________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
કલશામૃત ભાગ-૨ અધિકા૨ની ૭૬ ગાથા છે તેમાં આ પહેલું માંગલિક કર્યું. અહીંથી કર્તાકર્મ અધિકારની શરૂઆત થાય છે. શુદ્ધજ્ઞાનનો પ્રકાશ એટલે કે જેવી શક્તિ છે તેવી વ્યક્તતા સમ્યગ્દર્શન થતાં પર્યાયમાં પ્રગટ થાય છે. જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય છે તે કર્તાનું કર્મ છે એ પણ ઉપચારથી છે. કારણ કે દ્રવ્યને (અકર્તાને ) કર્તા કહેવું એ વ્યવહારથી છે. દ્રવ્ય તો ધ્રુવ છે અને ધ્રુવ કયાં પરિણમે છે ? જ્યારે કાર્ય તો પરિણામમાં થાય છે. પરિણામમાં કાર્ય થાય અને આત્માને કર્તા કહેવો એ તો ઉપચારનું કથન છે-વ્યવહારથી કથન છે. અહીંયા તો એનામાં ને એનામાં અર્થાત્ દ્રવ્યમાં પરિણામ થાય છે એટલી વાત સિદ્ધ ક૨વી છે. નિશ્ચયથી તો જે પર્યાય શુદ્ધપણે પરિણમે છે તેનો કર્તા દ્રવ્ય ને-ગુણેય નથી. હવે આવી વાતું ! અજાણ્યા માણસોને તો એવું લાગે કે–જૈનધર્મની વાતો આવી હશે ? લોકોને એમ થાય કે અમે સંપ્રદાયમાં ૫૦-૬૦ વર્ષ કાઢયા એમાં તો આવી વાત સાંભળી નથી. અહીંયા આ બધા સ્થાનકવાસીના અગ્રેસરો જ બેઠા છે.
શ્રોતા:- એ બધા ભોળા લોકો હતા તેથી અહીં આવ્યા ?
ઉત્ત૨:- લોકો એમ કહે છે-ભોળા માણસો તેમની વાત સાંભળે છે. અરે! તું સાંભળને ભાઈ ! ભોળા એટલે મુરખ તે હા પાડે છે.
અમૃતચંદ્ર આચાર્ય મહારાજ દિગમ્બર સંત હતા, તે આનંદના અનુભવી હતા. અતીન્દ્રિય આનંદનો જેને ઉગ્ર અનુભવ હોય તેને મુનિ કહીએ. કપડાં ફેરવ્યા, નગ્ન થયા માટે મુનિ એમ છે નહીં. આ કપડાંવાળા મુનિને દ્રવ્યલિંગે ય નથી. કપડાંવાળાને સાધુ માને તો તે તો કુલિંગ છે.. એ તો લિંગેય નથી. પરંતુ જૈનધર્મનો નગ્ન વેષ ધા૨ણ કરે તો તે દ્રવ્યલિંગ છે. દ્રવ્યલિંગ તેને કહેવાય કે જેના અઠ્ઠાવીસ મૂળગુણ અને પંચ મહાવ્રત ચોખ્ખા હોય. અત્યારે તો દૃષ્ટિમાં મિથ્યાત્વ છે અને નગ્નપણામાં ધર્મ માને છે. આહા ! આવી વાત છે.
ભાવલિંગ એટલે કે રાગથી ભિન્ન પડી નિર્વિકલ્પ ચૈતન્ય મૂર્તિ પ્રભુનો અનુભવ કરે ત્યા૨ે તો તેને સમ્યગ્દર્શન થાય. જ્ઞાન ને આનંદની મૂર્તિસ્વરૂપ, જ્ઞાનના નૂરનું તેજ પ્રભુ.. આત્મા અનુભવમાં આવ્યો અને એ અતીન્દ્રિય આનંદના ધામમાં લીનતા કરવી તેનું નામ ચારિત્ર છે. આરે! આવી ચારિત્રની વ્યાખ્યા બીજે છે નહીં. સમજાણું કાંઈ ? સાધકને રાગાદિ પંચ મહાવ્રત આવે પણ તેનો એ કર્તા ન થાય. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે તેમ બાર ગાથામાં આવ્યું છેને ? કેમકે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યનું જ્યાં ભાન થયું તેથી તેને હજુ રાગ આવે ખરો ત્યારે તે વ્યવહા૨ે તેનો શાતા રહે છે તેનો કર્તા થતો નથી. આહાહા ! જેને ધર્મની વીતરાગી દશા પ્રગટી હોય તેને રાગ આવે તેનો કર્તા ન થતાં જ્ઞાતા ૨હે. હવે એ અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિથી ભિન્ન પડી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk