________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૩
એક બાઈ હતી તેણે નળિયામાં ધૂપ લઈને રેલ્વેની પૂજા કરી. આ તો કોઈ દેવી છે. બળદ નહીં કાંઈ નહીં અને તેની મેળાએ ચાલે.. તેને આશ્વર્ય થયું. અરે ! કાંઈ ખબર ન મળે. પ્લેન આકાશમાં કયાંયને કયાંય ઉડીને જાય છે. એમાં શું ? એ તો જડની ગતિ છે. તેને આત્મા કયાં કરે છે ? એ ગતિ જડને લઈને પોતાની યોગ્યતાથી થાય છે. શરીરને લઈને આત્મા ચાલે છે તેમ નથી. આત્મા પણ ક્ષેત્રાંતર થવાની લાયકાતથી જાય છે. ૫૨માત્માએ જે સ્વરૂપ કહ્યું હતું તે સંતો જગતને જાહેર કરે છે.
66
કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા હતાં ?
આ રાગનો વિકલ્પ તો અજીવ છે, ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જીવ છે. તે બેને ભેદજ્ઞાન વડે, કરવત વડે, બે કટકા કર્યાં. તે પહેલાં બન્ને કેવા હતાં ? તે પહેલાં બન્ને એક તેની માન્યતામાં હતા.
ઉત્તર:- “ યાવત્ નીવાનીવી સ્ફુવિઘટન ન વ પ્રયાત: ” અનંતકાળથી માંડીને જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો.” આ ગાયું ને ભેસું અને બળદ જુઓને ! આખો દિવસ ઘાસ ચર્યા કરે, આ શરીર તે હું એમ જે માને છે તેને શ૨ી૨થી હું જુદો છું તે વાતની ખબર નથી. આ શ૨ી૨ હું છું અને આ શરીરને પોષણ મળે છે. આવી જડ અને ચૈતન્યની એકતાબુદ્ધિ અનાદિકાળથી ચાલી આવે છે. આ પુણ્યના પરિણામ કર્મ છે–વિકાર છે–રાગ છે, આત્મા આનંદરૂપ છે તેમ બન્ને પ્રગટ ભિન્ન થયા ન હતા. આવો ધર્મનો ઉપદેશ. પેલું તો વ્રત પાળવા, ઉપવાસ ક૨વા, પડિમા લેવી, મહાવ્રત લેવા, નગ્ન મુનિ થવું તે બધું સહેલું ને સટ હતું. એ બધી તો રાગની ક્રિયા હતી. અહીં તો તેનાથી ભિન્ન પાડવાની વાત છે. સમજાણું કાંઈ ?
“ અનંતકાળથી માંડીને જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો ” શક્તિએ અને સ્વભાવથી તો બન્ને ભિન્ન ભિન્ન હતા જ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે કાંઈ રાગસ્વરૂપ થયો નથી. આ આનંદસ્વરૂપ છે અને આ રાગ છે તેમ પ્રગટ થયું નહતું. જોકે રાગ અને સ્વભાવ બન્ને એકપણે થયા ન હતા. પરંતુ પ્રગટ ભિન્ન થયા હતા. જ્ઞાયકભાવ જે ચૈતન્ય૨સ છે તે રાગના ૨સરૂપે થયો જ નથી. ચૈતન્ય જ્ઞાન૨સ અને રાગરસ તે બે શક્તિપણે તો જુદા જ છે.. કોઈ દિ' એક થયા જ નથી. પરંતુ પ્રગટપણે બન્ને જુદા છે એમ તેણે જાણ્યા ન હોતા.
ભાવાર્થ આમ છે કે-જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્ન-ભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી. અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્ન ભિન્ન થાય છે.” જ્યારે ખાણમાંથી સોનું કાઢે ત્યારે પથ્થર અને સોનું બન્ને ભેગા હોય છે. ગિરનારના
હ્રદ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk