________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૫ જમાનામાં અમારું નામ પ્રતિષ્ઠિત હતું. કાનજીસ્વામી વાંચવા બેઠા છે એટલે માણસ ઉભરાય. ઉપાશ્રયમાં સમાય નહીં. એટલે બહાર શેરીમાં બેસે. ત્યારે એક વખત થોડું કહ્યું 'તું જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધ થાય? જે ભાવે બંધ થાય એ ભાવ ધર્મનું કારણ નથી. પંચમહાવ્રતના પરિણામ તે આસ્રવ છે-વિકલ્પ છે–રાગ છે તે ધર્મ નથી, કેમકે તે પરલક્ષી ભાવ છે. પરલક્ષી ભાવ છે તે વિકાર-આસ્રવ છે. સંપ્રદાયમાં અમારી પ્રતિષ્ઠા હતી તેથી સભામાં કોઈ કાંઈ ન બોલ્યું.
બોટાદમાં અમારું માન બહુ હતું. આ ૬0 વર્ષ પહેલાંની વાત છે. ૬૪ વર્ષ તો દીક્ષા લીધાને થયા. પછી જે સાધુ બેઠા હતા તે વીસરે. વીસરે કરીને ઊઠી ગયા. મેં તેમને કહ્યુંએ વાત તમને ન ગોઠી તો ઉભા શું કામ થયા? બેસી રહેવું હતું ને? તે સાધુ મને કહે તમે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું નથી, માન્યું નથી. મને ખબર છે તમે શું કહ્યું છે.. મારે આવી શ્રદ્ધા જોઈતી નથી. ન જોઈએ તમારી વાત એક કોર રાખો.
પંચ મહાવ્રતના પરિણામ અને બાર વ્રતના ભાવ એ રાગ ને આસ્રવ છે. એ બંધનું કારણ છે. આવી વસ્તુ છે. અરે! ભગવાનના માર્ગનો તો લોપ કરી નાખ્યો છે. આ તો સિંહના–વીતરાગના માર્ગ છે. સમજાણું કાંઈ?
શ્રોતા:- મુહપત્તિનો ત્યાગ કરીને પછી તેને જૂઠા ઠરાવ્યા?
ઉત્તર- આ વાત તો મુહપત્તિ વખતે કરી હતી. ત્યારે બોટાદમાં જૈનોના ત્રણસો ઘર હતા. હવે તો તેનાથી વધી ગયા છે. અમારું વ્યાખ્યાન ચાલે. માણસ ઘણું આવે, ત્યારે કહ્યું હતું. પંચ મહાવ્રતના પરિણામ તે આસ્રવ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે અધર્મ છે. ધર્મથી બંધ ન થાય કેમકે ધર્મ તો આત્માના વીતરાગી પરિણામ છે. ચૈતન્યના આશ્રયે-અવલંબને થયેલો વીતરાગી ભાવ તે ધર્મ છે. વીતરાગીભાવ કોના આશ્રયે થાય તે સાંભળ્યું ન હોય.
અહીં કહે છે-મિથ્યાષ્ટિ–અજ્ઞાની રાગનો કર્તા થાય છે તે તેનું અજ્ઞાન છે. જે જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે તે અજ્ઞાનનો નાશ કરે છે. આત્મા રાગનો કર્તા નથી, પરનો કર્તા નથી. મેં આટલા શિષ્ય બનાવ્યા, આટલા પૈસા ખર્ચાવ્યા, આટલા મંદિરો બંધાવ્યા તે બધી માન્યતા અજ્ઞાન છે.
આ મોટું મકાન રામજીભાઈએ કર્યું નથી? તો શું આ ર૬ લાખ રૂપિયાનું મકાન કર્યા વિના થયું હશે? જુઓને? પ્રમુખપણું નહોતું કે પ્રમુખપણું આવ્યું ત્યારે ચારેકોરથી લોકો ખુશી ખુશી થઈ ગયા. કાલે હિંમતભાઈ કહેતા તા-રામજીભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું તે બહુ સારું થયું. આવો હાડાભીડ માણસ જશે ત્યારે લોકોને ખબર પડશે. પણ પરનું કાંઈ કરી શકે નહીં.
ભાવાર્થ આમ છે કે “અહીંથી કકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે.” કર્તાકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk