________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૪૭ શ્રોતા:- અનુભવને ચારિત્ર કહેવાય?
ઉત્તર:- “અનુભવ રત્ન ચિંતામણી” બનારસીદાસનું પદ છે તેમાં ત્રણેય સાથે જ આવે છે. શ્રીમજીમાં ત્રણ શબ્દો આવે છે-અનુભવ, લક્ષ, પ્રતીત. લક્ષ છે તે જ્ઞાનમાં જાય છે, પ્રતીત શ્રદ્ધામાં જાય છે, અનુભવ સ્થિરતામાં જાય છે. એ અનુભવકાળે લક્ષ, પ્રતીત ને રમણતા ત્રણેય સાથે જ હોય છે. સ્વરૂપાચરણની સ્થિરતા પણ સાથે જ હોય છે. અંદરમાં રાગથી ભિન્ન પડતાં, ચૈતન્યસ્વરૂપનો અનુભવ થતાં તે અનુભવકાળમાં તેનું જ્ઞાન થયું તો તેની પ્રતીત થઈ અને રમણતાનો અંશ પણ તેમાં થયો. બે-ત્રણ જગ્યાએ કળશમાં પણ છે કે તમે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની વાત કરો છો પરંતુ શાસ્ત્રમાં તો ત્રણેય સાથે આવે છે. અહીં “અનુભવમાં 'દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સાથે આવી ગયા.
આત્માના આનંદ ને જ્ઞાનનો અનુભવ થતાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેય અંશ સાથે આવ્યા.
(૧) અનંતાનુબંધીનો કષાય ગયો એટલે સ્થિરતા આવી. (૨) મિથ્યાત્વ ગયું એટલે શ્રદ્ધા-પ્રતીત આવી. (૩) અજ્ઞાન ટળ્યું એટલે જ્ઞાન આવ્યું.
અહીં જ્ઞાનજ્યોતિનો અર્થ પ્રકાશ લેવો છે. અહીં પ્રકાશ કેવો છે એમ કહેવું છે. જો જ્ઞાનજ્યોતિ લઈએ તો તે કેવી છે તેમ અર્થ થાય. જયચંદજી પંડિતે “જ્ઞાનજ્યોતિ કેવી છે તેમ લીધું અને સંસ્કૃતમાં જ્ઞાનજ્યોતિ એટલે બોધનું તેજ-જ્ઞાનનું તેજ એમ “તેજ' શબ્દમાં તેજ કેવું છે તેમાં “કેવું” શબ્દ લાગે. અહીં બીજી રીતે લીધું છે.
જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાનપ્રકાશ. ચૈતન્ય શુદ્ધજ્ઞાન સ્વરૂપ છે એવી જ્યાં દૃષ્ટિ થઈ તો સમ્યગ્દર્શનમાં એ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. આ જ્ઞાનપ્રકાશ શક્તિરૂપે-સ્વભાવરૂપે તો છે પરંતુ જે દૃષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે એ દૃષ્ટિને દ્રવ્ય ઉપર કરતાં જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. આવી વાત છે.
શરીરની સુંદર કે અસુંદર અવસ્થા કૃશ કે પુષ્ટ અવસ્થા, કે બાળ-યુવાન અવસ્થા તે બધી જડની અવસ્થા છે. તે ચૈતન્યનું કાર્ય નથી.
બપોરે પ્રશ્ન હતો ભાઈનો કે રાગનો કર્તા પરિણામી દ્રવ્ય એમ કેમ લીધું? પણ ત્યાં પરિણામી જ લેવાય. ખરેખર તો રાગની પર્યાય કર્તા અને રાગની પર્યાય જ કર્મ છે. સોળમી ગાથામાં આવ્યું કે-રાગનો કર્તા પરિણામી દ્રવ્ય છે. તે વાતને અહીં કાઢી નાખવી છે. સમજાણું કાંઈ?
જ્યાં સુધી તેની દૃષ્ટિ સ્વભાવ ઉપર નથી. રાગ અને પર્યાય ઉપર છે ત્યાં સુધી તે અજ્ઞાનભાવે રાગનો કર્તા થાય છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિની જેને ખબર નથી તેને સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન એટલે સત્યજ્ઞાનના તેજનું પૂર પ્રભુ છે. એવી જેની દૃષ્ટિ નથી તે જીવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk