________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
કલશાકૃત ભાગ-૨ અજ્ઞાનભાવે રાગનો કર્તા થાય છે, તે દ્રવ્ય કર્તા છે તેમ કહેવાય છે.
“કત પરિણામી દરવ કરમરૂપ પરિણામ,
કિરિયા પરજય કી ફિરનિ વસ્તુ એક ત્રય નામ.” નામ ત્રણ છે વસ્તુ એક છે. ઝીણી વાતુ બાપા ! વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે. ત્યાં રાગનો કર્તા સિદ્ધ કરવો છે. પરિણામી વસ્તુનું એ પરિણામ છે એમ સિદ્ધ કરવું છે. જ્યારે અહીં રાગના કર્તાપણાનો નિષેધ કરવો છે. બપોરે ચાલે છે તેમાં આત્મા પરિણામી ચીજ છે. એ પરિણામીનું પરિણામ છે, કર્મનું નહીં. સમજાણું કાંઈ ?!
હવે અહીંયા તો એમ સિદ્ધ કરવું છે કે એ જ્ઞાનજ્યોતિ ચૈતન્ય પ્રકાશનું તેજ, બોધ-તેજ, જ્ઞાનજ્યોતિ તે એકલું જ્ઞાયકસ્વભાવનું રૂપ છે તેની ઉપર દૃષ્ટિ પડતાં; તેનો સત્કાર અને સ્વીકાર થતાં પર્યાયમાં અજ્ઞાનનો નાશ થયો.. અને જ્ઞાનજ્યોતિ પર્યાયમાં પ્રગટ થાય છે. આવી વાતું છે.
તે ભાઈનો પ્રશ્ન હતો ને કે. પરિણામી દ્રવ્ય કેમ લીધું? ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય આમ ષકારકનું પરિણમન પર્યાયમાં છે. પંચાસ્તિકાય ગાથા ૬રમાં આ રીતે લીધું છે. પુણ્ય-પાપ એવા રાગાદિ ભાવ તેની એક સમયની પર્યાય તે ષટ્કરકરૂપે પરિણમે છે. - રાગની પર્યાય કર્યા છે, રાગની પર્યાય કર્મ છે, રાગની પર્યાયનું સાધન પર્યાય, એ પર્યાય અપાદાન, એ પર્યાય સંપ્રદાન, એ પર્યાયનો આધાર પર્યાય છે. આ જરા કથનમાં મુશ્કેલ પડે તેથી અજ્ઞાનીને પરિણામી દ્રવ્ય રાગનો કર્તા છે તેમ કહ્યું. સમજાણું કાંઈ?
અહીં જ્ઞાનજ્યોતિનો અર્થ “શુદ્ધ જ્ઞાનપ્રકાશ કર્યો.” તે જ્ઞાનપ્રકાશ કેવો છે? સંસ્કૃત ટીકાકારે બોધનું તેજ. બોધ એટલે જ્ઞાન અને તેજ એટલે જ્યોતિ. ભગવાન બોધનું-જ્ઞાનનું તેજ છે. શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે તે માંગલિક કર્યું. જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા શક્તિરૂપે તો હતો પણ તેનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થયો તો પર્યાયમાં પણ શુદ્ધજ્ઞાન પ્રકાશપણે પ્રગટ થયો.
( જ્ઞાનજ્યોતિ:) શુદ્ધ જ્ઞાનપ્રકાશ ( રતિ) પ્રગટ થાય છે. કેવો છે? “પરમોત્તમ” સર્વોત્કૃષ્ટ છે.”
સંસ્કૃત ટીકાકારે પરમનો આ રીતે અર્થ કર્યો છે. “પST' એટલે ઉત્કૃષ્ટ અને “મા” એટલે લક્ષ્મી. જેની જ્ઞાન અને આનંદ લક્ષ્મી ઉત્કૃષ્ટ છે તે પ્રગટ થાય છે. પરમ ઉદાત્ત છે અને પરમ લક્ષ્મીવાન છે. “પરમ' શબ્દ વિશેષણ છે. પરમ લક્ષ્મી અંદર ભરેલી છે તે પ્રગટ થઈ છે. આ પ્રગટ થયેલાની વાત છે.. અને સાથે ત્રિકાળની વાત પણ છે. જે ત્રિકાળ છે તે જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે તે જ્યોતિ પર્યાયમાં પ્રગટ થાય છે. એ જ્ઞાનપ્રકાશ કેવો છે એમ કહીને ત્યાં ત્રિકાળની વાત કરી કે તે સર્વોત્કૃષ્ટ-મહાલક્ષ્મીવાન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk