________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૧ બપોરે પ્રવચનમાં એમ સિદ્ધ કર્યું કે-આ પરિણામ પરિણામીનું છે. જીવદ્રવ્ય-વસ્તુ પરિણામી છે અને એનાં એ પરિણામ છે. પરિણામી અને પરિણામ અનન્ય છે-અભેદ છે. વિકારી પરિણામ અને વિકારી કરનારો પરિણામી બે અભેદ છે. એ તો અજ્ઞાનીની દૃષ્ટિ સ્થાપવા ત્યાં સિદ્ધ કર્યું છે. સવારે પ્રવચનમાં બીજું આવે બપોરે બીજું આવે તેમાં કઈ અપેક્ષાથી સિદ્ધ કરવું છે તે વાત જાણવી જોઈએ.
અરે! સત્યને સમજ્યા વિના અનંતકાળ પરિભ્રમણમાં ગયો. ક્રિયાકાંડમાં ઘૂસી ગયો અને ચોરાશીના અવતાર કર્યા. અહીં કહે છે કે એ ક્રિયાકાંડનો જે રાગ છે એ રાગને રાગ કરે અને હું કરું તેમ બે કર્તા નથી. હું એકલો રાગનો કરનાર છું તેમ અજ્ઞાની માને છે. વીતરાગનો માર્ગ આવો ઝીણો છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવે જોયું એવું કહ્યું છે અને સ્વરૂપ પણ એવું જ છે. અનાદિથી પરિચય નહીં અને અભ્યાસ નહીં. એટલે એને એમ લાગે કે આ શું છે?
આહાહા ! હું એકલો વિકારની ને કર્મની પર્યાયનો કર્તા છું એમ અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ માને છે. તેને જૈનતત્ત્વ, આત્મતત્ત્વ શું છે તેની ખબર નથી. જૈનના વાડામાં, સંપ્રદાયમાં રહ્યાં છતાં તે મિથ્યાષ્ટિ જીવ એમ માને છે કે હું એકલો રાગનો કર્તા છું. રાગ કર્મના (લ) નિમિત્તે થયો અથવા રાગ રાગથી થયો તેમ છે નહીં.
પ્રશ્ન:- જાણ્યા પછી ભાન આવે પરંતુ જાણ્યા પહેલાં રાગને હું કરું છું તેમ માને ને?
ઉત્તર:- એને જાણ્યાનું ક્યાં ભાન છે, એ તો અજ્ઞાનથી (હું કરું છું) તેમ માને છે. બીજી ગાથામાં આવે છે કે જાણે છે તેનો અર્થ તેની ખબર નથી. તે અજ્ઞાનપણે એમ માને છે કે-આ રાગને હું કરું છું. એના જ્ઞાન પરિણામમાં, રાગને હું કરું છું એવું જ એનું પરિણમન છે. ધર્મ સમજવો કઠિન છે. વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. લોકોએ તો અજૈનધર્મને જૈનધર્મ તરીકે સ્વીકારી લીધો છે. કોઈની સેવા કરવી, દયા પાળવી, દયાનો રાગ કરવો તેને ધર્મ માન્યો છે પરંતુ તે જૈન ધર્મ જ નથી.
જુઓ, એટલું કહ્યું! હું ચૈતન્યસ્વરૂપ આત્મા પુદ્ગલ કર્મને કરું છું. કર્મની પર્યાય બંધાય તેને હું કરું છું. આ રાગના પુણ્ય-પાપના, દયા-દાનના ભાવ આવે તેને હું કર્તા થઈને એકલો કરું છું એમ માને તે મિથ્યાષ્ટિ છે. અહીં તો તેનાથી આગળ કહે છે કેઆ વ્રત, તપ કરે છે અને તે ધર્મ છે તે મિથ્યાત્વ છે. વાતે વાતે ઘણો ફેર. વીતરાગ માર્ગને આખો ઉથલાવી નાખ્યો છે.
આહાહા ! અહીં કહે છે-વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે ઉઠે છે એ વિકાર વિકારથી પર્યાયમાં થાય છે એમ માનતો નથી પરંતુ એ વિકારનો હું કર્તા છું એમ માને છે. સમજાણું કાંઈ? આવું બધું સમજવું? તો આમાં પાર કયાં આવે? વાણીયાને ધંધા આડે નવરાશ મળે નહીં અને એમાં કલાક સાંભળવા મળે એમાં આવું ઝીણું!? તેણે તો એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk