________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
66
કલશામૃત ભાગ-૨ શું કરતો થકો પ્રગટ થાય છે? “ કૃતિ અજ્ઞાનાં [ર્મપ્રવૃત્તિ અમિત: શમયત્” ઉક્ત પ્રકારે જે મિથ્યાર્દષ્ટિ જીવો છે તેમની કર્તૃકર્મ પ્રવૃત્તિને અર્થાત્ ‘ જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે’ એવી પ્રતીતિને સંપૂર્ણપણે દૂર કરતો થકો.”
પહેલા ચરણમાં છેલ્લું પદ છે તેનો અર્થ કરે છે. “ ોપાવય: મે ર્મ ” હું કર્તા છું અને વિકારી પરિણામ તેમ જ જડકર્મ બન્ને મારું કાર્ય નથી. અજ્ઞાનદશામાં જે રાગનો કર્તા માનતો હતો અને રાગ મારું કર્મ છે એવી અજ્ઞાનરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિને અર્થાત્ જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે. અહીં કર્તાકર્મની પ્રવૃત્તિમાં એકલું પુદ્ગલ લીધું છે... પરંતુ અહીં દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્ને લેવાં કા૨ણ કે ટીકામાં બન્ને લીધા છે.
સૌ પહેલાં અહીં તો એટલે સિદ્ધ કરવું છે કે-જ્ઞાનીને રાગ થાય, છતાં તે રાગનો કર્તા નથી. તે કાળે રાગનું નિમિત્ત પામીને ( અસ્થિરતાનો ) કર્મબંધ થાય છે. એ રાગને લઈને કર્મની પર્યાય બંધાણી છે એમ નથી. (એ બે વચ્ચે કર્તાકર્મપણું નથી.) કર્મની પર્યાય ષટ્કા૨કરૂપે જે પર્યાય થવાની છે તે થઈ છે.. તેનો કર્તા શાની નથી, અને જે બંધમાં નિમિત્ત થયો તે રાગનોય કર્તા નથી.
แ
,
આહાહા ! કર્તાકર્મ પ્રવૃત્તિ (અભિત: ) સંપૂર્ણપણે. “ જીવ પુદ્ગલ કર્મનો કર્તા છે.. અત્યારે અહીંયા આ રીતે સિદ્ધ કરવું છે. બીજી રીતે લઈએ તો પુદ્ગલકર્મ કર્તા છે અને વિકારી પરિણામ આત્માનું કર્મ છે (તેમ પણ શાસ્ત્રમાં આવે છે) પણ અહીંયા એ વાત છે નહીં. પુદ્ગલ કર્મનો ઉદય કર્તા અને વિકારી પરિણામ તેનું કાર્ય એમ નથી.
અહીંયા કહે છે કે–વિકારી પરિણામ જીવનું કર્તવ્ય અને વિકારી પરિણામ કર્મ એ એનું અજ્ઞાન હતું. આત્માનું ભાન થયું તેમાં તે અજ્ઞાન નથી. શું કહે છે ? “ સંપૂર્ણ પણે અજ્ઞાન ભાવને દૂર કરતો થકો ”, ચૈતન્યનું તેજ, ચૈતન્યનો ચંદ્ર શીતળસ્વરૂપ ભગવાન તેનું અંતરમાં સમ્યગ્દર્શન-સત્યદર્શન થયું ત્યાં તેને જિનપ્રકાશ થયો. એ જિનપ્રકાશ અજ્ઞાનપણે જે કર્તા થતો હતો તેનો નાશ કરે છે.
“ તે કર્તૃકર્મ પ્રવૃત્તિ કેવી છે ? ” પૃ: અન્નમ્ વિક્ ર્તા ફઇ અમી જોવાવય: મે ર્મ” એકલો હું જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ પુદ્ગલ કર્મને કરું છું.
,
હું એકલો ચૈતન્યસ્વરૂપ આત્મા જડકર્મની-બંધનની પર્યાયને કરું છું. પુદ્ગલના પરિણામ-કર્મની અવસ્થા તેનો હું કર્તા છું. કર્મબંધનની અવસ્થાનો પુદ્ગલ કર્તા નથી. પુદ્ગલેય કર્તા છે અને હુંય એ કર્તા છું એમ (એક અવસ્થાના ) બે કર્તા નથી. હું એકલો જ તેનો કર્તા છું... એ પાઠ અહીં છે. હું જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ એકલો પુદ્ગલકર્મનો કર્તા છું. અહીં તો એ કહેવું છે કે-પુદ્ગલના પરિણામને હું જ કરું છું. રાગના પરિણામને હું જ કરું છું. રાગથી પણ રાગ થાય અને બીજો હું રાગને કરું તેમ બે કર્તા નહીં. હું એકલો જ રાગનો કર્તા છું એમ અજ્ઞાની માને છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk