________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
કલશાકૃત ભાગ-૨ ભેદ પડ્યો માટે ઉપચાર છે. આ કઈ વાત ચાલે છે તેની ખબરું ન હોય હજુ તેને સમજવુંય કઠણ લાગતું હોય.
અહીં કહે છે-જિનેશ્વરદેવ-પરમેશ્વરનો આ હુકમ છે. રાગનો કર્તા થાય તે મિથ્યાષ્ટિ છે. પરદ્રવ્યની દયાનો પાળનારો થાય અને પૈસા મેં દીધા તેમ દાનનો દેનારો થાય એ મિથ્યાષ્ટિ છે.
પ્રશ્ન:- ઉપચારમાત્રથી કર્તા નથી તો ઉપચાર કેમ કહ્યો?
ઉત્તર:- આહાહા! ભેદ પડ્યો માટે વ્યવહાર. આમા કર્તા અને પરિણામ એ કર્મ એવો ભેદ પડ્યો ને એટલે ઉપચાર કહ્યો. ભેદ અર્થાત્ વિકલ્પ છે ને એટલા માટે ઉપચાર. અભેદમાં તો કર્તાકર્મ બધું એક જ છે. કર્તા પણ આત્મા અને કર્મ પણ આત્મા જ છે.
(૧) નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો એ કર્તા અને નિર્મળ પરિણામ કર્મ એ અભેદથી પરિણામમાં છે.
(૨) વિકારના પરિણામ તેમાં પર્યાય કર્તા અને પર્યાય તેનું કર્મ છે. તેને દ્રવ્ય-ગુણ સાથે સંબંધ નથી. પરની સાથે તો સંબંધ છે જ નહીં.
(૩) રાગના પરિણામનો આત્મા કર્તા અને રાગના પરિણામ કર્મ એ ઉપચારમાત્રથી છે-વ્યવહારમાત્રથી છે. તેને નથી કરવું સમ્યગ્દર્શન, નથી કરવું સમ્યજ્ઞાન અને લઈ
લ્યો વ્રત ને તપ અને થઈ જાઓ ઝટ સાધુ. પડિમા લઈ લ્ય તો રોટલા તો મળે ! અરેરે! કાંઈ તત્ત્વની ખબર ન મળે.
પ્રશ્ન- શુદ્ધોપયોગનો કર્તા માને તો?
ઉત્તર-શુદ્ધોપયોગનો કર્તા છે એટલોય ભેદ છે. શુદ્ધોપયોગનું કર્તાકર્મપણું શુદ્ધોપયોગમાં છે. આત્મા શુદ્ધોપયોગનો કર્તા એ પણ ભેદ થયો. આહાહા ! ઝીણી વાત છે બાપુ!
જિનેશ્વર પરમેશ્વર કોને કહે છે? જે એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં ત્રણકાળત્રણલોકને જાણે છે. પ્રભુનો માર્ગ કેવો હોય બાપુ! ખરેખર તો રાગનો કર્તા છું અને રાગ એનાં પરિણામ એ અજ્ઞાની માટે પણ ભેદ-વ્યવહાર છે. જ્ઞાની માટે શુદ્ધોપયોગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એ પણ ભેદ છે. શુદ્ધોપયોગ છે એ જ કર્તા અને એ જ કર્મ છે. કર્તાકર્મપણું પરિણામમાં છે. વીતરાગી પરમાત્મા જગતને આમ કહે છે. જગતને આવું મળ્યું નથી બિચારા શું કરે?
કેટલાક નવાને તો આ સાંભળીને એવું લાગે છે કે-આ તો બધો ધર્મનો લોપ થઈ જાય છે. આહાહા ! ધર્મ શું છે એ તને ખબર નથી ભાઈ ! રાગની ક્રિયા છે તે તો અધર્મ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ અધર્મ છે. ધર્મથી કદી બંધ થાય?
આજથી ૪૮ વર્ષ પહેલાં બોટાદમાં સંવત ૧૮૮૫ ની સાલમાં કહ્યું હતું. ત્યારે મોં એ મુહપતિ રાખતો હતો અને હજાર પંદરસો માણસની સભામાં વ્યાખ્યાનમાં કહેલું. તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk