________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
કલશાકૃત ભાગ-૨ સાંભળ્યું હતું કે-દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો.. એ બધું રખડવા માટે સહેલું હતું.
પાઠમાં ‘વોપવિય:' છે તેનો અર્થ કર્યો “વિદ્યમાન છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે મારું (વર્ષ) કૃત્ય છે.” પુદ્ગલકર્મને હું કરું છું. હું છું તો પુદ્ગલકર્મની અવસ્થા થાય છે, તે પુગલકર્મની અવસ્થા મેં કરી છે તેમ માને છે. તેમ પર્યાયમાં રાગ થાય છે તો હું છું તો રાગની અવસ્થા થાય છે એમ માને છે. પર્યાયનો કર્તા પર્યાય છે તેમ અજ્ઞાની માનતો નથી. દયા-દાન-વ્રતના રાગના ભાવ આવ્યા તેનો કરનારો હું એકલો છું તેમ માનનાર મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આમ ગુંલાટ ખાઈને વાત કરે તો તેમાં તે એમ કહે છે કે-વિકાર છે તે પુદ્ગલનું કાર્ય છે અને તે પુદ્ગલનું કર્મ છે એમ માને છે. આવું માનનારો પણ અજ્ઞાની છે. સમજાણું કાંઈ?
હું જાણનારો છું અને રાગાદિ પરય તરીકે છે. હું જ્ઞાન તરીકે સ્વ છું અને પારને શેય તરીકે જાણું છું. આવો માર્ગ છે.
“આવું છે મિથ્યાષ્ટિનું વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે.” આ રાગ છે તે કર્મના અર્થાત્ નિમિત્તનાં સંબંધથી થયેલ ઉપાધિ છે તેમ અજ્ઞાની ન માનતા, એ રાગ મારું કર્તવ્ય છે અને તે કાળે પુગલકર્મ બંધાય છે તે પણ મારે લઈને બંધાય છે તેમ અજ્ઞાની માને છે. પછી તે જૈનના સાધુનું નામ ધરાવતો હોય. એ પંચ મહાવ્રતના પરિણામ કે જેના ફળમાં નવમી રૈવેયકે જાય. તે પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે. અત્યારે તો એવા પરિણામ પણ હોતા નથી. અજ્ઞાની તે રાગને પોતાનું કર્તવ્ય માને છે. પર જીવોને જીવતા રાખવા, મદદ કરવી, આહાર-પાણી કરાવવા એ અમારી ફરજ છે તેમ અજ્ઞાની માને છે. આવું મિથ્યાદેષ્ટિનું વિપરીતપણું છે તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે.
પ્રભુ આત્મા તો જ્ઞાનસ્વરૂપી પ્રકાશમયી વસ્તુ છે, તે પ્રકાશે કે કોઈને કરે? જેને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે એ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે પણ રાગ છે, પંચ મહાવ્રતના ભાવ એ પણ રાગ છે, શાસ્ત્રનું ભણવું એ પણ રાગ છે. આહાહા ! એ રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એવું મિથ્યાષ્ટિનું વિપરીતપણું છે તેને જ્ઞાન સમાવી ઘે છે. હું એક આત્મા, ચૈતન્ય પ્રકાશનો પૂંજ છું એવી દૃષ્ટિ થતાં; વિપરીતપણાનો નાશ થાય છે. સમ્યગ્દર્શનનો આ ઉપાય છે. આહાહા! આવું ઝીણું! એકેક વાતે ફેર છે.
દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો એવી વાત તો આમાં આવી નહીં! એ રાગની વાત છે, તેમાં રાગ આવ્યો. અહીં કહે છે તે રાગનો કર્તા હું અને તે મારું કર્તવ્ય એ માન્યતા મિથ્યાષ્ટિની છે. શું કહે છે? હું જ્ઞાનસ્વરૂપી આત્મા સ્વને અને પરને પ્રકાશનારો, રાગને અને પરને નહીં કરનારો. આત્માનું આવું સ્વરૂપ છે.
પંડિતો વાંધો કાઢે છે. છાપામાં મમ્મનલાલજીનું લખાણ આવ્યું છે. શુભજોગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk