________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૪૯ “વળી કેવો છે? “અત્યંતધીર” ત્રિકાળ શાશ્વત છે.” ભગવાન આત્મા જ્ઞાનબોધ સ્વરૂપ પ્રભુ ત્રિકાળ શાશ્વત છે તે દૃષ્ટિનો વિષય છે. ત્રિકાળી જ્ઞાયક શાશ્વત ધીર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે.
વળી કેવો છે? “વિરવું સાક્ષાત દુર્વત” (વિવું) એટલે સકળ શેય વસ્તુને (સાક્ષાત્ પુર્વ) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે.”
કેવળજ્ઞાનની અપેક્ષાએ સમસ્ત વસ્તુને સાક્ષાત્ જાણે છે પરંતુ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પણ એક સમયમાં બધું જાણે છે. તે અનંત-દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. સ્વપરપ્રકાશક પર્યાયનો એવો સ્વભાવ છે કે-સ્વને તો જાણે જ છે પરંતુ પરને પણ જાણે છે. આહાહા ! સમ્યજ્ઞાન થયું તો ચૈતન્યસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે તેવું ભાન થયું. એ જ્ઞાનની પર્યાય સ્વને તો જાણે જ છે પરંતુ પર્યાયનો ધર્મ સ્વપરપ્રકાશક છે તેથી શ્રુતજ્ઞાની પણ પરનેલોકાલોકને જાણે છે. એ સ્વપરપ્રકાશક જ્ઞાન પર્યાયની તાકાત એટલી છે. તે તાકાત દ્રવ્ય-ગુણને લઈને નહીં. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે જ પરંતુ પર્યાયમાં ત્રિકાળ વસ્તુને જાણવાની તાકાત પ્રગટ થઈ છે.
વળી કેવો છે? “નિરુપ” સમસ્ત ઉપાધિથી રહિત છે.” નિઃઉપાધિ અર્થાત્ જ્ઞાન ઉપાધિ વિનાનું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન પૂર્ણાનંદસ્વરૂપી જ્ઞાયકભાવ તેના (આશ્રયે) પર્યાયમાં જે જ્ઞાન પ્રગટ થયું છે તેને કોઈ ઉપાધિ છે નહીં.
પ્રશ્ન- નિપાધિ વિશેષણ બન્નેમાં લાગુ પડે છે?
ઉત્તર- અત્યારે જે પર્યાય પ્રગટ થાય છે તેની વાત છે. આ વિશેષણ ત્રિકાળીને લાગુ પડે નહીં. કારણ કે અત્યારે પ્રગટ પર્યાયની વાત છે અને તે ઉપાધિથી રહિત છે. શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે તેમાં શુદ્ધ જ્ઞાન તે ત્રિકાળ છે અને પ્રગટ થાય છે તે પર્યાય છે.
વળી કેવો છે? “પૂથ દ્રવ્યનિમff” (પૃથ) ભિન્ન-ભિન્ન પણે (દ્રવ્યનિર્માસિ) સકળ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જાણનશીલ છે.” અનંત દ્રવ્યો, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ તેને જ્ઞાન ભિન્ન ભિન્નપણે જેમ છે તેમ જાણે છે. આહાહા...! આ તો હજુ કર્તાકર્મ અધિકારનું માંગલિક કરે છે. જોયું! ભાષા શું છે? “સકળ દ્રવ્યગુણ-પર્યાયનો જાણનશીલ છે.” જાણવાનો જેનો સ્વભાવ છે તેવો જાણનશીલ છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે. તેનું ભાન થતાં એટલે કે સમ્યગ્દર્શન થતાં. (જ્ઞાન) પર્યાયમાં સર્વ દ્રવ્ય ગુણ પર્યાય ભાસે તેવી તેની તાકાત છે. અહીં જ્ઞાન લેવું છે ને! તેથી ભિન્ન-ભિન્નપણે ભાસે છે એમ લીધું. જો દર્શન ગુણથી કહેવું હોય તો એ (ત્રણેને) અભેદપણે દેખે છે. જ્ઞાન બધું જાણે છે કે આ આત્મા, આ એનો ગુણ અને આ એની પર્યાય, એ પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ બધું જાણે છે. જ્ઞાનની પર્યાયની તાકાત જ જાણવાની છે. એનો જાણનશીલ સ્વભાવ આવો છે. આવી ઝીણી વાતું બહુ બાપા...!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk