫૨ દૃષ્ટિ આપતો અને ભેદના વિકલ્પને છોડતો
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk