________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૩ દયા, દાન, વ્રત, ભક્તિ તે મોક્ષનો માર્ગ છે. આ દિગમ્બર પંડિત ! મખ્ખનવાલજીએ કૈલાસચંદજીને મોટી ચેલેન્જ આપી છે કે તમે દિલ્હી આવો અને બે દિવસ ચર્ચા કરો. ચેલેન્જ આપું છું કે-શુભજોગ છે તે જ મોક્ષનો માર્ગ છે.
મખ્ખનવાલજી:- શુભભાવને હેય માને તે મિથ્યાષ્ટિ છે.
કૈલાસચંદજી – કુંદકુંદાચાર્ય શુભરાગને હેય માને છે તો પછી કુંદકુંદાચાર્ય મિથ્યાષ્ટિ ર્યા. આ વાત બન્ને પંડિતોમાં ચાલે છે. મૂળ તો આ વાત કયાંય હતી જ નહીં. અહીંથી નીકળી એટલે ખટકે છે.
શ્રોતા- બન્ને વાત ખોટી છે. (૧) વ્યવહારથી નિશ્ચય થશે (૨) શુભ કરવાથી શુદ્ધ થશે.
ઉત્તર:- એ. બધુંય ખોટું છે. (૧) શુભ કરવાથી શુદ્ધ થશે એ મિથ્યાત્વ છે. (૨) શુભભાવ મારું કર્તવ્ય છે એ પણ મિથ્યાત્વ છે. આહાહા! આવી ભારે વાતું ભાઈ ! વસ્તુ આવી છે ભાઈ! વર્તમાનમાં મૂળ તત્ત્વની વાતો બધે ઉડી ગઈ છે. ક્યાંય તત્ત્વની વાત જ રહી નહીં. આ કરો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ-પૂજા-જાત્રા કરો, દાન કરો, થઈ ગયો ધર્મ.
શ્રી પંચાધ્યાયીમાં પ૬૮મી ગાથા છે. દુષ્ટ પુરુષનું જેમ દુષ્ટ કર્તવ્ય છે તેમ શુભભાવ દુષ્ટ કર્તવ્ય છે. એટલે એનું ફળ દુષ્ટ છે-મમ્મનલાલજીએ આવો અર્થ કર્યો છે. પંચાધ્યાયી છે તો રાજમલ્લજીનું. પાઠમાં “વ્રતાદિ' શબ્દ છે. વ્રતનો ભાવ છે તે શુભ છે અને તે દુષ્ટ છે આરે ! આવી વાતો કેમ બેસે? તેને તો વ્રત કરવા તે સંવર લાગે, ઉપવાસ કરવો તે તપ લાગે, અને તપ છે તે નિર્જરા છે અને નિર્જરા છે ધર્મ છે. અજ્ઞાનીએ આવું માનેલું રખડવા માટે સહેલું ને સટ હતું. બધે જ આ પ્રથા છે.
અહીં કહે છે કે-મિથ્યાષ્ટિ રાગનો કર્તા થાય છે એવી જેની દૃષ્ટિ વિપરીત છે તે જ્ઞાનસ્વરૂપ જાણનારા આત્માનો (દષ્ટિમાંથી) નાશ કરે છે. આત્મા તો જાણનાર છે તે કરે કોને? પરનું તો કરે નહીં પણ રાગનુંય કરે નહીં. જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનને કરે કે રાગને કરે? આહાહા! આવું સ્વરૂપ છે! ચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ છે એ ચૈતન્યના પ્રકાશની પર્યાયને કરે એ પણ ઉપચારથી છે. કારણ કે કર્તા કર્મનો એટલો ભેદ થયો માટે ઉપચાર. કર્તાકર્મ અધિકારનો ચોથો કળશ છે તેમાં આવશે.
કળશ-૪૯નો ભાવાર્થ આમ છે કે “જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે તેમ અન્ય દ્રવ્યોનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી ભિન્ન સત્ત્વ છે.”
જોયું! અન્ય દ્રવ્યના પરિણામને પુદ્ગલ બાંધે કે પરની દયા પાળે તેનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી. જ્યારે પેલામાં તો આત્મા કર્તા અને નિર્મળ પર્યાય કર્મ તેવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk